Home /News /tech /

Oppoએ લોન્ચ કર્યું તેનું પહેલું Tablet, કમાલના Features અને જબરદસ્ત Battery

Oppoએ લોન્ચ કર્યું તેનું પહેલું Tablet, કમાલના Features અને જબરદસ્ત Battery

Oppo Pad ટેબલેટમાં 11 ઇંચની LCD સ્ક્રીન આપવામાં આવી છે.

Oppo Tablet: Oppo Pad ટેબલેટમાં 11 ઇંચની LCD સ્ક્રીન આપવામાં આવી છે. તેમાં 2,560 x 1,600 પિક્સેલના રિઝોલ્યુશન સાથે રિફ્રેશ રેટ 120Hz અને 120Hz નું સેમ્પલિંગ રેટ મળશે.

    Oppo Tablet Price in India: ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની ઓપ્પો (Oppo)એ પોતાનું પહેલું ટેબલેટ Oppo Pad લોન્ચ કર્યું છે. આ ટેબને હાલ ચીનના માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યું છે. ભારત (India)માં આ ટેબ ક્યારે લોન્ચ થશે તે અંગે કોઈ માહિતી નથી. આ ટેબની ડિસ્પ્લે અને બેટરી લાઇફની ચર્ચા થઈ રહી છે. Oppo Pad સ્ટાઈલસ સાથે આવે છે.

    Oppo Padને ત્રણ વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યું છે. 6 GB રેમ અને 128 GB ઈન્ટરનલ સ્ટોરેજ સાથેના બેઝ વેરિઅન્ટની કિંમત 2,299 યુઆન એટલે કે લગભગ 27,370 રૂપિયા છે. બીજો વેરિઅન્ટ 6 GB RAM અને 25 6GB કેપેસિટી સાથે આવે છે. તેની કિંમત 2,699 યુઆન એટલે કે લગભગ 32,160 રૂપિયા છે. 3. 8 GB RAM અને 256 GB સ્ટોરેજવાળા ત્રીજા વેરિઅન્ટની કિંમત 2,999 યુઆન એટલે કે લગભગ 35,720 રૂપિયા છે.

    આ પણ વાંચો: 10,000 રૂપિયામાં ખરીદવો છે બેસ્ટ સ્માર્ટફોન? જોઈ લો લિસ્ટ

    Oppo Pad ટેબલેટમાં 11 ઇંચની LCD સ્ક્રીન આપવામાં આવી છે. તેમાં 2,560 x 1,600 પિક્સેલના રિઝોલ્યુશન સાથે રિફ્રેશ રેટ 120Hz અને 120Hz નું સેમ્પલિંગ રેટ મળશે. Android 11 અને Qualcomm Snapdragon 870 SoC પર કામ કરતું, આ OPPO ટેબલેટ 8 GB સુધીની RAM અને 256 GB સુધીની ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આવે છે.

    Oppo Pad બેટરી લાઈફ

    Oppoના ટેબલેટ Oppo Padમાં 8,360mAh બેટરી લગાવવામાં આવી છે જે 33W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ડિઝાઇન મામલે ઓપ્પો પેડ ફ્રોસ્ટેડ ગ્લાસ બેક અને મેટલ ચેસિસ સાથે આવે છે. તેમાં Oppo પેન્સિલ માટે સપોર્ટ પણ છે.

    આ પણ વાંચો: Acerએ લોન્ચ કરી લેપટોપની નવી રેન્જ, જાણો કિંમત

    તેમાં ટેબ ક્વોડ સ્પીકર લગાવવામાં આવ્યા છે. તેમાં 1.8-1.9cm ના 4 અલગ-અલગ સાઉન્ડ ચેમ્બર આપવામાં આવ્યા છે. સ્પીકર્સ ડોલ્બી એટમોસ અને હાઇ-રેઝ ઓડિયો માટે સપોર્ટ સાથે આવે છે.

    Oppo Padની બેક સાઈડમાં 13 MP કેમેરા (Oppo Pad Camera) અને LED ફ્લેશ લાગેલી છે. ફ્રન્ટ કેમેરા 8 MPનો છે. Oppo પેડ ખૂબ જ હળવો છે અને તેનું વજન 507 ગ્રામ છે અને તે 6.99mm પાતળું છે. તેમાં નીચેની તરફ યુએસબી ટાઇપ-સી પોર્ટ આપવામાં આવ્યું છે. તે એન્ડ્રોઇડ 11 પર રન કરે છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Gujarati tech news, Mobile and Technology, Oppo, Tablet

    આગામી સમાચાર