Oppo K3 લોન્ચ, પોપઅપ સેલ્ફી કેમેરા સાથે આ છે ખાસિયત

Oppoએ એક નવો ફોન Oppo K3 લોન્ચ કર્યો છે

ચીનની સ્માર્ટફોન કંપની Oppoએ એક નવો ફોન Oppo K3 લોન્ચ કર્યો છે

  • Share this:
    ન્યૂઝ18 ગુજરાતી: ચીનની સ્માર્ટફોન કંપની Oppoએ એક નવો ફોન Oppo K3 લોન્ચ કર્યો છે. આ બજેટ સ્માર્ટફોન છે અને તેની ખાસિયત એ છે કે, આમાં પોપ અપ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. આને ચીનમાં લોન્ચ કરાયો છે અને તેની શરૂઆતની કિંમત 1,599 યુઆન (લગભગ 16,100 રૂપિયા) છે. આના બીજા વેરિયન્ટમાં 6GB રેમ સાથે 128GB ઇન્ટરનલ મેમરી છે. તેની કિંમત 1899 યુઆન (લગભગ 19,100 રૂપિયા) છે. ટોપ મોડલમાં 8GB રેમ સાથે 256GB મેમરી આપવામાં આવી છે. આની કિંમત 2299 યુઆન (લગભગ 23,200 રૂપિયા) છે.

    Oppo K3ના સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં 6.5 ઇંચની ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે છે અને AMOLED પેનલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ડિસ્પ્લે એસ્પેક્ટ રેશ્યો 19.5:9 છે. Oppo K3માં ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું છે.

    Oppo K3માં Qualcomm Snapdragon 710 પ્રોસેસર છે અને તેની સાથે ત્રણ મેમરી ઓપ્શન્સ આપવામાં આવ્યા છે. આ ફોનની બેટરી 3765mAhની છે અને કંપનીએ આની સાથે VOOC ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપ્યું છે.

    ફોટોગ્રાફી માટે Oppo K3માં ડ્યુઅલ રિયર કેમેરા છે. આમાંથી એક 16 મેગાપિક્સલનો સેન્સર છે, જ્યારે બીજો લેન્સ 2 મેગાપિક્સલનો છે. સેલ્ફી માટે 16 મેગાપિક્સલનો પોપ અપ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. જે 0.74 સેકન્ડમાં જ એજેક્ટ થઇ જાય છે.

    આ પણ વાંચો: સેમસંગે ભારતમાં લોન્ચ કર્યુ વાયરલેસ ચાર્જર અને પાવરબેંક

    Oppo K3ના કેમેરામાં ઘણા ફીચર્સ આપવામાં આવ્યા છે. જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ સીન ડિટેક્શન ફીચર, અલ્ટ્રા ક્લિયર વ્યૂ 2.0 અને ડાર્ક શોટ સામેલ છે. આમાં પ્રી લોડેડ કેમેરા એપ પણ છે, જેમાં આ ફીચર્સ છે. Oppo K3માં કનેક્ટિવિટી માટે 4G LTE, GPS, Bluetooth સહિત માઇક્રો યુએસબી સપોર્ટ છે.
    Published by:Azhar Patangwala
    First published: