Home /News /tech /

Oppo A7ની કિંમતમાં થયો ઘટાડો, હવે ખરીદો આટલામાં

Oppo A7ની કિંમતમાં થયો ઘટાડો, હવે ખરીદો આટલામાં

ડ્યુઅલ રિયર કેમેરા સાથે આવે છે Oppo a7

Oppo A7 ની કિંમતમાં ઘટાડો થયો છે. ગેજેટ્સ 360ને આ માહિતી મળી છે. ઓપ્પો એ 7 ના 3 જીબી રેમ વેરિયન્ટ રૂ,12,990 અને 4 જીબી રેમ મોડેલને 14,990 રૂપિયામાં ખરીદી શકો છો.

    Oppo A7 ની કિંમતમાં ઘટાડો થયો છે. ગેજેટ્સ 360ને આ માહિતી મળી છે. ઓપ્પો એ 7 ના 3 જીબી રેમ વેરિયન્ટ રૂ,12,990 અને 4 જીબી રેમ મોડેલને 14,990 રૂપિયામાં ખરીદી શકો છો. એક મહિના પહેલાં ઓપ્પો એ 7 ના 4 જીબી રેમ વેરિયન્ટની કિંમત રૂ. 15,990 રાખી હતી. ઓપ્પોએ ગયા વર્ષે નવેમ્બરમાં ભારતીય બજારોમાં ઓપ્પો એ 7 લોન્ચ કર્યો હતો. જાન્યુઆરી 2019માં તેનું 3 જીબી રેમ વેરિયન્ટ્સ લોન્ચ થયુ હતુ.

    Oppo એ 7ની નવી કિંમત

    ગ્રાહકો હવે ઓપ્પો એ 7 ના 3 જીબી રેમ વેરિયન્ટ્સ રૂ. 12,990 માં ખરીદી શકે છે અને તેનું 4 જીબી રેમ વેરિયન્ટ્સ 14,990 રૂપિયામાં ઉપલબ્ધ થશે.

    આ પણ વાંચો:  રજિસ્ટર્ડ મોબાઇલ નંબર ન હોય છતાં મિનિટોમાં બનાવો નવું AADHAAR કાર્ડ

    ઓપ્પોના એક પ્રવક્તાએ કહ્યું કે ઓપ્પોએ 26 એપ્રિલથી ઓપ્પો એ 7 ની કિંમત ઘટાડો નક્કી કર્યો છે. ગ્રાહકો હવે ઓપ્પો એ 7 ના 3 જીબી રેમ વેરિયન્ટ્સ રૂ. 12,990 મા ખરીદી શો છો અને તેનું 4 જીબી રેમ વેરિયન્ટ્સ 14,990 રૂપિયામાં ખરીદી શકાય છે. હેન્ડસેટને ઓછી કિંમતે ઓનલાઇન સાથે ઑફલાઇન માર્કેટમાં ઉપલબ્ધ છે.

    કિંમતની જાણકારી પહેલા મહેશ ટેલીકોમ દ્વારા આપવામાં આવી છે. હેન્ડસેટની નવી કિંમત એમેઝોન.in, ફ્લિપકાર્ટ અને પેટએમએમ પર ઉપલબ્ધ છે.

    Oppo એ 7 ની વિશિષ્ટતાઓ

    ઓપ્પો એ7 માં 6.2-ઇંચની પૂર્ણ એચડી ડિસ્પ્લે અને રિઝોલ્યુશન (720x1520) પિક્સેલ્સ છે. આ હેન્ડસેટની ટોપ કોર્નિંગ ગોરિલા ગ્લાસનું કોટિંગ છે અને 2.5 ડી કવર્ડ ગ્લાસ છે. OPPO A7 માં વોટર ડ્રોપ નોંચ છે. પ્રોસેસરની વાત કરીએ તો, તેમા સ્નેપડ્રેગન 450 પ્રોસેસર અને ગ્રાફિક્સ માટે એડ્રેનો 506 જીપીયુ છે. આ ફોન એન્ડ્રોઇડ 8.1 ઓરિઓ આધારિત કલર ઓએસ 5.2 પર કામ કરે છે.

    કેમેરાની વાત કરીએ તો, ઓપ્પો એ 7માં અર્પચર f/2.2 સાથે 13 મેગાપિક્સલ પ્રાઇમરી અને અર્પચર f/2.4 સાથે 2 મેગાપિક્સલ સેકન્ડરી સેન્સર ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ છે. ફોનમાં અર્પચર એફ/2.0 સાથે 16 મેગાપિક્સલનો ફ્રેન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. પાવર માટે ફોનમાં 4239mAh બેટરી છે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Mobile phone, Oppo a7, Smart phone, ટેક ન્યૂઝ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन