Home /News /tech /

Oppoના આ ફોનમાં છે ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર, આ દિવસે થશે લોન્ચ

Oppoના આ ફોનમાં છે ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર, આ દિવસે થશે લોન્ચ

કંપનીએ ગયા વર્ષે તેના ઘરેલુ બજારમાં આ ફોનને ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર અને 6 જીબી રેમ સાથે લોન્ચ કર્યો હતો.

કંપનીએ ગયા વર્ષે તેના ઘરેલુ બજારમાં આ ફોનને ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર અને 6 જીબી રેમ સાથે લોન્ચ કર્યો હતો.

    ચીનની નિર્માતા કંપની ઓપ્પો 6 ફેબ્રુઆરીના રોજ ભારતમાં ઓપ્પો Oppo K1ને લોન્ચ કરશે. જેની પુષ્ટિ ઇ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટે કરી છે. કંપનીએ આ ફોનનને ઘરેલૂ બજારમાં ઇન-ડિસ્પ્લે સેન્સર અને 6 જીબી રેમ સાથે લોન્ચ કર્યો હતો. જાણીએ આ સ્માર્ટફોનની સુવિધાઓ અને કિંમતો વિશે.

    Oppo K1 ની કિંમત
    જોકે, અત્યાર સુધી કિંમત વિશે કોઇ માહિતી મળી નથી, પરંતુ ચીનમાં લોન્ચ થયેલા સ્માર્ટફોનની કિંમતના આધાર પર ભારતમાં 16,900 રૂપિયા પ્રારંભિક કિંમતમાં લોન્ચ થઇ શકે છે.

    આ પણ વાંચો : Nokia 8.1ના 6GB વેરિએન્ટમાં એકસાથે યૂઝ કરી શકશો ફ્રન્ટ અને રિયર કેમેરો



    ચીનમાં લોન્ચ થયેલ ઓપ્પો કે1ના સ્પેશિફિકેશન વિશે વાત કરીએ તો કંપની તેને એન્ડ્રોઇડ 8.1 ઓરેયો સાથે ભારતમાં લોન્ચ કરી શકે છે. આ ઉપરાંત તેમા કલર ઓએસ 5.2 હોવાનું અપેક્ષિત છે. આ સાથે તેમા 6.4-ઇંચ સંપૂર્ણ એચડી + ડિસ્પેલે હોઇ શકે છે. જેમા 19.5: 9 એસ્પેક્ટ સ્ક્રીન હશે. આ ફોન ઓક્ટા-કોર ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 660 પ્રોસેસર છે. એવું માનવામાં આવે છે કે કંપની 4 જીબી + 6 જીબી રેમ સાથે આ ફોન લોન્ચ કરી શકે છે.

    આ પણ વાંચો: હવે આ નોકરી પણ માણસ પાસેથી લઇ લેશે Robot

    ફોટોગ્રાફી માટે કેમેરા વિશે વાત કરીએ તો ઓપ્પો કે 1ના પાછળના ભાગમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ હોઈ શકે છે, જેનુ પ્રાઇમરી સેન્સર 16 મેગાપિક્સલ છે અને સેકન્ડરી સેન્સર 2 મેગાપિક્સલનુ છે. સેલ્ફી માટે, તેમાં 25 મેગાપિક્સલનો ફ્રન્ટ કૅમેરો હોઈ શકે છે. કનેક્ટિવિટી માટે, 4 જી વૉલ્ટ, વાઇફાઇ 802.11 અને બ્લૂટૂથ જેવી સુવિધાઓ છે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Smart phone, ટેક ન્યૂઝ, ભારત, મોબાઇલ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन