નવી દિલ્હી. ચીનની સ્માર્ટફોન નિર્માતા ઓપ્પો (Oppo) તેની ઓપ્પો રેનો 6 સીરીઝ (Oppo Reno 6 Series)નો આગામી સ્માર્ટફોન ઓપ્પો Reno 6Z લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. પરંતુ આ સ્માર્ટફોન લોન્ચ થાય તે પહેલા જ તેના કેટલાક સ્પેસીફીકેશન્સ અંગેની માહિતી ઇન્ટરનેટ પર લીક થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે કંપની ઓપ્પો રેનો 6 સિરીઝના Oppo Reno 6, Oppo Reno 6 Pro અને Oppo Reno 6 Pro+ પહેલાથી જ લોન્ચ કરી ચૂકી છે. લીક થયેલી માહિતી અનુસાર, કંપની ઓપ્પો Reno 6 સ્માર્ટફોનમાં સ્પીડ અને મલ્ટિટાસ્કિંગ માટે મીડિયાટેક ડાયમેન્સિટી 800U ચિપસેટનો ઉપયોગ કરી શકે છે. આ ઉપરાંત સ્માર્ટફોનનો રિફ્રેશ રેટ 60 હર્ટ્ઝ હશે અને તે 30 વોટ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે.
માહિતી અનુસાર, ઓપ્પો રેનો 6Z ઓપ્પો રેનો 6 સ્માર્ટફોનનું લોઅર વર્ઝન હોઈ શકે છે. કારણ કે ઓપ્પો રેનો 6નો રિફ્રેશ રેટ 90 હર્ટ્ઝ છે, જે 65 વોટ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે અને તેમાં મીડિયાટેક ડાયમેન્સિટી 900 SoCનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કંપની 5G સપોર્ટ સાથે ઓપ્પો રેનો 6Z સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. અત્રે નોંધનીય છે કે ઓપ્પોનો રેનો 5Z 5G સ્માર્ટફોન મીડિયાટેક ડાયમેન્સિટી 800U પ્રોસેસર સાથે પણ આવે છે.
સ્માર્ટફોનની કિંમત વિશે હજી કોઈ માહિતી સામે નથી આવી
ઓપ્પો રેનો 6Zના લિક થયેલા સ્પેસીફીકેશન્સમાં માત્ર ફાસ્ટ ચાર્જિંગ, ચિપસેટ અને રિફ્રેશ રેટ વિશેની માહિતી ઉપલબ્ધ છે. ઓપ્પો રેનો 5 સીરીઝના સ્માર્ટફોનના 4 મહિના પછી કંપનીએ ઓપ્પો રેનો 5Z સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો.
એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કંપની ઓપ્પો રેનો 6Zના લોન્ચિંગમાં પણ આવું જ કંઈક કરી શકે છે. જે મુજબ ઓપ્પો રેનો 6Z સ્માર્ટફોન સપ્ટેમ્બર 2021માં લોન્ચ થઈ શકે છે. હાલ આ સ્માર્ટફોનની કિંમત વિશે કોઈ માહિતી સામે નથી આવી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર