રેડમી નોટ 5ને ટક્કર આપશે ઓપ્પોનો નવો ફોન Realme1, કિંમત છે સાવ ઓછી

Oppoએ નવી સિરિઝમાં પોતાનો પહેલો સ્માર્ટ ફોન Realme1 લોન્ચ કર્યો છે. આ કંપનીનો આ બજેટ ફોન છે. જેની શરૂઆતની કિંમત ભારતમાં રૂ. 8,990 રાખવામાં આવી છે

News18 Gujarati
Updated: May 15, 2018, 5:24 PM IST
રેડમી નોટ 5ને ટક્કર આપશે ઓપ્પોનો નવો ફોન Realme1, કિંમત છે સાવ ઓછી
Oppoએ નવી સિરિઝમાં પોતાનો પહેલો સ્માર્ટ ફોન Realme1 લોન્ચ કર્યો છે. આ કંપનીનો આ બજેટ ફોન છે. જેની શરૂઆતની કિંમત ભારતમાં રૂ. 8,990 રાખવામાં આવી છે
News18 Gujarati
Updated: May 15, 2018, 5:24 PM IST
Oppoએ નવી સિરિઝમાં પોતાનો પહેલો સ્માર્ટ ફોન Realme1 લોન્ચ કર્યો છે. આ કંપનીનો આ બજેટ ફોન છે. જેની શરૂઆતની કિંમત ભારતમાં રૂ. 8,990 રાખવામાં આવી છે જ્યારે તેના બીજા વેરિએટ 6GB રેમની કિંમત 13,990 છે. કંપનીએ આ ફોનને ત્રણ વેરિએટમાં રજૂ કર્યો છે. જેમાં 3GBરેમ / 32GB સ્ટોરેજની કિંમત રૂ.8,990 છે. જ્યારે 4GB/64GB સ્ટોરેજની કિંમત 10,990 રૂ. અને 6 જીબી/128 જીબી સ્ટોરેજની કિંમત રૂ.13,990 છે. ગ્રાહકો આ પોનને 25 મેથી એમેઝોન ઇન્ડિયા ઉપર જોઇ શકાશે. ઉપર ખરીદી શકશે.

કંપનીની લોન્ચ ઓફરની વાત કરીએ તો ટેલિકોમ કંપની રિલાયન્સ જીયોની સાથે મળીને કંપની આ ફોનને રૂ. 4,850નો ફાયદો આપી રહી છે. આ ઉપરાંત આ ફોન નો કોસ્ટ ઓન ઇએમઆઈ સાથે એમેઝોન ઉપર ખરીદી શકાશે. આ ઉપરાંત જો તમે એસબીઆઈના કાર્ડથી પેમેન્ટ કરો છો તો 5 ટકા કેસબેક પણ આપવામાં આવશે. કંપની આ ફોન પર ફ્રી કેસ અને સ્ક્રીન પ્રોટેક્ટર પણ આપી રહી છે.

Realme1માં 6 ઇંચની ફૂલ એચડી+ ડિસ્પ્લે છે. કંપની પતલા બેઝલ સાથે રજુ કર્યો છે. આ ફોનને ડાયમંડ બ્લેક, મૂનલાઇટ સિલ્વર અને સોલર રેડ કલરમાં રજૂ કર્યો છે. ઓપો સબ બ્રાન્ડ Realme1માં ઓક્ટા કોર મીડિયાટેક હીલિયો P60 પ્રોસેસર આપવામાં આવ્યું છે.

આ ફોન એન્ડ્રોયડ 8.1 ઓરિયો બેસ્ડ કલર ઓએસ 5.0 ઉપર કામ કરે છે. આ ફોનમાં 13 મેગાપિક્સલનો રિયર કેમેરો એલઇડી ફ્લેશ લાઇટ સાથે આપવામાં આવ્યો છે. જ્યારે આ ફોનમાં ફ્રન્ટમાં 8 મેગાપિક્સલનો કેમેરા છે. આ ફોનનો ફ્રન્ટ કેમેરા AI બ્યૂટી 2.0 ફિચર આપવામાં આવ્યો છે. પાવર બેકઅપ માટે આ ફોનમાં 3410 એમએચની બેટરી આપવામાં આવી છે.
First published: May 15, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर