Home /News /tech /

Oppo mobile: વધુ દમદાર બનશે ઓપ્પો સ્માર્ટફોન્સનો Camera, ડીજીકેમની જેમ થશે ઝૂમિંગ

Oppo mobile: વધુ દમદાર બનશે ઓપ્પો સ્માર્ટફોન્સનો Camera, ડીજીકેમની જેમ થશે ઝૂમિંગ

ઓપ્પો સ્માર્ટફોન

Oppo Retractable Lens: ઓપ્પોએ ટ્વિટર પર ટીઝર શેર કરી કેપ્શનમાં લખ્યું છે કે, મોટાભાગે પોપ-અપ કેમેરા હેરાનગતિ બને છે, પરંતુ અમારો નવો સેલ્ફ-ડેવલપ રેક્ટેબલ કેમેરા નહીં.

મુંબઈ: દિગ્ગજ સ્માર્ટફોન કંપની ઓપ્પો (Oppo)એ ઇનો ડે 2021 ઇવેન્ટ (Inno Day Event) પહેલા પોતાના મોબાઇલ કેમેરાને વધુ દમદાર બનાવતી ટેક્નોલોજી (Camera Technology) શોકેસ કરી છે. ઓપ્પોએ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર આ સ્માર્ટફોન ટેક્નોલોજીનું એક ટીઝર રિલીઝ કર્યું છે. જોકે, કંપનીએ કોઇ વધારે જાણકારી આપી નથી. તમામ દિગ્ગજ સ્માર્ટફોન કંપનીઓ માટે તેમના સ્માર્ટફોન્સના કેમેરાને વધુ દમદાર બનાવવા તે મહત્ત્વનો મુદ્દો રહ્યો છે. જોકે, સ્માર્ટફોનના કેમેરામાં વધુ ઝૂમિંગ (Zooming) કરવાની સુવિધાનો અર્થ છે ફોનને વધુ મોટો બનાવવો. અને અહીંથી કંપનીઓની સમસ્યા શરૂ થાય છે, કારણ કે કોઈ પણ વ્યક્તિ ડિજીકેમ્સ (Digicams) જેટલો જાડો સ્માર્ટફોન લેવા માંગશે નહીં.

શું છે ઓપ્પોના ટીઝરમાં ?

વધુ ઓપ્ટિકલ ઝૂમ ઑફર કરવા માટે લેન્સ અને સેન્સર વચ્ચેનું અંતર પણ લંબાવવું જરૂરી બને છે અને ઓપ્પોએ રિલીઝ કરેલા ટીઝરમાં પણ આવું દર્શાવ્યું છે. આપણે સૌ પોપ-અપ કેમેરા વિશે જાણીએ છીએ. ઓપ્પોએ પણ આવા કોન્સેપ્ટવાળા લોન્ચ કર્યા છે. પરંતુ હાલમાં ઓપ્પોએ જે ટેક્નોલોજી તેના સ્માર્ટફોનમાં દર્શાવી છે, તે અનુસાર ફોનમાં કેમેરો ઉપરની તરફ જવાની જગ્યાએ હોરીઝોન્ટલ એટલે કે સામેની તરફ બહાર આવશે. એકદમ તેવી જ રીતે જેમ આપણે ડીજીકેમ્સમાં જોઇએ છીએ.

ઓપ્પોએ ટ્વિટર પર ટીઝર શેર કરી કેપ્શનમાં લખ્યું છે કે, મોટાભાગે પોપ-અપ કેમેરા હેરાનગતિ બને છે, પરંતુ અમારો નવો સેલ્ફ-ડેવલપ રેક્ટેબલ કેમેરા નહીં. આ રિલીઝ કરેલા વીડિયોમાં તમે જોઇ શકશો કે ઓપ્પોની આ નવી ટેક્નોલોજી કઇ રીતે કામ કરે છે. કેમેરો વોટરપ્રૂફ છે તે હાઇલાઇટ કરવા માટે કેમેરા પર પાણી પણ છાંટવામાં આવે છે. કેમેરા મોડ્યુલ માટે ડિવાઇસમાં 1/1.56-ઇંચ સેન્સર સાથે 50mm ફોકલ લેન્થ લેન્સ અને F2.4 હોલ સાથે આવશે.

આ પણ વાંચો: Wireless charging: ભારતમાં મળતા ટોપ 10 વાયરલેસ ચાર્જિંગ સ્માર્ટફોન, Samsung, Apple સહિતની કંપનીઓના મોડલ સામેલ

મળી શકે છે વોટર-રેસિસ્ટન્ટ કેમેરા

ઓપ્પોનું આ નવું કેમેરા મોડેલ વોટર-રેસિસ્ટન્ટ હોઇ શકે છે, જેવું ટીઝરમાં દર્શાવવામાં આવ્યું છે. ઓપ્પોમાં એવા સૉફ્ટવેર ફીચર્સનો સમાવેશ થશે કે જેમાં ડિવાઇસ કોઈ પણ અચાનક થતી હલચલને ઓળખીને લેન્સને અંદર ખેંચી લેશે. ખાસ કરીને ફોન નીચે પડવાના કિસ્સામાં. આ ટેક્નિક ફોનના લેન્ચ કોઇ પણ નુકસાનથી સુરક્ષિત રાખશે.



આ એક નવી ટેક્નોલોજી છે, જેના પર Oppo ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે અને 12 ડિસેમ્બરથી શરૂ થનારી બે દિવસીય Oppo Inno Day 2021 ઇવેન્ટ દરમિયાન આ અંગે વધુ માહિતી ઉપલબ્ધ થશે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Oppo, ટેકનોલોજી, મોબાઇલ, સ્માર્ટફોન

આગામી સમાચાર