રૂ.3000 સસ્તો થયો Oppoનો આ ફોન, તમારી પાસે છે ખરીદવાની શાનદાર તક

Oppoએ પોતાના એક શાનદાર ફોન ફોન F7ની કિંમતમાં રૂ.3,000 ઘટાડી છે.

News18 Gujarati
Updated: July 11, 2018, 3:08 PM IST
રૂ.3000 સસ્તો થયો Oppoનો આ ફોન, તમારી પાસે છે ખરીદવાની શાનદાર તક
ફાઇલ તસવીર
News18 Gujarati
Updated: July 11, 2018, 3:08 PM IST
Oppoએ પોતાના એક શાનદાર ફોન ફોન F7ની કિંમતમાં રૂ.3,000 ઘટાડી છે. કંપનીએ આ ફોનને આ વર્ષે માર્ચ મહિનામાં લોન્ચ કર્યો હતો. ઓપ્પોનો F7 ફોન 4GB રેમ, 64GB સ્ટોરેજ અને 6GB રેમ, 128GB સ્ટોરેજ વેરિએટમાં આવી રહ્યો છે. જ્યારે આ ફોન લોન્ચ થયો હતો ત્યારે 4જીબી રેમ વાળો ફોન રૂ.21,990માં વેચાતો હતો જ્યારે 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજવાળા ફોનની કિંમત રૂ.26,990 હતી. ઓપ્પોના એફ7 લોન્ચ થયાના કેટલાક મહિનામાં જ એમેઝોન અને ફ્લિપકાર્ટ ઉપર બંને મોડલના ફોનની કિંમતમાં ઘટાડો થયો છે.

6GB રેમવાળા ફોનની કિંમત રૂ.3000 ઘઠી
MobiGyaanના રિપોર્ટ પ્રમાણે 4જીબી રેમવાળા ફોનની કિંમતમાં રૂ.2,000નો ઘટાડો થયો છે. જ્યારે 6GB રેમવાળા ફોનની કિંમતમાં રૂ.3000નો ઘટાડો થયો છે. હવે આ ફોનની કિંમત ઘટીને ક્રમશઃ રૂ.19,990 અને રૂ.23,990 થઇ ગઇ છે. ઓપ્પોના એફ7માં 6.23ઇંચની સુપરફૂલ સ્કીન ડિસ્પ્લે છે. ડુઅલ સીમવાળો Oppo F7 Color OS 5.0 આધારે ચાલે છ. આ એન્ડ્રોઇડ 8.1 ઓરિયો પર બેસ્ડ છે. જો આ ફોનમાં લાગેલા કેમેરાની વાત કરીએ તો આ ફોનમાં રિયર કેમેરો 16 મેગાપિક્સલનો છે જ્યારે સેલ્ફી કેમેરા 25 મેગાફિક્સલનો છે. જેની સાથે ડ્યુલ ટોન એલઇડી ફ્લેશ પણ છે.

આ ફોનમાં એઆઈ આલ્બમ પણ છે. જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ ફોટો લાઇબ્રેરીને ઓળખશે. અને લોગ, જગ્યા, સમય અને ઇવેન્ટ્સના આધારે તેનું કલેક્શન કરે છે. ફોનમાં રિયર ફેસિંગ ફિંગરપ્રિન્ટ સેન્સર પણ છે. જો આ ફોનની કનેક્ટિવિટી ઓપ્શનની વાત કરીએ તો આ ફોનમાં 4G VoLTE, Wi-Fi, બ્લૂટૂથ અને GPS/A-GPS જેવા ફિચર્સ છે.
First published: July 11, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...