ચીની સ્માર્ટફોન નિર્માતા ઓપ્પોએ વૈશ્વિક ચિપ નિર્માતા ક્વોલકોમ ટેકનોલોજી સાથે ભાગીદારીની જાહેરાત કરી, જે હેઠળ ક્વોલકોમ 5G મોબાઈલ ફોન્સ બનાવવા માટે ઓપ્પોની મદદ કરશે.
આઈએએનએસની રિપોર્ટ અનુસાર ક્વોલકોમ, ઓપ્પોને રેડિયો ફ્રિક્વેન્સી ફ્રન્ટ-એન્ડ ફિલ્ડ જેવા વ્યાપક સમાધાન પ્રદાન કરશે. આ ભાગીદારીની જાહેરાત ચીનમાં આયોજિત 2018 ક્વોલકોમ ટેકનોલોજી દિવસ પર કરવામાં આવી.
ઓપ્પોના મુખ્ય કાર્યકારી અધિકારી ટોની ચેને એક ચર્ચા દરમિયાન કહ્યું, ભવિષ્યમાં ઓપ્પો 5G અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ જેવી અભૂતપૂર્વ ટેકનોલોજીમાં રોકાણ કરતું રહશે અને આ ટેકનોલોજીને યૂઝર્સની જરૂરત પ્રમાણે ઉપલબ્ધ કરાવતું રહેશે.
ઓપ્પોએ વર્ષ 2019માં 5G મોબાઈલ લોન્ચ કરવાની યોજના બનાવી છે. ચેને આગળ કહ્યું, વર્ષ 2018માં ઓપ્પો વૈશ્વિક માર્કેટમાં પોતાની પહોંચને વધારશે અને ખાસ રીતે જાપાન જેવા વિકસિત માર્કેટમાં પ્રવેશ કરશે. જથી દુનિયાના સૌથી વધારેમાં વધારે યૂઝર્સને અધતન ટેકનોલોજી અને કલાત્મક ડિઝાઈનથી લેસ સ્માર્ફોન ઉપલબ્ધ કરાવી શકે.
Published by:Mujahid Tunvar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર