Home /News /tech /

ભારતમાં 18 જાન્યુઆરીએ લોન્ચ થશે Oppo Reno 5 Pro 5G, મળશે 65Wનું ફાસ્ટ ચાર્જિંગ

ભારતમાં 18 જાન્યુઆરીએ લોન્ચ થશે Oppo Reno 5 Pro 5G, મળશે 65Wનું ફાસ્ટ ચાર્જિંગ

કનેક્ટિવિટી માટે, તેમાં ચાર્જ કરવા માટે ડ્યુઅલ-બેન્ડ વાઈ-ફાઇ, બ્લૂટૂથ 5.1, જીપીએસ / એ-જીપીએસ, ગ્લોનાસ, 3.5 mm હેડફોન જેક અને યુએસબી ટાઇપ-સી પોર્ટ શામેલ છે.

કનેક્ટિવિટી માટે, તેમાં ચાર્જ કરવા માટે ડ્યુઅલ-બેન્ડ વાઈ-ફાઇ, બ્લૂટૂથ 5.1, જીપીએસ / એ-જીપીએસ, ગ્લોનાસ, 3.5 mm હેડફોન જેક અને યુએસબી ટાઇપ-સી પોર્ટ શામેલ છે.

    ઓપ્પો (Oppo) પોતાનો નવો સ્માર્ટફોન Oppo Reno 5 Pro 5G 18 જાન્યુઆરી 2021 ના ​​રોજ લોન્ચ કરવા માટે તૈયાર છે. કંપનીએ ફોનનું ટીઝર સોશ્યલ મીડિયા પર બહાર પાડ્યું છે, જ્યાંથી ફોનના કેટલાક ફિચર્સ સામે આવ્યા છે. આ ફોનનું માઇક્રો પેજ ફ્લિપકાર્ટ પર લાઇવ થઈ ગયું હતું, જેમાં બહાર આવ્યું છે કે, આ ફોન ભારતમાં 18 જાન્યુઆરીએ રાત્રે 12:30 વાગ્યે લોન્ચ કરવામાં આવશે. ઓપ્પો રેનો 5 સિરીઝમાં Oppo Reno 5 5G, Oppo Reno 5 Pro 5G અને Oppo Reno 5 Pro+ 5G જેવા સ્માર્ટફોન શામેલ હોઈ શકે છે, જેને ગયા મહિને ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો હતો.

    ઓપ્પો રેનો 5 પ્રો 5જી ફોન ડિસેમ્બરમાં ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો છે, જે બે વેરિએન્ટમાં આવે છે. તેના 8 જીબી + 128 જીબી સ્ટોરેજ મોડેલની કિંમત CNY 3,399 (આશરે 38,200 રૂપિયા) છે અને 12 જીબી + 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત CNY 3,799 (આશરે 42,700 રૂપિયા) છે.

    ઓપ્પો રેનો 5 પ્રો 5જી ચીનમાં રજૂ કરવામાં આવ્યો છે, તેથી તેના ભારતીય વેરિઅન્ટના ફિચર્સનો અંદાજો લગાવી શકાય છે. તેમાં 6.55 ઇંચની ફુલ-એચડી + (1,080x2,400 પિક્સલ્સ) OLED ડિસ્પ્લે ની સાથે 90Hz રિફ્રેશ રેટ, 92.1 ટકા સ્ક્રિન-ટૂ-બોડી રેશિયો અને 420PPI પિક્સેલ ડેંસિટી છે. આ સિવાય આ ફોન મીડિયાટેક ડાયમેન્સિટી 1000+ પ્રોસેસરથી સજ્જ છે, જેની સાથે ARM G77 MC9 જીપીયુ અને 12 જીબી રેમ છે.

    આ પણ વાંચો - વાહન ચાલકો માટે Big New! પેટ્રોલના ભાવમાં રેકોર્ડ બ્રેક વધારા માટે રહો તૈયાર, ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો વધારો

    તમને 256GB સ્ટોરેજ મળશે

    ઓપ્પો રેનો 5 પ્રો 5 જી ફોન એન્ડ્રોઇડ 11 પર આધારિત ColorOS 11.1 પર કામ કરે છે. આ ફોન ત્રણ રંગના વિકલ્પો ઓરોરા બ્લુ, મૂનલાઇટ નાઇટ અને સ્ટેરી નાઇટ સાથે આવે છે. કેમેરા તરીકે, ઓપ્પો રેનો 5 પ્રોમાં ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ હોઈ શકે છે. તેમાં 64 મેગાપિક્સલનો પ્રાઈમરી સેન્સર, 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ સેન્સર અને બે 2 મેગાપિક્સલનો સેન્સર છે. આ ફોનમાં 256GB સ્ટોરેજ પણ છે, જેને માઇક્રો એસડી કાર્ડથી વધારી શકાતી નથી.

    પાવર માટે, આ ફોનમાં 4,350mAh ની બેટરી છે, જે 65W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. કનેક્ટિવિટી માટે, તેમાં ચાર્જ કરવા માટે ડ્યુઅલ-બેન્ડ વાઈ-ફાઇ, બ્લૂટૂથ 5.1, જીપીએસ / એ-જીપીએસ, ગ્લોનાસ, 3.5 mm હેડફોન જેક અને યુએસબી ટાઇપ-સી પોર્ટ શામેલ છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Flipkart, Oppo, ટેક ન્યૂઝ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन