Home /News /tech /

Oppoના આ ચાર કેમેરાવાળા સ્માર્ટફોનની કિંમતમાં થયો ઘટાડો

Oppoના આ ચાર કેમેરાવાળા સ્માર્ટફોનની કિંમતમાં થયો ઘટાડો

આ ફોનમાં અનેક વિશેષતા આપવામાં આવી છે, જેને હવે સસ્તામાં ખરીદવાની તક મળી રહી છે.

આ ફોનમાં અનેક વિશેષતા આપવામાં આવી છે, જેને હવે સસ્તામાં ખરીદવાની તક મળી રહી છે.

    ઓપ્પોએ તેના દમદાર સ્માર્ટફોન આર 17 પ્રોની કિંમત ઘટાડો કરી દીધો છે. કંપનીએ ગયા વર્ષે ડિસેમ્બરમાં આ ફોન લોન્ચ કર્યો હતો, જેની કિંમત રૂ. 45,990 હતી. ભાવ ઘટાડા બાદ આ ફોન 6 હજાર રૂપિયાના સસ્તા ભાવે ખરીદી શકાય છે. હવે ઓનલાઇન અને ઑફલાઇન પ્લેટફોર્મથી હવે ગ્રાહકો Oppo R17 Proને રૂ. 45,990 ની જગ્યાએ 39,990 રૂપિયા લઈ શકે છે.

    ઓપ્પો આર 17પ્રો સ્પેસિફિકેશનની વાત કરીએ તો તેમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર હશે. જો કે, આ ફોનમાં ઓપ્પો ફાઇન્ડ એક્સની જેમ એજ ટુ એજ ડિસ્પ્લે નથી, ફોનમાં 6.4-ઇંચની પૂર્ણ એચડી પ્લસ ડિસ્પ્લે હશે. જેનો એસ્પેક્ટ રેશિયો 19.5: 9 હશે. આ ફોન વૉટરડ્રોપ નોચ સાથે આવશે. તે એન્ડ્રોઇડ 8.1 ઑરેયો પર આધારિત છે અને ઓક્ટાકાર્ટ ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 710 પ્રોસેસર પર કામ કરે છે.

    આ પણ વાંચો: ખિસ્સાને પરવડે એટલી કિંમતમાં ખરીદો Vivoનો આ સ્માર્ટફોન

    ફોનની સ્ક્રીન ગોરીલા ગ્લાસ 6 પ્રોટેક્શ આપવામાં આવ્યો છે. ફોનમાં 8 જીબી રેમ અને 128 જીબી ઇન્ટરનલ મેમરી છે. જેમા ટ્રિપલ પાછળના કૅમેરા સેટ કરવામાં આવ્યો છે, જેમાં 25 મેગાપિક્સલનો ફ્રન્ટ કૅમેરો છે. ફોનને પાવર આપવા માટે, 3,700 એમએએચની બેટરી આપવામાં આવી છે, જે સુપર વીઓસીસી ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Oppo r17 pro, ટેક ન્યૂઝ, મોબાઇલ, સ્માર્ટફોન

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन