ઓપ્પોના નવા સ્માર્ટફોન Oppo Find X5 Series 5Gનું પ્રી-બુકિંગ શરૂ, જાણો Price & Features
ઓપ્પોના નવા સ્માર્ટફોન Oppo Find X5 Series 5Gનું પ્રી-બુકિંગ શરૂ, જાણો Price & Features
Oppoના આ સ્માર્ટફોનમાં Oppo MariSilicon X ચિપ અને Hasselblad કેમેરા જેવા અડ્વાન્સડ ફીચર્સ છે.
Oppo Find X5 Pro સ્માર્ટફોનમાં 5000mAhની ડ્યુઅલ સેલ બેટરી લગાવવામાં આવી છે. Oppoનો નવો સ્માર્ટફોન ColorOS 12.1 પર ઓપરેટ થાય છે. ફોનને 12GB રેમ અને 256GB સ્ટોરેજ કેપેસિટીમાં લોન્ચ કરવામાં આવ્યો છે.
Oppo Smartphone Price in India: Oppoએ પોતાની નવી સ્માર્ટફોન રેન્જ Oppo Find X5 Series 5G લોન્ચ કરી છે. Oppoએ આ સિરીઝ હેઠળ Oppo Find X5 અને Oppo Find X5 Pro સ્માર્ટફોન માર્કેટમાં ઉતાર્યા છે. નવા સ્માર્ટફોનમાં Oppo MariSilicon X ચિપ અને Hasselblad કેમેરા જેવા અડ્વાન્સડ ફીચર્સ છે. આ ફોનનું પ્રી-બુકિંગ શરૂ થઈ ગયું છે. 14 માર્ચથી આ ફોનની સેલ શરુ થશે.
કંપનીએ Oppo Find X5 સ્માર્ટફોનની ભારતમાં કિંમતનો ખુલાસો કર્યો નથી. પરંતુ ગ્લોબલ માર્કેટમાં તેની કિંમત લગભગ 84,460 રૂપિયા છે. Oppo Find X5 Proની કિંમત લગભગ એક લાખ રૂપિયા છે. Oppoના નવા સ્માર્ટફોન Ceramic White અને glaze black કલરમાં લોન્ચ કરવામાં આવ્યા છે.
Oppo Find X5 Pro Specifications
Oppo Find X5 Pro સ્માર્ટફોનમાં 5000mAhની ડ્યુઅલ સેલ બેટરી લગાવવામાં આવી છે. સ્માર્ટફોનમાં ઓપ્પોની ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજી છે. તેની ટર્બો કૂલિંગ સિસ્ટમ બેટરીને ઝડપથી ચાર્જ કરવામાં મદદ કરે છે. આ ફોન 80W SuperVooc Flash ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. ફોનની બેટરી 50 ટકા સુધી ચાર્જ થવામાં માત્ર 15 મિનિટનો સમય લાગે છે.
ઓપ્પોનો નવો સ્માર્ટફોન ColorOS 12.1 પર ઓપરેટ થાય છે. ફોનને 12GB રેમ અને 256GB સ્ટોરેજ કેપેસિટીમાં લોન્ચ કરવામાં આવ્યો છે.
Oppo Find X5 Pro ફોનમાં 6.7 ઇંચની QHD + AMOLED ડિસ્પ્લે છે. ડિસ્પ્લેનું પિક્સેલ રિઝોલ્યુશન 3216×1440 છે અને રિફ્રેશ રેટ 120Hz છે. સ્માર્ટફોનમાં Qualcomm Snapdragon 8 Gen 1 octa-core પ્રોસેસર મળી રહ્યું છે.
ઓપ્પોના નવા ફોનમાં ટ્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. મુખ્ય કેમેરા 50 મેગાપિક્સલનો છે. સાથે 50MPનો અલ્ટ્રા વાઇડ એંગલ સેન્સર અને 13MP ટેલિફોટો લેન્સ આપવામાં આવ્યો છે. ફોનના ફ્રન્ટમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 32 મેગાપિક્સલનો કેમેરા મળે છે.
Oppo Find X5નું ડિસ્પ્લે
Oppoના નવા સ્માર્ટફોનમાં 6.5 ઇંચની AMOLED ડિસ્પ્લે આપવામાં આવે છે. તેનો રિફ્રેશ રેટ 120Hz છે. આ ફોનમાં Snapdragon 888 5G પ્રોસેસર છે.
આ ફોનમાં 4,800mAh બેટરી છે જે 80W SuperVooc અને 30W AIRVOOC ચાર્જિંગને સપોર્ટ કરે છે. સ્માર્ટફોનમાં Multi-Tier કૂલિંગ સિસ્ટમ મળી રહી છે. આ ફોનમાં 8GB રેમ સાથે 256GB ઈન્ટરનલ સ્ટોરેજ છે. આ ફોનનું કેમેરા સેટઅપ Oppo Find X5 Pro મોડલ જેવું જ છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર