Home /News /tech /

Oppoના આ ફોન પર રૂપિયા 10 હજારનો થયો ઘટાડો

Oppoના આ ફોન પર રૂપિયા 10 હજારનો થયો ઘટાડો

Oppoના આ ફોન પર રૂપિયા 10 હજારનો થયો ઘટાડો

ઓપ્પોએ તેના Oppo A7 અને Oppo R17 Proની કિંમતમાં ઘટાડો કર્યો છે

    ન્યૂઝ18 ગુજરાતી: ચીનની સ્માર્ટફોન કંપનીએ તેના બે ફોનની કિંમતો ઘટાડી છે. ઓપ્પોએ તેના Oppo A7 અને Oppo R17 Proની કિંમતમાં ઘટાડો કર્યો છે. Oppo A7ના 4GB રેમ વેરિયન્ટની કિંમતમાં 1,000 રૂપિયા ઘટાડવામાં આવ્યા છે અને Oppo R17 Proની કિંમતમાં 10,000 રૂપિયા ઓછા કરવામાં આવ્યા છે.

    Oppo A7, Oppo R17 Proની નવી કિંમત

    એમેઝોન પર લિસ્ટિંગ પ્રમાણે, Oppo A7ના 4 જીબી રેમ વેરિયન્ટની કિંમત 13,990 રૂપિયા થઇ ગઇ છે. જ્યારે ppo R17 Proને 29,990 રૂપિયામાં વેચવામાં આવી રહ્યો છે. જણાવી દઇએ કે ઓપ્પો આર 17પ્રો 39,990 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો.

    Oppo R17 Proનું સ્પેસિફિકેશન

    ફોનમાં ડ્યુઅલ સિમ સપોર્ટની સાથે એન્ડ્રોઇડ ઓરિયો 8.1 આધારિત કલર OS 5.2 છે. ઉપરાંત આ ફોનમાં 6.4 ઇંચની ફૂલ એચડી પ્લસ એમોલેડ વોટર ડ્રોપ નોચ ડિસ્પ્લે છે. ડિસ્પ્લે પર કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 6નું પ્રોટેક્શન છે. ઓપ્પો આર 17 પ્રોમાં ક્વોલકોમનું સ્નેપડ્રેગન 710 પ્રોસેસર, 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ છે, જેને 256 જીબી સુધી વધારી શકાય છે.

    Oppo R17 Proનો કેમેરો

    ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા છે જેમાં એક કેમેરો 12 મેગાપિક્સલનો છે અને તેનો અપર્ચર /1.5 से f/2.4 છે. જ્યારે બીજો કેમેરો 20 મેગાપિક્સલનો છે જેનો અપર્ચર f/2.6 છે. ત્રીજો કેમેરો TOF 3D સ્ટેરિયો છે. ફ્રન્ટ કેમેરા 25 મેગાપિક્સલનો છે, જેનો અપર્ચર f/2.0 છે. કેમેરાની સાથે એઆઇ બ્યુટી મોડ પણ મળશે.

    આ પણ વાંચો: સેમસંગે ભારતમાં લોન્ચ કર્યુ વાયરલેસ ચાર્જર અને પાવરબેંક

    ઓપ્પો R17 Proની કનેક્ટિવિટી

    ઓપ્પો R17 Proમાં 4જી VoLTE, વાઇફાઇ, બ્લુટૂથ v5.0, જીપીએસ, યુએસબી ટાઇપ-સી ચાર્જિંગ અને 3700mAhની બેટરી છે. જેમાં સુપર VOOC ફ્લેશ ચાર્જિંગ મળશે. ફોન સાથે 50 વોટનું ચાર્જર મળશે, જે બેટરીને 10 મિનિટમાં 40 ટકા સુધી ચાર્જ કરશે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Cut, Price, ભારત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन