Oppo Reno 6 Pro 5G અને Reno 6નું આજે લૉન્ચિંગ, પહેલા જ લીક થઈ કિંમત!
Oppo Reno 6 Pro 5G અને Reno 6નું આજે લૉન્ચિંગ, પહેલા જ લીક થઈ કિંમત!
પ્રતીકાત્મક તસવીર.
Oppo Reno 6 Pro 5G, Oppo Reno 6: આશા રાખવામાં આવી રહી છે કે આ ઇવેન્ટમાં ઓપ્પો Enco X ઈયરબડ્સ પણ રજૂ કરવામાં આવશે. ઇવેન્ટનું લાઇવ સ્ટ્રીમિંગ યુટ્યુબ, ફેસબુક અને ટ્વિટર પર કરવામાં આવશે.
નવી દિલ્હી: Oppo Reno 6 Pro 5G, Oppo Reno 6: ઓપ્પો રેનો 6 પ્રો 5G અને રેનો 6 સ્માર્ટફોન આજે (14 જુલાઈ) ભારતમાં લૉંચ થશે. ઓપ્પો વર્ચ્યુઅલ ઇવેન્ટ બપોરે ત્રણ વાગ્યે શરૂ થશે. આશા રાખવામાં આવી રહી છે કે આ ઇવેન્ટમાં ઓપ્પો Enco X ઈયરબડ્સ પણ રજૂ કરવામાં આવશે. ઇવેન્ટનું લાઇવ સ્ટ્રીમિંગ યુટ્યુબ, ફેસબુક અને ટ્વિટર પર કરવામાં આવશે. એવી માહિતી મળી છે કે આ ફોન ખાસ ફ્લિપકાર્ટ (Flipkart) દ્વારા જ મેળવી શકાશે. ઓપ્પો રેનો 6 પ્રો 5Gની કિંમત (Oppo Reno 6 Pro 5G price) આ અઠવાડિયાના શરૂઆતમાં એક અનબોક્સિંગ વીડિયો (Unboxing video of Oppo Reno 6 Pro 5G) દ્વારા લીક થઈ હતી. વીડિયોમાં ફોન બોક્સ પર ફોનની કિંમત 49,990 રૂપિયા લખવામાં આવી હતી. જોકે, રેનો 6 પ્રોની કિંમત ખૂબ ઓછી હોઈ શકે છે. આ ઉપરાંત ઓપ્પો રેનો 6ને લઈને બીજી કોઈ જાણકારી નથી મળી.
ચીનમાં ઓપ્પો રેનો 6ની શરૂઆતની કિંમત CNY 2,799 એટલે કે આશરે 31,800 છે. જ્યારે રેનો 6 પ્રો 5Gની કિંમત CNY 3,499 એટલે કે 39,800 રૂપિયા છે. તો જાણીએ ફોન વિશે વધારે વિગત.
Oppos Reno 6માં 6.43 ઇંચની FHD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. જે 90Hz રિફ્રેશ રેટ સાથે આવે છે. આ ફોન ઑક્ટો-કોર મીડિયાટેક 600 પ્રોસેસર અને 12 જીબી રેમ સાથે આવશે. આ ફોન ઓન્ડ્રોઇડ 11 ઓપરેટિંગ સિસ્ટમ સાથે કામ કરશે.
આ ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા આપવામાં આવ્યા છે, જેનું પ્રાથમિક સેન્સર 64 મેગાપિક્સલ છે. બીજો કેમેરો 8 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ એંગલ લેન્સ અને ત્રીજો બે મેગાપિક્સેલનો મેક્રો શૂટર છે. ખાસ વાત એ છે કે સેલ્ફી માટે ફોનમાં 32 મેગાપિક્સેલનો શેલ્ફી શૂટર કેમેરા હશે. પાવર માટે આ ફોનમાં 4300 mAhની બેટરી આપવામાં આવી છે, જે 65W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવશે.
Oppo Reno 6 Proના ફીચર્સ
Oppo Reno 6 Proમાં 6.55 ઇંચનું FHD+ ડિસ્પ્લે આપવામાં આવ્યું છે, જેનો રિફ્રેશ રેટ 90Hx હશે. આ ફોન ઑક્ટા-કોર મીડિયાટેક 1200 પ્રોસેસર અને 12 જીબી રેમ સાથે આવશે. ઓપ્પોનો આ ફોન એન્ડ્રોઇડ 11 પર કામ કરશે. આ ફોનમાં 256 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ હશે.
આ ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા આપવામાં આવ્યા છે, જેનું પ્રાથમિક સેન્સર 64 મેગાપિક્સલ છે. બીજો કેમેરો 8 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ એંગલ લેન્સ અને ત્રીજો બે મેગાપિક્સેલનો મેક્રો શૂટર છે. ખાસ વાત એ છે કે સેલ્ફી માટે ફોનમાં 32 મેગાપિક્સેલનો શેલ્ફી શૂટર કેમેરા હશે. પાવર માટે આ ફોનમાં 4300 mAhની બેટરી આપવામાં આવી છે, જે 65W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવશે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર