ચીનની સ્માર્ટફોન નિર્માતા Oppoએ તાજેતરમાં જ ભારતીય બજારમાં Oppo F11 પ્રો સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો. તેનો પહેલો સેલ એટલે કે આજથી શરુ થઇ રહ્યો છે. આ ફોનને તમે ઇ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ અને એમેઝોન પરથી ખરીદી શકો છો. તેના 6 જીબી રેમ અને 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 24,990 રુપિયા છે. ફોન ખરીદનારા ગ્રાહકોને શાનદાર ઓફરનો લાભ મેળવી શકો છો.
આ રીતે ઉઠાવો ઓફરનો ફાયદો
જો તમારી પાસે એચડીએફસી બેન્કનું ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ હોય તો તમે OPPO F11 પ્રોને ઈએમઆઈ પર ખરીદી શકો છો, જેની સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે તેમા તમને 5 ટકાનું ડિસ્કાઉન્ટ મળશે. જો તમે ફોન ખરીદી કરવા માટે પેટીએમથી ચૂકવણી કરો છો તો તમને 3400 રુપિયાનું કેશબેક વાઉચર મળશે. જિયો યૂઝર્સને 3.2 ટીબી ડેટા ફ્રી માં મળશે. જો તમે પહેલો સેલ દરમિયાન ઓપ્પો એફ11 પ્રો સ્માર્ટફોન ખરીદો છો તો તેમા 180 દિવસ સુધી ફુલ ડેમેઝ પ્રોટેકશનનો લાભ મળશે.
ફોનની સૌથી મોટી ખાસિયત છે તેમાં આવનારો પૉપ-અપ સેલ્ફી કેમેરા. Oppo F11 Proના આ પૉપ-કેમેરાને Vivo V15 Pro અને Vivo Nexની જેમ જ આપવામાં આવશે. પૉપ-અપ સેલ્ફી કેમેરા આ ફોનને પ્રીમિયમ લૂક આપી રહ્યો છે.
Oppo F11 Proમાં રિયર કેમેરા સેટઅપની સાથે આવશે જેમાં 48 મેગાપિક્સલનો પ્રાઇમરી સેન્સર કેમેરા આપવામાં આવ્યો છે, જ્યારે સેકન્ડરી કેમેરા 12 મેગાપિક્સલનો રહેશે જે ઓછી લાઇટમાં પણ સારા ફોટો ક્લિક કરશે. સેલ્ફી માટે Oppoએ આ નવા સ્માર્ટફોનમાં 32 મેગાપિક્સલનો ફ્રન્ટ સેન્સર આપ્યુ છે.
ફોનમાં 6GB RAM અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજની સાથે આવે છે. પ્રોસેસરની વાત કરવામાં આવે તો, આ ફોનમાં હાઇ-એન્ડ મીડિયા ટેક ચિપસેટ આપવામાં આવ્યુ છે.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર