Home /News /tech /

4 ફેબ્રુઆરીએ ભારતમાં લોન્ચ થશે Oppo Reno 7 Series, જાણો સંભવિત કિંમત અને આકર્ષક ફીચર્સ

4 ફેબ્રુઆરીએ ભારતમાં લોન્ચ થશે Oppo Reno 7 Series, જાણો સંભવિત કિંમત અને આકર્ષક ફીચર્સ

Oppo Reno 7 સિરીઝ 4 ફેબ્રુઆરીએ એક ઓનલાઈન ઈવેન્ટ દરમિયાન લોન્ચ થશે. (Image credit- Oppo India)

Oppo Reno 7 5G: Oppo ભારતમાં તેની અપકમિંગ Oppo Reno 7 5G સિરીઝ રજૂ કરશે. આ સિરીઝમાં બે Oppo Reno 7 Pro 5G અને Oppo Reno 7 5G સ્માર્ટફોનનો સમાવેશ થશે. તેને આવતીકાલે એટલે કે 4 ફેબ્રુઆરીએ એક ઓનલાઈન ઈવેન્ટ દરમિયાન લોન્ચ કરવામાં આવશે.

  Oppo Reno 7 5G: ગ્લોબલ ટેક્નોલોજી બ્રાન્ડ Oppo ટૂંક સમયમાં ભારતમાં પોતાની આગામી Oppo Reno 7 5G સિરીઝ રજૂ કરશે. આ સિરીઝમાં બે Oppo Reno 7 Pro 5G અને Oppo Reno 7 5G સ્માર્ટફોનનો સમાવેશ થશે. તેને આવતીકાલે એટલે કે 4 ફેબ્રુઆરીએ એક ઓનલાઈન ઈવેન્ટ દરમિયાન લોન્ચ કરવામાં આવશે. લોન્ચ પહેલા જ સીરિઝના સ્પેસિફિકેશન્સને લઈને અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. આ સાથે કંપનીએ પણ કેટલાક ખાસ ફીચર્સ જાહેર કર્યા છે. કંપનીએ પહેલેથી જ પુષ્ટિ કરી નાખી છે કે Oppo Reno 7 Pro 5Gમાં મીડિયાટેક ડાયમેન્સિટી 1200 MAX ચિપસેટ હશે.

  કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું કે, ‘પોતાના ફ્લેગશિપ રેનો 7 પ્રો માટે ઓપ્પોએ તેના ડાયમેન્શન 1200 ચિપસેટને કસ્ટમાઇઝ કરવા માટે મીડિયાટેક (MediaTek) સાથે સહયોગ કર્યો છે. આ સહયોગથી જનરેટ થયેલ અપગ્રેડેડ SoCને મીડિયાટેક ડાયમેન્સિટી 1200 મેક્સ કહેવામાં આવે છે. રેનો 6 પ્રોમાં મીડિયાટેક ડાયમેન્શન 1200ની સરખામણીમાં ઓપ્પોની આ સિરીઝમાં વધુ સારી ડિસ્પ્લે, ઇમેજિંગ થઈ છે.’

  Oppo Reno 7 5G સિરીઝના સ્પેસિફિકેશન્સ

  બ્રાન્ડ અનુસાર, 5G MediaTek ડાયમેન્શન 1200 MAXમાં સૌથી ફાસ્ટ સ્માર્ટફોન CPUમાંથી એક છે. તેમાં 3GHz આર્મ કોરટેક્સ-A78 સામેલ છે અને 5100Mbps પીક ડાઉનલિંક અને 700Mbps અપલિંક સ્પીડ પ્રાપ્ત કરે છે. આ ઉપરાંત, SoCમાં બેક કરવામાં આવેલ AI-PQ (પિક્ચર ક્વોલિટી) ફીચર HDR વીડિયોમાં કલર અને કોન્ટ્રાસ્ટને વધારે છે.

  આ પણ વાંચો: હાર્ટ રેટ સેન્સર સાથે આવી રહ્યો છે નવો ફોન Realme Pro+, જાણો કેમેરા અને ફીચર્સ

  Oppo અનુસાર, Reno 7 Pro 5G માં ટોપ-ઓફ-ધ-લાઇન એક્સ-એક્સિસ લિનિયર મોટર પણ છે જે ઇમર્સિવ ગેમિંગ એક્સપીરિયન્સ માટે અલગ-અલગ લેવલ પર વાઇબ્રેશન ફીડબેક આપે છે. સ્માર્ટફોનનો અલ્ટ્રા ટચ રિસ્પોન્સ સમજદારીથી ગેમિંગને ઓળખે છે અને ટચ સેમ્પલિંગ રેટને 1000Hz સુધી વધારે છે. તેનું AI ફ્રેમ રેટ સ્ટેબિલાઇઝર ગેમિંગ દરમિયાન ફ્રેમ રેટ સ્ટેબિલિટીને મેનેજ કરવા માટે રીયલ-ટાઇમમાં સિસ્ટમના પરફોર્મન્સ પર નજર રાખે છે.

  31 મિનિટમાં 100% ચાર્જ થશે

  ફોનમાં એક 65W સુપરવૂક ફાસ્ટ-ચાર્જિંગ ફીચર પણ છે જે ફોનને 31 મિનિટમાં 100 ટકા સુધી ચાર્જ કરે છે. આ ટેક્નોલોજી બેટરીને ગરમ થતા અટકાવે છે જેથી યુઝર્સ પોતાના ડિવાઈસને ચાર્જ કરતી વખતે ગેમ રમી શકે છે. રેનો 7 સિરીઝ 256GB સ્ટોરેજ અને 12GB રેમ સાથે આવે છે.

  Reno 7 સિરીઝ Oppoના નવા ColorOS 12 પર કામ કરશે. તેનું સૌથી ખાસ ફીચર છે Omoji, જે એકદમ નવો 3D ઇમોજી કોન્સેપ્ટ છે. તે યુઝર્સને યુનિક અવતાર બનાવવા માટે સક્ષમ બનાવે છે. ઓમોજી ફ્રન્ટ કેમેરાથી તમારા માથાની એક્ટિવિટીને સ્કેન કરે છે અને અવતારને ઓવરલે કરે છે.

  આ પણ વાંચો: BSNLના આ પ્લાનમાં મળશે OTT સબસ્ક્રિપ્શન, Rs 300થી પણ ઓછી છે કિંમત

  Oppo Reno 7 સિરીઝની સંભવિત કિંમત

  જણાવી દઈએ કે Oppo Reno 7 સિરીઝે પહેલા જ ચીનમાં ડેબ્યૂ કરી લીધું છે. ચીનમાં બેઝ 8GB/128GB મોડલ માટે Oppo Reno 7ની કિંમત 2,699 યુઆન રાખવામાં આવી છે. રેનો 7 પણ 8GB/256GB અને 12GB 2,999 યુઆન (અંદાજે 35,100 રૂપિયા) અને 3,299 યુઆન (અંદાજે 38,700 રૂપિયા)માં આવે છે.

  Oppo Reno 7 Proના બેઝ 8GB/256GB મોડલની કિંમત 3,699 યુઆન (અંદાજે 43,400 રૂપિયા) છે, જ્યારે ટોપ-એન્ડ 12GB/256GB વેરિઅન્ટની કિંમત 3,999 યુઆન (અંદાજે રૂ. 46,900) છે. એવી અપેક્ષા છે કે કંપની આ ફોનને ભારતમાં સમાન કિંમત સાથે લોન્ચ કરશે. જો કે, આ માત્ર અટકળો છે.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Oppo, Tech

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन