Home /News /tech /

Oppo Find X5 Pro: લોન્ચ પહેલા જાણો Oppo Find X5 Proની કિંમત અને ફીચર્સ, તમારા બજેટમાં છે કે નહીં?

Oppo Find X5 Pro: લોન્ચ પહેલા જાણો Oppo Find X5 Proની કિંમત અને ફીચર્સ, તમારા બજેટમાં છે કે નહીં?

Oppoએ તાજેતરમાં Oppo reno 7 pro 5G લોન્ચ કર્યો છે. (Image- Oppo)

Oppo Find X5 Pro Launch Date: કહેવામાં આવી રહ્યું છે કે Oppo Find X5 Pro Android 12 પર બેસ્ડ ColorOS 12.1 પર કામ કરશે. આ ફોનમાં 6.7-ઇંચની QHD + AMOLED ડિસ્પ્લે છે. આ ડિસ્પ્લે 3216×1440 પિક્સલ અને 120Hz સુધી રિફ્રેશ રેટ સાથે આવશે.

    Oppo Find X5 Pro Launch Date: ઓપ્પો Find X સિરીઝનો નવો ફ્લેગશિપ સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. પરંતુ લોન્ચ પહેલા જ અપકમિંગ Oppo Find X5 Proની કિંમત અને સ્પેસીફિકેશન ઇન્ટરનેટ પર લીક થઈ ગયા છે. આ ઉપરાંત, Find X5 Proના કેટલાક રેન્ડર પણ લીક થયા છે, જે ડિઝાઇનની હિન્ટ આપે છે. કહેવાય છે કે નવા Oppo ફ્લેગશિપમાં સ્વીડિશ ફર્મ હેસલબ્લેડના સહયોગથી ડેવલપ કરવામાં આવેલ કેમેરા સિસ્ટમ મળશે. એવું લાગે છે કે Find X5 Pro સિવાય Oppo રેગ્યુલર Find X5 પર પણ કામ કરી રહ્યું છે. કોઈપણ ઓફિશિયલ અનાઉન્સમેન્ટ પહેલા ફાઇન્ડ X5ની ડિઝાઇનની હિન્ટ આપતા કેટલાક રેન્ડર પણ ઓનલાઈન જોવા મળ્યા હતા.

    ઉલ્લેખનીય છે કે, Oppo Find X3 ગયા વર્ષે લોન્ચ કરવામાં આવ્યો હતો. હવે આ સીરીઝમાં X5 ફોન લોન્ચ કરવામાં આવી રહ્યો છે.

    જર્મન બ્લોગ WinFuture.de એ Oppo Find X5 Pro વિશે ડિટેલ લીક કરી છે. સોર્સે કેટલાક કથિત Find X5 Pro રેન્ડર પણ શેર કર્યા છે, જે ફોનની ડિઝાઇન સિરામિક બ્લેક અને સિરામિક વ્હાઇટ કલરમાં દર્શાવે છે. એવું કહેવાય છે કે, આ ફોન બાર્સેલોનામાં મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ (MWC Barcelona)માં લોન્ચ કરવામાં આવશે.

    આ પણ વાંચો: આ છે સૌથી નબળા Password, 1 સેકન્ડમાં થઈ શકે છે Hack, ભૂલથી પણ ન કરો ઉપયોગ

    મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે Oppo Find X5 Pro Android 12 પર બેસ્ડ ColorOS 12.1 પર કામ કરશે. આ ફોનમાં 6.7-ઇંચની QHD + AMOLED ડિસ્પ્લે છે. આ ડિસ્પ્લે 3216×1440 પિક્સલ અને 120Hz સુધી રિફ્રેશ રેટ સાથે આવશે.

    કોર્નિંગ ગોરિલા ગ્લાસ

    Oppo Find X5 Pro સ્માર્ટફોનનું ડિસ્પ્લે લો-ટેમ્પરેચર પોલીક્રિસ્ટલાઇન ઓક્સાઇડ (LTPO) ટેક્નોલોજી અને કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ દ્વારા સુરક્ષિત કરવામાં આવી છે. આ ફોનમાં ઓક્ટા-કોર ક્વોલકોમ સ્નેપડ્રેગન 8 જેન 1 ચિપ સાથે 12GB LPDDR5X રેમ હોવાનું કહેવાય છે.

    આ પણ વાંચો: Instagramનો વધુ પડતો ઉપયોગ કરો છો? આ નવું ફીચર તમને અટકાવશે!

    Oppoના આ નવા ફોનના કેમેરાની વાત કરીએ તો તેમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ હશે, જેમાં બે 50-મેગાપિક્સલ સોની IMX776 સેન્સર આપવામાં આવ્યા છે. આમાંના એક સેન્સર ઊપર f/2.2 વાઇડ-એંગલ લેન્સ અને બીજા સેન્સરમાં f/1.7 લેન્સ છે. કેમેરા સેટઅપમાં 13 મેગાપિક્સલનો ટેલિફોટો શૂટર પણ લગાવવામાં આવ્યો છે. શાનદાર ફોટોગ્રાફી માટે MariSilicon X AI ચિપ ઇન્સ્ટોલ કરવામાં આવી છે.

    એવું કહેવામાં આવી રહ્યું છે કે Oppo Find X5 Proની કિંમત લગભગ એક લાખ રૂપિયા આસપાસ હોઈ શકે છે. આ ફોન 12GB + 256GB સ્ટોરેજ વેરિઅન્ટમાં લોન્ચ થશે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: 5G Smartphone, Gujarati tech news, Mobile and Technology, Oppo, સ્માર્ટફોન

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन