Home /News /tech /Oppo F21 Pro ભારતમાં થયો લોન્ચ, મળશે 8GB RAM, 33W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગ, જાણો કિંમત
Oppo F21 Pro ભારતમાં થયો લોન્ચ, મળશે 8GB RAM, 33W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગ, જાણો કિંમત
Oppo F21 Pro 4Gમાં ઘણી ખાસિયતો છે.
Oppo F21 Pro Series: ઓપ્પોનો લેટેસ્ટ મિડ-રેન્જ ફોન F21 Pro છે જે ઓર્બિટ લાઇટ, એયર જેસ્ચર, ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ જેવા ફીચર્સ સાથે આવે છે. આ એક 4GB મોડેલ છે, એટલે જો તમે 5G ફોન ખરીદવા ઇચ્છો છો, તો તમે Oppo F21 Proનો 5G વેરિયન્ટ જોઈ શકો છો.
Oppo F21 Pro Launched in India: ઓપ્પો (Oppo)એ ભારતમાં બે નવા સ્માર્ટફોન લોન્ચ કર્યા છે- Oppo F21 Pro અને Oppo F21 Pro 5G. બંને ફોન સાથે Oppo Enco Air 2 Pro TWS ઇયરબડ્સ પણ રજૂ કરવામાં આવ્યા છે. Oppo F21 Proને ભારતમાં 22,999 રૂપિયાની શરૂઆતી કિંમત સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. આ ઓપ્પોનો લેટેસ્ટ મિડ-રેન્જ ફોન છે જે ઓર્બિટ લાઇટ, એયર જેસ્ચર, ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ જેવા ફીચર્સ સાથે આવે છે. આ એક 4GB મોડેલ છે, એટલે જો તમે 5G ફોન ખરીદવા ઇચ્છો છો, તો તમે Oppo F21 Proનો 5G વેરિયન્ટ જોઈ શકો છો. પરંતુ, તેની કિંમત 25,000 રૂપિયાથી વધુ હશે.
બંને ફોનમાં વધુ તફાવત નથી. 4G મોડેલ સ્નેપડ્રેગન 680 SoCથી સજ્જ છે, જ્યારે Oppo F21 Proનો 5G એડિશન સ્નેપડ્રેગન 695 SoC સાથે આવે છે.
Oppo F21 Pro 4Gના સિંગલ 8GB + 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 22,999 રૂપિયા છે અને ગ્રાહક કોસ્મિક બ્લેક અને સનસેટ ઓરેન્જ કલર ઓપ્શનમાંથી પસંદ કરી શકે છે. બીજામાં વધુ પ્રીમિયમ લુક માટે ફાઇબરગ્લાસ-લેધર ડિઝાઇન છે.
5G- એનેબલ Oppo F21 Proના 8GB + 128GB કન્ફિગરેશન વાળા ફોનની કિંમત 26,999 રૂપિયા છે. ગ્રાહક કોસ્મિક બ્લેક અને રેન્બો સ્પેક્ટ્રમ શેડ્સ વચ્ચે પસંદગી કરી શકે છે.
Oppo F21 Proનું વેચાણ 15 એપ્રિલથી શરૂ થશે, જ્યારે Oppo F21 Pro 5Gનું વેચાણ 21 એપ્રિલથી શરૂ થશે. શરૂઆતી લોન્ચના ભાગ રૂપે, ગ્રાહકોને 10 ટકા બેંક કેશબેક મળશે અને તેઓ નો-કોસ્ટ EMI પેમેન્ટ ઓપ્શન પસંદ કરી શકે છે.
Oppo F21 Proમાં 6.4 ઇંચની ફુલ-એચડી + (1,080×2,400 પિક્સલ) AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે જે 90Hz રિફ્રેશ રેટ સપોર્ટ સાથે આવે છે. ફોનમાં એક ઓક્ટા-કોર ક્વલકોમ સ્નેપડ્રેગન 680 SoC છે જે 8GB RAM સાથે આવે છે. તે Android 12 પર બેસ્ડ ColorOS 12 પર પણ કામ કરે છે.
મળશે 64 મેગાપિક્સલ કેમેરા
કેમેરાની વાત કરીએ તો તેના રિયર કેમેરા સેટઅપમાં 64 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા અને બે 2-મેગાપિક્સલના સેન્સરનો સમાવેશ થાય છે. ફ્રન્ટ પર Oppo F21 Pro 32-મેગાપિક્સલ Sony IMX709 કેમેરા સેન્સર સાથે આવે છે.
અન્ય ફીચર્સ વિશે વાત કરીએ તો તેમાં ચાર્જિંગ માટે 128GB સ્ટોરેજ, 4G LTE, Wi-Fi 5, બ્લૂટૂથ અને એક USB Type-C પોર્ટનો સમાવેશ થાય છે. પાવર માટે ફોનમાં 4,500mAhની બેટરી આપવામાં આવી છે, જે 33W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર