Home /News /tech /ભારતમાં જલ્દી લોન્ચ થશે Oppo K10, 20 હજારની રેન્જમાં મળશે મીડિયાટેક 8000 સિરીઝ પ્રોસેસર

ભારતમાં જલ્દી લોન્ચ થશે Oppo K10, 20 હજારની રેન્જમાં મળશે મીડિયાટેક 8000 સિરીઝ પ્રોસેસર

ઓપ્પો K10 ભારતમાં ટૂંક સમયમાં લોન્ચ થશે.

Oppo K10 India Launch: અપેક્ષા છે કે Oppo K10 સ્માર્ટફોનમાં Oppo K9 5G સ્માર્ટફોનની સરખામણીમાં ઘણા અપગ્રેડ જોવા મળશે. Oppo K10 મીડિયાટેકના ડાયમેન્સિટી 8000 સિરીઝ પ્રોસેસરથી સજ્જ હોઈ શકે છે.

Oppo K10 India Launch: Oppo K10 સ્માર્ટફોન ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થવાનો છે. કંપનીએ પોતે આ જાણકારી આપી છે. ફ્લિપકાર્ટે પણ નવા ઓપ્પોના લોન્ચને ટીઝ કર્યું છે, જે દેશમાં કંપનીનો લેટેસ્ટ K સિરીઝ સ્માર્ટફોન હશે. Oppoએ ગયા વર્ષે ચીનમાં K9 5G અને K9 Pro 5G સ્માર્ટફોન રજૂ કર્યા હતા. અપેક્ષા છે કે Oppo K10 સ્માર્ટફોનમાં Oppo K9 5G સ્માર્ટફોનની સરખામણીમાં ઘણા અપગ્રેડ જોવા મળશે. રેગ્યુલર Oppo K9 5G સ્માર્ટફોન 90Hz ડિસ્પ્લે અને Qualcomm Snapdragon 768G પ્રોસેસર સાથે લૉન્ચ કરવામાં આવ્યો હતો, જ્યારે Oppo K9 Pro 5G એ 120Hz ડિસ્પ્લે અને મીડિયાટેક ડાઈમેન્સિટી 1200 પ્રોસેસર સાથે શરૂઆત કરી હતી.

ઓપ્પો ઇન્ડિયાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી સોમવારે Oppo K10 સ્માર્ટફોનના લોન્ચની માહિતી આપવામાં આવી.



આ સાથે જ ફ્લિપકાર્ટ પર બનાવેલ ડેડિકેટેડ પેજની લિંક પણ આપવામાં આવી. એવી અપેક્ષા છે કે 16 માર્ચે આ વેબપેજ પર ફોનની ડિટેલ જાહેર કરવામાં આવશે. જો કે ટીઝર એ જણાવતું નથી કે આ અઠવાડિયાના અંતમાં ભારતમાં કયો ઓપ્પો ફોન લોન્ચ થઈ રહ્યો છે, પરંતુ એક રિપોર્ટમાં કંપનીએ પુષ્ટિ કરી છે કે તે Oppo K10 સ્માર્ટફોન હશે.

આ પણ વાંચો: Redmi Note 11 Pro સિરીઝ ભારતમાં લોન્ચ, 108MP કેમેરા સાથે મળશે આ ખાસ ફીચર્સ

Oppo K10ની ભારતમાં લોન્ચિંગ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી. જોકે, ઓપ્પો ચીનમાં આ ફોનને મીડિયાટેક ડાઈમેન્સિટી 8000 સિરીઝ સાથે ટીઝ કરી રહ્યું છે, જે આ મહિનાની શરૂઆતમાં લૉન્ચ કરવામાં આવ્યો હતો.

Oppo K10ની ભારતમાં સંભવિત કિંમત

રિપોર્ટ મુજબ, ભારતમાં Oppo K10ની કિંમત 20 હજાર રૂપિયાની રેન્જમાં હશે. ગયા વર્ષે મેમાં Oppo K9 5G સ્માર્ટફોનને 8GB RAM + 128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે CNY 1,899 (અંદાજે 22,800 રૂપિયા) અને 8GB + 256GB મોડલ માટે CNY 2,199 (અંદાજે 26,500 રૂપિયા)માં લોન્ચ કરવામાં આવ્યો હતો.

તો Oppo K9 Pro 5Gની શરૂઆત સપ્ટેમ્બરમાં 8GB RAM + 128GB ઓપ્શન માટે CNY 2,199 (અંદાજે 26,500 રૂપિયા) અને 12GB + 256GB વેરિયન્ટ માટે CNY 2,699 (અંદાજે 32,500 રૂપિયા)માં થઈ હતી.

આ પણ વાંચો: લૉન્ચિંગ પહેલા OnePlus Nord 2T ની કિંમત થઈ લીક, જોરદાર ફીચર્સ પણ આવ્યા સામે

Oppo K10ના સંભવિત સ્પેસિફિકેશન્સ

Oppo K10 સ્માર્ટફોન મીડિયાટેકના ડાયમેન્સિટી 8000 સિરીઝ પ્રોસેસરથી સજ્જ હોઈ શકે છે. નવી સિરીઝમાં ડાયમેન્સિટી 8000 અને ડાયમેન્સિટી 8100 મોડલનો સમાવેશ થાય છે. તે 168Hz સુધી ડિસ્પ્લેને સપોર્ટ કરે છે. આ પ્રોસેસર HDR10+ સપોર્ટ સાથે 4K વિડિયો રેકોર્ડિંગ અને 200 મેગાપિક્સલ કેમેરાને પણ સપોર્ટ કરે છે.

આ ફોન ગયા વર્ષે રજૂ કરવામાં આવેલ Oppo K9 5G સિરીઝનો વધુ સારો અપગ્રેડ પણ હોઈ શકે છે. Oppo K9 5Gમાં 6.43 ઇંચની ફુલ-એચડી+ ડિસ્પ્લે અને 90Hz રિફ્રેશ રેટ છે. તેમાં Qualcomm Snapdragon 768G પ્રોસેસર હતું. તો Oppo K9 Pro 5Gમાં 120Hz રિફ્રેશ રેટ સાથે 6.43 ઇંચની ફુલ-HD+ ડિસ્પ્લે, મીડિયાટેક ડાઈમેન્સિટી 1200 પ્રોસેસર, 12GB સુધી RAM અને 256GB સુધી સ્ટોરેજનો સમાવેશ થાય છે. બંને ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે.
First published:

Tags: Gujarati tech news, Mobile and Technology, Oppo, Smartphones

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો