Home /News /tech /

Oppo Pad Air ટેબલેટ અને Oppo Enco R ઇયરબડ થયા લૉન્ચ, કિંમત 3,500થી શરુ, જાણો ફુલ ફીચર્સ

Oppo Pad Air ટેબલેટ અને Oppo Enco R ઇયરબડ થયા લૉન્ચ, કિંમત 3,500થી શરુ, જાણો ફુલ ફીચર્સ

Oppo Pad Airમાં 10.36-ઇંચની ડિસ્પ્લે છે, જેનું રેઝોલ્યુશન 2000x1200 પિક્સલ, 60Hz રિફ્રેશ રેટ છે.

Oppo Pad Airમાં 10.36-ઇંચની ડિસ્પ્લે છે, જેનું રેઝોલ્યુશન 2000x1200 પિક્સલ, 60Hz રિફ્રેશ રેટ છે. પ્રોસેસરની વાત કરીએ તો તેમાં ઓક્ટા-કોર ક્વોલકોમ સ્નેપડ્રેગન 680 SoC પ્રોસેસર છે.

    Oppo Pad Air: ઓપ્પો (Oppo)એ તાજેતરમાં Oppo Pad Airને કંપનીના લેટેસ્ટ ટેબલેટ તરીકે રજૂ કર્યું છે, જે વર્તમાન Oppo Pad બાદ સિરીઝમાં બીજું આવ્યું છે. નવા Oppo ટેબલેટમાં 10.36-ઇંચની ડિસ્પ્લે છે, જે 6.94mm સ્લિમ ડિઝાઇનથી સજ્જ છે. Oppo Pad Air સિવાય ચીની કંપનીએ Oppo Enco R ને તેના નવા ટ્રુ વાયરલેસ સ્ટીરિયો (TWS) ઇયરબડ્સ તરીકે રજૂ કર્યા છે જેમાં 13.4mm ડ્રાઇવર્સ છે. ઇયરબડ્સની બેટરી લાઇફ 20 કલાક સુધીની છે. Oppo Pad Air અને Enco R બંનેને Oppo Reno 8 સિરીઝ સાથે રજૂ કરવામાં આવ્યા છે.

    Oppo Pad Air અને Enco R ની કિંમત

    Oppo Pad Airના 4GB + 64GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત CNY 1,299 એટલે કે 15,100 રૂપિયા છે. તો 4GB + 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત CNY 1,499 એટલે કે 17,500 રૂપિયા છે. 6GB + 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત CNY 1,699 એટલે કે 19,800 રૂપિયા છે. આ ઉપરાંત, ગ્રાહકો વધારાના CNY 648 એટલે કે ભારતીય ચલણમાં આશરે 7,500 રૂપિયા ચૂકવીને ટેબલેટને સ્ટાઈલસ પેન અને કીબોર્ડ સાથે બંડલ કરી શકે છે. Oppo Enco R ની કિંમત CNY 299 એટલે કે 3,500 રૂપિયા છે.

    આ પણ વાંચો: અત્યંત સસ્તો મળી રહ્યો છે 6 કેમેરાવાળો Oppoનો શાનદાર સ્માર્ટફોન, મળશે 8GB RAM અને VOOC ફ્લેશ ચાર્જ

    Oppo Pad Air અને Oppo Enco R બંને ચીનમાં પ્રી-સેલ પર છે અને 1 જૂનથી વેચાણ માટે ઉપલબ્ધ થશે. Oppo Pad Air અને Oppo Enco Rને ચીન સિવાયના બજારોમાં લૉન્ચ કરવા અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

    Oppo Pad Air ના સ્પેસિફિકેશન્સ

    સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો, Oppo Pad Airમાં 10.36-ઇંચની ડિસ્પ્લે છે, જેનું રેઝોલ્યુશન 2000x1200 પિક્સલ, 60Hz રિફ્રેશ રેટ છે. પ્રોસેસરની વાત કરીએ તો તેમાં ઓક્ટા-કોર ક્વોલકોમ સ્નેપડ્રેગન 680 SoC પ્રોસેસર છે. કેમેરાની વાત કરીએ તો તેમાં f/2.0 અપર્ચર સાથે 8-મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા છે. ફ્રન્ટમાં f/2.2 અપર્ચર સાથે 5-મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે.

    આ પણ વાંચો: ફોનનું સ્ટોરેજ થઈ ગયું છે Photosથી ફુલ? આ રીતે Delete કરો નકામી ઇમેજ, 2 મિનિટ પણ નહીં લાગે!

    ઓપરેટિંગ સિસ્ટમની વાત કરીએ તો, આ ટેબલેટ Android 12 પર આધારિત ColorOS પર કામ કરે છે. તેમાં 128GB સ્ટોરેજ છે જે માઇક્રોએસડી કાર્ડ દ્વારા 512GB સુધી વધારી શકાય છે. કનેક્ટિવિટીની વાત કરીએ તો તેમાં Wi-Fi 5, Bluetooth v5.1, USB Type-C પોર્ટ છે. સેન્સર માટે તેમાં એક્સેલરોમીટર સેન્સર છે. તેમાં 7,100mAh બેટરી છે.

    Oppo Enco R ના સ્પેસિફિકેશન્સ

    સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો Oppo Enco Rમાં 13.4mm ડ્રાઈવર્સ આપવામાં આવ્યા છે. કનેક્ટિવિટી માટે તેમાં બ્લૂટૂથ v5.2 છે. Oppoના આ ઇયરબડ્સમાં IPX4 રેટિંગ છે, જે તેને પાણીથી રક્ષણ આપે છે. બેટરી બેકઅપની વાત કરીએ તો તેમાં 27mAh બેટરી છે જે સિંગલ ચાર્જ કરવા પર 4 કલાક સુધી ચાલી શકે છે. તેમાં ચાર્જિંગ કેસ આપવામાં આવ્યું છે જેમાં 300mAh બેટરી છે, જે 20 કલાક સુધી ચાલી શકે છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Gujarati tech news, Mobile and Technology, Oppo, Tablets

    આગામી સમાચાર