Home /News /tech /

આખું વર્ષ મફતમાં ઉઠાવો Neflix, Amazon જેવા OTT પ્લેટફોર્મનો ફાયદો, જાણો કેવી રીતે મેળવશો સબ્સક્રિપ્શન

આખું વર્ષ મફતમાં ઉઠાવો Neflix, Amazon જેવા OTT પ્લેટફોર્મનો ફાયદો, જાણો કેવી રીતે મેળવશો સબ્સક્રિપ્શન

OTT ફ્લેટફોર્મ સબ્સક્રિપ્શન

Neflix, Amazon subscription: લાંબા સમયથી વેબ સિરીઝ (Web Series)નો પણ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જોકે, આ માટે તમારી પાસે Netflix, Amazon Price અને Disney Hotstar જેવા OTT પ્લેટફોર્મનું સબ્સક્રિપ્શન હોવું જરૂરી છે.

    નવી દિલ્હી: કોરોનાને કારણે ભારતમાં સિનેમાઘરો ખૂબ લાંબા સમય સુધી બંધ રહ્યા હતા. આ દરમિયાન એક નવો ટ્રેન્ડ શરૂ થયો. આ ટ્રેન્ડ OTT પ્લેટફોર્મ પર ફિલ્મો રિલીઝ કરવાનો છે. આ ઉપરાંત દેશમાં ઘણા લાંબા સમયથી વેબ સિરીઝ (Web Series)નો પણ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જોકે, આ માટે તમારી પાસે Netflix, Amazon Price અને Disney Hotstar જેવા OTT પ્લેટફોર્મનું સબ્સક્રિપ્શન હોવું જરૂરી છે. આ માટે લોકો હજારો રૂપિયા ખર્ચ કરતા હોય છે. અમેઝોન (Amazon Prime) તરફથી તાજેતરમાં જ કિંમતમાં 50%નો વધારો કરાયો છે. બીજી તરફ નેટફ્લિક્સે (Netflix) ભારતમાં પ્રથમ વખત ભાવમાં ઘટાડો કર્યો છે. જો તમે પણ આ ઓટીટી પ્લેટફોર્મ પર હજારો રૂપિયાનો ખર્ચ કરો છો તો તમારી પાસે ખૂબ સારો મોકો છો. આવું એટલા માટે કે તમે એક પણ રૂપિયાનો ખર્ચ કર્યાં વગર આ પ્લેટફોર્મ્સનો લાભ ઉઠાવી શકો છો.

    કદાચ તમને વિશ્વાસ નહીં આવે પરંતુ આ વાત સાચી છે. આજે અમે તમને જણાવીશું કે તમે આવું કેવી રીતે કરી શકશો. તમે કેવી રીતે તમારા સ્માર્ટફોનમાં આ પ્લાન્સ એક્ટિવેટ કરી શકો છો.

    કેવી રીતે ફ્રીમાં સબ્સક્રિપ્શન મેળવશો?

    જો તમે જિયો પોસ્ટપેઇડ (Jio Postpaid) પ્લાનનો ઉપયોગ કરો છો તો તમે Netflix, Amazon Prime અને Disney Hotstar જેવા OTT પ્લેટફોર્સનો ફ્રીમાં લાભ મેળવી શકો છો. જિયોના 399 રૂપિયાના પોસ્ટપેડ પ્લાનમાં તમે તમામ OTT પ્લેટફોર્મનો લાભ ઉઠાવી શકો છો. આ પ્લાનની વેલિડિટી એક મહિનાની હોય છે. તમે આ પ્લાન સાથે એક મહિના માટે આ તમામ ઓટીટી પ્લેટફોર્મ ફ્રીમાં જોઈ શકો છો.

    જિયો પોસ્ટપેડ પ્લાનના ફાયદા

    જિયો 399 રૂપિયાના પોસ્ટપેડ પ્લાનમાં તમને 75GB ડેટા અને દરરોજ 100 ફ્રી એસએમએસ મળે છે. આ ઉપરાંત Netfilx, Amazon Prime અને Disney Hotstarના તમામ લાભ મળે છે.

    આ પણ વાંચો: Netflix vs Hotstar vs Amazon Prime Video : જાણો પ્લાન, ભાવ અને બીજુ બધું

    જો તમે આખું વર્ષ આ પ્લાનનો ઉપયોગ કરો છો તો તમે આખું વર્ષ આ ઓટીટી પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરી શકશો. જિયોનો ફક્ત 399 રૂપિયાનો જ નહીં પરંતુ 599, 799, 999 અને 1499 રૂપિયાનો પોસ્ટપેડ પ્લાન પણ છે. ઉપરની ઑફર તમામ પ્લાન્સમાં સામેલ છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Jio, Netflix, PostPaid, અમેઝોન

    આગામી સમાચાર