Home /News /tech /Oppo Smartphones Update: ઓપ્પોના ફોન થઈ જશે અપગ્રેડ, આવી ગયું ColorOS 12 બીટા વર્ઝન, મળશે આ નવા ફીચર્સ
Oppo Smartphones Update: ઓપ્પોના ફોન થઈ જશે અપગ્રેડ, આવી ગયું ColorOS 12 બીટા વર્ઝન, મળશે આ નવા ફીચર્સ
Android 12 પર આધારિત ColorOS 12 વર્ઝન ભારતમાં OPPO ડિવાઇસમાં અપડેટ થઈ રહ્યું છે.
Android 12 પર આધારિત ColorOS 12 વર્ઝન ભારતમાં OPPO ડિવાઇસમાં અપડેટ થઈ રહ્યું છે. 15 માર્ચથી ColorOS 12 બીટા વર્ઝન OPPO A53s 5G સ્માર્ટફોન પર ઉપલબ્ધ થશે. 29 માર્ચે OPPO Reno7 Pro 5G પર આ વર્ઝન ઉપલબ્ધ થશે.
Oppo Smartphones Update News: જો તમારી પાસે ઓપ્પોનો સ્માર્ટફોન (Oppo Smartphone) છે તો તમારા માટે એક મહત્વના સમાચાર છે. હવે તમને ઓપ્પો ફોનમાં એકદમ નવો અનુભવ મળવાનો છે. ઓપ્પો પોતાના સ્માર્ટફોનમાં નવું એન્ડ્રોઇડ 12 ઓએસ અપડેટ કરી રહ્યું છે. આ સાથે તમને ઘણાં નવા ફીચર્સ મળશે.
ઓપ્પોનું કહેવું છે કે Android 12 પર આધારિત ColorOS 12 બીટા વર્ઝનને તમામ ડિવાઇસમાં અપડેટ કરવામાં આવી રહ્યું છે. ઓપ્પો પોતાના યુઝર્સને હવે ColorOSના અપડેટ UI અને સર્વિસનો અનુભવ કરવાની પરવાનગી આપશે. તેમાં થ્રી-ફિંગર ટ્રાન્સલેશન, ફ્લેક્સડ્રોપ, પ્રાઇવેટ સિસ્ટમ અને અન્ય ફીચર્સ સામેલ છે. OPPOએ ગયા વર્ષે 11 ઓક્ટોબરે વૈશ્વિક સ્તર પર ColorOS 12 Updateને અનવીલ કર્યું હતું.
ColorOS 12માં તમને જૂના વર્ઝનની સરખામણીમાં ઘણાં તફાવત જોવા મળશે. લેટેસ્ટ અપગ્રેડ એક ક્લીન અને ઓર્ગેનાઈઝ્ડ UI સાથે આવે છે, જેમાં કન્ટેન્ટ વચ્ચે વધુ વ્હાઈટ સ્પેસ હોય છે. Oppoનું કહેવું છે કે તેણે ચોક્કસ UI ટેક્સ્ટ પ્રદાન કરવા માટે લેન્ગ્વેજ એક્સપર્ટ સાથે પણ કામ કર્યું છે. ColorOS 12 વધુ ભારતીય ભાષાઓને સપોર્ટ કરે છે. Oppoએ એનિમેશનમાં પણ ઘણું કામ કર્યું છે.
Android 12 પર આધારિત ColorOS 12 વર્ઝન ભારતમાં OPPO ડિવાઇસમાં અપડેટ થઈ રહ્યું છે. 15 માર્ચથી ColorOS 12 બીટા વર્ઝન OPPO A53s 5G સ્માર્ટફોન પર ઉપલબ્ધ થશે. 29 માર્ચે OPPO Reno7 Pro 5G પર આ વર્ઝન ઉપલબ્ધ થશે. OPPO F19 Pro અને OPPO F17 Pro સ્માર્ટફોનન પર 29 માર્ચથી નવું વર્ઝન અપડેટ મળશે અને ColorOS 12 બીટા વર્ઝન OPPO Reno4 Pro સ્માર્ટફોન પર 31 માર્ચથી અપડેટ મળશે.
ColorOS 12ના આ ફીચર્સ પણ છે ખાસ
Oppo ColorOS 12 એક નવા 3D અવતાર ફીચર સાથે આવે છે જેને Omoji કહેવાય છે. ઓમોજી કસ્ટમાઇઝ્ડ ઇમોજીની બ્રાન્ડનું ઈમ્પ્લીમેન્ટેશન કરે છે જે યુઝર્સ સ્પેસિફિક એનિમેટેડ અવતાર બનાવવા માટે તમારા ચહેરાના ડેટા અને અલ્ગોરિધમનો ઉપયોગ કરે છે જેનો ઉપયોગ ઇમોજીમાં થઈ શકે છે.
તેને યુઝર્સ કસ્ટમાઇઝ કરી શકે છે. હેન્ડસેટને સરળતાથી ચલાવવા માટે ColorOS 12 એ નવા શોર્ટકટ્સ પણ રજૂ કર્યા છે. આમાં એક નાની વિંડો પર સ્વિચ કરવા માટે એક ક્લિક, ફુલ સ્ક્રીન પર સ્વિચ કરવા માટે ડબલ ક્લિક અને સાઈઝને એડજસ્ટ કરવા માટે કોર્નર સ્ટ્રેચ કરવાનો ઓપ્શન છે. આ વર્ઝનથી યુઝર્સ એક હાથથી સ્માર્ટફોનને વધુ સારી રીતે મેનેજ કરી શકે છે. ColorOS 12માં ઓપ્પોનું ક્વોન્ટમ એનિમેશન એન્જિન છે જે સોફ્ટવેરમાં વધુ સારા એનિમેશન લાવે છે.
ColorOS 12માં Android 12ના ઘણાં ફીચર્સ સામેલ છે જેમ કે વોલપેપર આધારિત મટીરીયલ U થીમ. ColorOS 12 પર્સનલ કોમ્પ્યુટર સાથે કનેક્ટ થવાની પણ પરવાનગી આપે છે. જે યુઝર્સને તેમના PC અને તેમના ColorOS 12 ડિવાઇસ વચ્ચે સરળતાથી ડેટા ટ્રાન્સફર કરવાની પરવાનગી આપે છે. એક નવો સ્માર્ટ સાઇડબાર પણ છે જે યુઝર્સને ટ્રાન્સલેટ જેવા એલિમેન્ટ્સ સાથે મદદ કરશે. Oppo એ પણ દાવો કરે છે કે નવી સ્કીન નવા પ્રાઇવસી ડેશબોર્ડ સહિત એન્ડ્રોઇડ 12 માંથી તમામ સિક્યોરીટી અને પ્રાઇવસી ફીચર્સ લાવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર