Home /News /tech /

દુનિયાના કોઇપણ ફોનના કેમેરામાં નથી આ ખાસ ફિચર, આ તારીખે લોન્ચ થશે Oppo Reno 2

દુનિયાના કોઇપણ ફોનના કેમેરામાં નથી આ ખાસ ફિચર, આ તારીખે લોન્ચ થશે Oppo Reno 2

4 કેમેરા, 20X ઝુમ સાથે દુનિયાનો પહેલો ફોન હશે Oppo Reno 2

Oppo Reno 2માં 20X ઝૂમ મળશે. આ ફોન ક્વાડ કેમેરા સાથે આવી રહ્યો છે, એટલે કે આ સ્માર્ટફોનના પાછળના ભાગમાં 4 કેમેરા હશે. આ દુનિયાનો પહેલો ફોન હશે, જેમાં 4 કેમેરાવાળા 20 એક્સ ઝૂમ જેવી સુવિધા છે.

    ન્યૂઝ18 ગુજરાતી:  ઓપ્પોએ ભારતમાં ઓપ્પો રેનો સ્માર્ટફોનની લોન્ચિંગ તારીખ જાહેર કરી છે. ચીનની સ્માર્ટફોન નિર્માતાએ ટ્વીટમાં શેર કરેલી તસવીરમાં ફોનનું નામ, લોન્ચિંગ ડેટ, કી સ્પષ્ટીકરણો અને ફોનની ડિઝાઇન બતાવવામાં આવી છે. આ ફોનનું નામ ઓપ્પો રેનો 2 રાખવામાં આવ્યું છે, જે ભારતમાં 28 ઓગસ્ટે લોન્ચ થશે. જો તમે શેર કરેલી તસવરી નજર કરો તો તેમાં 'સીરીઝ' શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે કે રેનો સીરીઝના વધુ સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવશે.

    કંપનીએ આ પહેલા ઓપ્પો રેનો શ્રેણીમાં ઓપ્પો રેનો અને ઓપ્પો રેનો 10 એક્સ ઝૂમ રજૂ કર્યો હતો. આ ટ્વીટમાં લખ્યું છે કે, ‘coming first to india’, જેનો અર્થ છે કે આ સ્માર્ટફોન પહેલી વખત ભારતમાં લોન્ચ કરવામાં આવી રહ્યો છે. ઓપ્પો રેનો 2 માં 20 એક્સ ઝૂમ મળશે. આ ફોન ક્વાડ કેમેરા સાથે આવી રહ્યો છે, એટલે કે આ સ્માર્ટફોનની પાછળના ભાગમાં 4 કેમેરા હશે. આ દુનિયાનો પહેલો આ પ્રકારનો ફોન હશે, જેમાં 4 કેમેરાવાળા 20 એક્સ ઝૂમ જેવું ફિચર છે.

    આ પણ વાંચો: આ છે દુનિયાનું સૌથી સસ્તું-સૌથી ઝડપી બ્રોડબેન્ડ, મળશે આ સુવિધાઓ



    Oppo Reno 2 હશે આ સુવિધાઓ

    એવું કહેવામાં આવી રહ્યું છે કે ઓપ્પો રેનો 2 ક્વાલકોમ સ્નેપડ્રેગન 710 પ્રોસેસર પર કામ કરશે. તેમાં 8 જીબી રેમ અને 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ હશે. પાવર માટે ફોનમાં 4065mAh ની બેટરી હોવાની અપેક્ષા છે. ફોનમાં 6.43 ઇંચની ડિસ્પ્લે હોવાનું કહેવામાં આવે છે, જેનો આસ્પેક્ટ રેશિયો 20: 9 અને રિઝોલ્યુશન 2400x1080 પિક્સેલ્સ હશે.

    આ પણ વાંચો: આવી ગઇ Sacred Games 2, આ રીતે એક્ટિવેટ કરો Neflixનો 199 રુપિયાનો પ્લાન

    ઓપ્પોએ આ વર્ષે મે મહિનામાં રેનો સિરીઝના ઓપ્પો રેનો અને ઓપ્પો રેનો 10 એક્સ ઝૂમ લોન્ચ કર્યા હતા. ઓપ્પો રેનો 10 એક્સ ઝૂમના 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 39,990 રૂપિયા છે. તો 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજવાળા વેરિયન્ટની કિંમત 49,990 રૂપિયા છે. જ્યારે ઓપ્પો રેનો એક જ વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો હતો, જેની કિંમત 32,990 રૂપિયા છે. આ અનુમાન મુજબ 28 ઓગસ્ટે આવતા નવા ફોનની કિંમત 35-40 હજારની વચ્ચે હોઈ શકે છે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Mobile phone, ટેક ન્યૂઝ, સ્માર્ટફોન

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन