Oppo Reno 7 5G સ્માર્ટફોનનું પ્રિ-બુકિંગ શરૂ, મળી રહ્યું છે Cash back અને Discount, જાણો Offer
Oppo Reno 7 5G સ્માર્ટફોનનું પ્રિ-બુકિંગ શરૂ, મળી રહ્યું છે Cash back અને Discount, જાણો Offer
તમે Oppo Reno 7 5Gને Oppo ઈ-સ્ટોર અથવા ફ્લિપકાર્ટ (Flipkart) પર પ્રી-બુક કરી શકો છો.
Oppo Reno 7 5G સ્માર્ટફોનનું બુકિંગ આજથી શરૂ થઈ ગયું છે. આ સ્માર્ટફોનમાં 6.4-ઇંચની AMOLED ડિસ્પ્લે છે. આ ડિસ્પ્લે 90Hzના રિફ્રેશ રેટ અને 180Hz સુધીના ટચ સેમ્પલિંગ રેટ સાથે આવે છે.
Oppo Reno 7 5G Pre Booking Offers: ફાસ્ટ ચાર્જિંગ અને 32 મેગાપિક્સલ સેલ્ફી કેમેરાવાળા Oppo Reno 7 5G સ્માર્ટફોનનું બુકિંગ આજથી શરૂ થઈ ગયું છે. તમે આ ફોનને Oppo ઈ-સ્ટોર અથવા ફ્લિપકાર્ટ (Flipkart) પર પ્રી-બુક કરી શકો છો. કંપની આ ફોન પર કેટલીક આકર્ષક ઓફર્સ પણ આપી રહી છે. ફોનની પ્રી-બુકિંગ પર તમે બેંક ઓફર્સ હેઠળ 10 ટકાનું કેશબેક અને રૂ. 3,000 સુધીનું એક્સચેન્જ બોનસ પણ મેળવી શકો છો.
Oppoએ તેની Reno 7 સિરીઝના સ્માર્ટફોન 4 ફેબ્રુઆરીએ ભારતમાં લોન્ચ કર્યા હતા. હવે તેમનું બુકિંગ શરૂ થઈ ગયું છે. કંપનીએ એક ઓનલાઈન ઈવેન્ટમાં રેનો 7 સિરીઝના OPPO Reno7 5G અને OPPO Reno7 Pro 5G સ્માર્ટફોન રજૂ કર્યા હતા.
OPPO Reno7 5G સ્માર્ટફોનની કિંમત 28,999 રૂપિયા રાખવામાં આવી છે. OPPO Reno7 Pro 5G સ્માર્ટફોનની કિંમતની વાત કરીએ તો આ ફોન 39,999 રૂપિયામાં ખરીદી શકાય છે. ફ્લિપકાર્ટ પર તેનું વેચાણ 8 ફેબ્રુઆરીથી શરૂ થઈ ગયું છે.
Oppo Reno 7 5G સ્માર્ટફોનમાં 6.4-ઇંચની AMOLED ડિસ્પ્લે છે. આ ડિસ્પ્લે 90Hzના રિફ્રેશ રેટ અને 180Hz સુધીના ટચ સેમ્પલિંગ રેટ સાથે આવે છે. ડિસ્પ્લેને પ્રોટેક્ટ કરવા માટે ફોનમાં કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 આપવામાં આવ્યો છે. ફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સરનો સપોર્ટ મળે છે.
OPPO Reno7 5G સ્માર્ટફોનને બે નવા રંગો Starlight Black અને Startrails Blueમાં રજૂ કરવામાં આવ્યો છે. Oppo Reno 7 સ્માર્ટફોનમાં Sony IMX 709 સેન્સર આપવામાં આવ્યું છે. કંપની દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે Sony IMX 709 Ultra સેન્સર મોબાઈલ ફોનમાં ઉપયોગમાં લેવાતું દુનિયાનું પ્રથમ સેન્સર છે. આ સ્માર્ટફોન નોટિફિકેશન લાઇટ ઓર્બિટ બ્રીથિંગ લાઇટ (Orbit Breathing Light) સાથે આવશે. જ્યારે મેસેજ આવશે ત્યારે આ લાઈટ યુઝર્સને એલર્ટ કરશે.
Oppo Reno 7 5G ના ડિસ્પ્લેમાં પંચ-હોલ કેમેરા ડિઝાઇન ઉપલબ્ધ છે. ફોનના બેકમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. ફોનનો પ્રાઈમરી કેમેરા 50MPનો છે. તેમાં 32 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે. આમાં Sony IMX709 સેન્સરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
Oppo Reno 7 5G સ્માર્ટફોન 65W ફાસ્ટ ચાર્જિંગ સાથે સેલિંગ માટે લોન્ચ કરવામાં આવ્યો છે. તેમાં 4500 mAh બેટરી છે. તમે માત્ર 5 મિનિટ ચાર્જ કરીને તેમાં 4 કલાકનો વીડિયો જોઈ શકો છો. માત્ર 31 મિનિટમાં આ ફોન ફુલ ચાર્જ થઈ શકે છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર