Home /News /tech /

OnePlusએ લોન્ચ કર્યા સસ્તા અને ધાંસુ Smart TV, ફીચર્સ છે જબરદસ્ત, કિંમત છે ઓછી!

OnePlusએ લોન્ચ કર્યા સસ્તા અને ધાંસુ Smart TV, ફીચર્સ છે જબરદસ્ત, કિંમત છે ઓછી!

OnePlus TV Y1S ના 32-ઇંચ મોડલની કિંમત 16,499 રૂપિયા છે અને તેના 43-ઇંચ મોડલની કિંમત 26,999 રૂપિયા છે.

OnePlus TV Y1S અને OnePlus TV Y1S Edge સ્માર્ટ ટીવીને HDR10+, HDR10 અને HLG ફોર્મેટ સપોર્ટ મળે છે. બંને ટીવી Dolby Audio સપોર્ટ સાથે રજૂ કરવામાં આવ્યા છે.

    Latest Smart Televisions: સ્માર્ટફોન નિર્માતા કંપની OnePlusએ બે નવા સ્માર્ટ ટીવી મોડલ લોન્ચ કર્યા છે. કંપનીએ ગઈ કાલે એક વર્ચ્યુઅલ ઇવેન્ટમાં ભારતમાં OnePlus TV Y1S અને OnePlus TV Y1S Edge લોન્ચ કર્યા હતા. બંને ટીવી 32-ઇંચ અને 43-ઇંચ સાઈઝમાં ઓફર કરવામાં આવે છે. આ સ્માર્ટ ટીવી દમદાર ફીચર્સ સાથે-સાથે કિંમતની દ્રષ્ટિએ ખૂબ સસ્તા છે.

    સ્માર્ટ ટીવીની કિંમતની વાત કરીએ તો OnePlus TV Y1S Edgeના બે વેરિઅન્ટ છે. 32-ઇંચના 32 Y1S Edgeની કિંમત 16,999 રૂપિયા છે અને 43 Y1S Edge સ્માર્ટ ટીવીની કિંમત 27,999 રૂપિયા છે. OnePlus TV Y1S ના 32-ઇંચ મોડલની કિંમત 16,499 રૂપિયા છે અને તેના 43-ઇંચ મોડલની કિંમત 26,999 રૂપિયા છે.

    સ્માર્ટ ફીચર ધરાવતા સ્માર્ટ ટીવી

    OnePlus TV Y1S અને OnePlus TV Y1S Edge સ્માર્ટ ટીવીને HDR10+, HDR10 અને HLG ફોર્મેટ સપોર્ટ મળે છે. બંને ટીવીને ડોલ્બી ઓડિયો સપોર્ટ સાથે રજૂ કરવામાં આવ્યા છે. OnePlus TV Y1S ને 20W ફુલ-રેન્જ સ્ટીરિયો સ્પીકર્સ મળે છે, જ્યારે OnePlus TV Y1S Edgeમાં 24W ફુલ-રેન્જ સ્ટીરિયો સ્પીકર્સ છે. વનપ્લસ સ્માર્ટ ટીવીમાં ઓટો લો લેટન્સી મોડ (ALLM) છે. કંપનીનું કહેવું છે કે ઓટો લો લેટન્સી મોડ ગેમિંગ અનુભવને બહેતર બનાવે છે.

    આ પણ વાંચો: લોન્ચ થયું મોટી સ્ક્રીનવાળું ધમાકેદાર Tablet, દિલ જીતી લેશે ડિઝાઇન, જાણો Price & Features

    આ સ્માર્ટ ટીવી ડ્યુઅલ બેન્ડ Wi-Fi સપોર્ટ અને OnePlus કનેક્ટિવિટી સાથે આવશે. OnePlus TV Y1S અને OnePlus TV Y1S Edge આઉટ-ઓફ-બોક્સ Android TV 11 ઑપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે.

    એચડી રિઝોલ્યુશન

    OnePlus TV Y1S મોડલ HD રિઝોલ્યુશન ધરાવે છે, જ્યારે OnePlus TV Y1S Edge ફુલ-એચડી રિઝોલ્યુશન આપે છે. ડિસ્પ્લેને ઓછી બ્લુ લાઇટ એમિશન માટે TUV રીનલેન્ડ સર્ટીફિકેશન પણ મળે છે. ગૂગલ આસિસ્ટન્ટ બંને ટીવીમાં સપોર્ટેડ છે અને OnePlus Connect 2.0 ની મદદથી તે યુઝર્સના સ્માર્ટફોન સાથે પણ કનેક્ટ થઈ શકે છે.

    આ પણ વાંચો: Realme GT2 Seriesના Smartphoneની લોન્ચ ડેટ આવી સામે, જાણો તેની ખાસિયત

    સેલ 21 ફેબ્રુઆરીથી

    Y1S અને Y1S Edgeનું પહેલું વેચાણ 21 ફેબ્રુઆરીથી શરૂ થશે. OnePlus TV Y1Sનું 43 ઇંચનું મોડલ 2 માર્ચથી વેચાણ માટે ઉપલબ્ધ થશે. વનપ્લસના નવા ટીવી એમેઝોન (Amazon.in) તેમજ ફ્લિપકાર્ટ, રિલાયન્સ ડિજિટલ (Reliance Digital), ક્રોમા (Croma) અને વનપ્લસની વેબસાઇટ પર સેલ માટે ઉપલબ્ધ થશે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Gujarati tech news, Mobile and Technology, Oneplus, Smart tv

    આગામી સમાચાર