Oppo K10 launched in India: Oppo K10 સ્માર્ટફોન બુધવારે ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો. K-સિરીઝનો કંપનીનો આ લેટેસ્ટ સ્માર્ટફોન 'Snapdragon 680' પ્રોસેસર ધરાવે છે, જે 8GB સુધીની રેમ સાથે જોડાયેલ છે. ફોનમાં 6.59 ઇંચની ડિસ્પ્લે 90Hz રિફ્રેશ રેટ સાથે છે. Oppo K10માં 5,000mAhની બેટરી છે, જે 33W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ફોનની સાથે કંપનીએ ભારતમાં Oppo Enco Air 2 ટ્રુ વાયરલેસ સ્ટીરિયો (TWS) ઇયરબડ્સ પણ લૉન્ચ કર્યા.
Oppo K10ની ભારતમાં કિંમત અને ઉપલબ્ધતા
Oppo K10ના 6GB RAM + 128GB સ્ટોરેજ મોડલની કિંમત 14,990 રૂપિયા છે. તેને 8GB + 128GB સ્ટોરેજ ઓપ્શનમાં પણ લાવવામાં આવ્યું છે, જેની કિંમત 16,990 રૂપિયા છે. આ સ્માર્ટફોન બ્લેક કાર્બન અને બ્લુ ફ્લેમ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ હશે. Oppo K10નું વેચાણ 29 માર્ચથી શરૂ થશે. તેને ફ્લિપકાર્ટ અને કંપનીના ઓનલાઈન સ્ટોર પરથી ખરીદી શકાય છે.
કંપની ફર્સ્ટ ડે એક્સક્લુઝિવ લોન્ચ ઓફર્સ પણ લાવી છે. જે મુજબ SBI બેંક ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ EMI ટ્રાન્ઝેક્શન પર 2,000 રૂપિયાનું ફ્લેટ ડિસ્કાઉન્ટ સામેલ છે. સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક કસ્ટમર પણ ક્રેડિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ EMI ટ્રાન્ઝેક્શન પર 1,000 રૂપિયાની છૂટ મેળવી શકે છે.
Oppo Enco Air 2 TWSની કિંમત 2,499 રૂપિયા છે. તેને વ્હાઇટ અને બ્લૂ કલર ઓપ્શનમાં વેચવામાં આવશે અને તે ફ્લિપકાર્ટ અને કંપનીના ઓનલાઇન સ્ટોર પરથી ખરીદી શકાય છે. આ TWSને જાન્યુઆરીમાં ચીનમાં લોન્ચ કરવામાં આવ્યા હતા.
Oppo K10 Specifications
ડ્યુઅલ-સિમ (નેનો) સ્લોટ સાથે આવતો Oppo K10 સ્માર્ટફોન એન્ડ્રોઇડ 11 પર ચાલે છે, જેના પર કંપનીના ColorOS 11.1નું લેયર છે. ફોનમાં 6.59 ઇંચની ફુલ-એચડી+ (1,080 x 2,412 પિક્સલ) ડિસ્પ્લે છે, જેનો રિફ્રેશ રેટ 90Hz છે. Oppo K10માં સ્નેપડ્રેગન 680 પ્રોસેસર છે અને 8GB સુધીની રેમ સાથે જોડાયેલ છે. ઓપ્પોનું કહેવું છે કે આ સ્માર્ટફોન રેમ એક્સપેન્શનને પણ સપોર્ટ કરે છે.
ફોનમાં ટ્રિપલ કેમેરા સેટઅપ છે, જેમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા, 2 મેગાપિક્સલનો બોકેહ કેમેરા અને 2 મેગાપિક્સલનો મેક્રો કેમેરા છે. લો લાઇટ ફોટોગ્રાફી માટે ફોનમાં નાઇટસ્કેપ મોડ પણ છે. ફ્રન્ટમાં 16 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે.
Oppo K10માં 128GB ઇન્ટરનલ સ્ટોરેજ છે, જેને SD કાર્ડ લગાવીને વધારી શકાય છે. કનેક્ટિવિટી ઓપ્શન્સ તરીકે તેમાં Wi-Fi, 4G LTE, બ્લુટૂથ V5, GPS/A-GPS અને 3.5mmનો ઓડિયો જેક છે. ફોનને IP54 રેટિંગ મળ્યું છે, જેનો અર્થ છે કે તે પાણી અને ધૂળના નુકસાનથી ઘણી હદ સુધી બચી શકે છે. Oppo K10માં 5,000mAhની બેટરી છે, તે 33W SuperVOOC ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોનનું વજન 189 ગ્રામ છે.
Oppo Enco Air 2 Specifications
Oppo Enco Air 2 TWS ઇયરફોનમાં 13.4mm કમ્પોઝિટ ટાઇટેનાઇઝ્ડ ડાયફ્રામ ડ્રાઇવર છે. તેમને IPX4 રેટિંગ મળ્યું છે, જેનો અર્થ છે કે આ ઇયરફોન પાણીના નુકસાનથી સુરક્ષિત રહે છે. તેમની સાથે બ્લૂટૂથ v5.2 કનેક્ટિવિટી છે, જે ગેમિંગ દરમિયાન લો-લેટન્સી આપે છે.
એન્ડ્રોઇડ યુઝર્સ HeyMelody એપનો ઉપયોગ કરીને આ ઇયરબડ્સને કંટ્રોલ કરી શકે છે. દાવો છે કે આ ઇયરફોન સિંગલ ચાર્જ પર ચાર કલાક સુધી ચાલે છે. દરેક ઇયરબડમાં 27mAh બેટરી છે, જ્યારે ચાર્જિંગ કેસમાં 440mAhની બેટરી છે. તેમની સાથે કુલ 24 કલાક સુધીના પ્લેબેક ટાઇમનો દાવો કરવામાં આવ્યો છે. ચાર્જિંગ કેસને USB Type-C પોર્ટ દ્વારા બે કલાકમાં ચાર્જ કરી શકાય છે, જ્યારે ઇયરબડ્સને ચાર્જ થવામાં 1.5 કલાક લાગે છે. Oppo Enco Air 2 ઇયરબડ્સનું વજન 3.5 ગ્રામ છે, જ્યારે ચાર્જિંગ કેસનું વજન 39.9 ગ્રામ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર