આ જોઇને આશ્ચર્ય થાય છે કે માત્ર થોડા જ વર્ષોમાં બજટ સ્માર્ટફોન્સની ટેકનોલોજી કેટલી આગળ વધી ગઈ છે. આની પહેલાં, તમે એક બહેતર ડિસ્પ્લે અને સંતોષજનક કૅમેરો મેળવવા પર સ્વયંને નસીબદાર માનતા હતા, પરંતુ હવે વસ્તુઓ બદલાઈ ગઈ છે, હાલમાં જ લૉંચ થયેલ OPPO A55 ની સુંદર ડિઝાઇન, વિશાળ 16.55 સેમીનું ડિસ્પ્લે, True50MP AI ટ્રિપલ કૅમેરા અને 18W ફાસ્ટ-ચાર્જિંગ, સાથે 5000mAh ની મોટી બેટરી સાથે બહેતર ફીચર્સ આપે છે જેની વાત જ અલગ છે. તેને ટોપ ઓફ કરવાથી, તમને માત્ર 15k માં તમને 4GBRAM અને 64GB સ્ટોરેજ મળે છે. થોડા વધારે પૈસા ખર્ચ કરીને 128GB નો સ્ટોરેજ વેરિએન્ટ પણ લઈ શકો છો.
4GB/64GB વેરિએન્ટને તમે પ્રમુખ રિટેલર્સ અને Amazon થી માત્ર પર અને 6GB/128GB વેરિએન્ટ 11 મી ઓક્ટોબરથી તમે કેટલીક શાનદાર ઑફર સાથે ખરીદી શકો છો.
આ સિવાય, અમે જણાવ્યું છે કે આ ફોનમાં 16 MP સેલ્ફી કૅમેરા, microSD કાર્ડ સ્લોટ, MediaTek Helio G35 ચિપસેટ, સ્માર્ટ બેટરી મેનેજમેન્ટ, IPx4 સ્પ્લેશ રેઝિસ્ટન્સ અને ઘણાં શાનદાર ફીચર્સ સામેલ છે!
ચાલો તેના શ્રેષ્ઠ ભાગ પૈકીનાં એકથી શરૂ કરીએ: કૅમેરા
ફોનમાં 50MP યુનિટનો પ્રાથમિક રીઅર કૅમેરો છે જે પિક્સેલ બિનીંગને સપોર્ટ કરે છે. આ ટેકનોલોજી ઘોંઘાટને ઓછું કરવામાં મદદ કરે છે અને વિશેષ રીતે ઓછા પ્રકાશમાં લીધેલ ફોટાની ક્વાલિટીમાં સુધારો કરે છે. આ રીતે તમે 12.5MP ની ઇમેજ મેળવી શકો છો જે તમને રેગ્યુલર 12MP સેન્સરથી લીધેલ ઇમેજ કરતાં વધુ સારી દેખાય છે. જો તમે આ સુવિધાનો ઉપયોગ નથી કરવા માંગતા તો તમે અલબત્ત, ફૂલ 50MP ઇમેજનો વિકલ્પ પસંદ કરી શકો છો. અમે રીઅર કૅમેરો ટેસ્ટ કર્યો છે અને પિક્ચરની ક્વાલિટી ખૂબ સરસ હતી, યદ્યપિ ઓછા પ્રકાશમાં /રાતમાં પણ લીધેલ ફોટોગ્રાફ્સની સ્પષ્ટતા પણ સરસ હતી.
પ્રાઇમરી રીઅર કૅમેરાને 2MP બોકેહ કૅમેરા અને 2MP મેક્રો કૅમેરા સપોર્ટ કરે છે. બોકેહ વિશે વાત કરીએ તો, OPPO A55 માં AI-પાવર્ડ સ્માર્ટ 50MP રીઅર કૅમેરાને પસંદગીના બોકેહ અને સબ્જેક્ટ અને બેકગ્રાઉન્ડ વચ્ચે સરળ ટ્રાન્ઝિશન સાથે શાનદાર પોટ્રેટ ઇમેજ લેવાની સુવિધા આપે છે. હું આ ડિવાઇસ સાથે વાસ્તવમાં કેટલીક રચનાત્મક બોકેહના ઇફેક્ટ વાળા પિક્ચર્સ સરળતાથી લઈ શકું છું.
આમાં એક નાઇટ મોડ પણ છે, જે બ્લર-ફ્રી લાંબા એક્સપોઝરની સુવિધા આપે છે આ ફીચર બીજા પ્રીમિયમ ફોનને પણ ટક્કર મારી શકે છે. નાઇટ મોડમાં HDR ફીચર એ આ ફોનની એક વધુ ખૂબી છે, આની મદદથી ફોન આશ્ચર્યજનક રીતે કુદરતી નાઇટ પોટ્રેટ માટે તમારા ચહેરા અને બેકગ્રાઉન્ડને અલગ-અલગ રીતે બતાવે છે. જેમ કે આ ડિવાઇસ સાથેના મારા રાતનાં સમયના કૅમેરાના અનુભવનો મેં પહેલાં ઉલ્લેખ કર્યો હતો, જે નિશ્ચિત રીતે આ ફોન શ્રેષ્ઠ છે તેની પુષ્ટિ કરે છે.
16 MP નો ફ્રન્ટ કૅમેરો સ્વયંમાં એક અચંબો છે, દિવસ હોય કે રાત બંને વખતે સ્પષ્ટ સેલ્ફી લે છે. અહીં વધુ AI ફીચર પણ મળે છે. ઘણાં ફિલ્ટર્સ અને મોડ્સ રિચ કલર અને અનન્ય ઇમેજ સ્ટાઇલ્સ પ્રદાન કરે છે જે સોશિયલ મીડિયા પર સરસ દેખાય છે! મેં મારી કેટલીક સેલ્ફી પર આ મોડનો ઉપયોગ કર્યો અને ફીચરે ખૂબ બહેતર રિઝલ્ટ આપ્યા.
આકર્ષક દેખાવ વાળો સ્ટાઇલિશ, સ્લિમ, આરામદાયક
સ્લિમ બોડી અને અનન્ય ડિઝાઇન
OPPO A55 વિશે આશ્ચર્યજનક વાત એ છે કે આ તમામ પાવર ચેસિસમાં પેક કરવામાં આવી છે જે ફક્ત 8.4 mm જેટલું પાતળું છે અને તેનું વજન કેવળ 193 ગ્રામ છે, અને તેમાં તમને 5,000 mAh ની બેટરી મળે છે.ફ્રંટ અને રીઅર પેનલ આ ફોનને ખૂબ જ સરળ અને પ્રીમિયમનો ફીલ આપે છે, અને ફ્રેમમાં સિલ્વર મેટેલિક પિગમેંટનો ઉપયોગ ડિવાઇસને એક સુંદર મેટેલિકની ચમક આપે છે. ચમકની વાત કરીએ તો, ખાસ કરીને તે રેઇનબો બ્લુ ફિનિશ (ફોન સ્ટારી બ્લેક રંગમાં પણ ઉપલબ્ધ છે) ને ચોક્કસ એક વાર જોવું જોઈએ. ઘણા લોકોએ મને ડિવાઇસ વિશે પૂછ્યું અને કિંમતને જોતા ડિઝાઇનની પ્રીમિયમ ક્વાલિટીથી ઘણાં ઇમ્પ્રેસ પણ થયા.
OPPO એ રીઅર ભાગમાં જે પણ જાદુ ઉમેર્યો છે, તે વાસ્તવમાં ખાસ અને જોવામાં શાનદાર છે. ફોનના પાછળના ભાગમાં મેઘધનુષી ચમક દેખાય છે જે લાઇટ સાથે મળીને આને વધુ સુંદર બનાવે છે. તે 3D ગ્લાસ અને CD-પેટર્ન સાથે રીઅર કૅમેરાના યુનિટની ચારેબાજુ બનેલ રિંગ્સને કારણે આ ફોન એકદમ સરસ દેખાય છે.
તે 16.55 સેમી LCD પેનલ અને પંચ હોલ કૅમેરા ફોનની ડિઝાઈનને આકર્ષક બનાવે છે. 5000mAh બેટરી
+ 18W ફાસ્ટ ચાર્જ -સ્માર્ટ ચાર્જ લો
આખા-દિવસ ચાલવા વાળી બેટરી (ઘણી વધારે), અને પરફોર્મન્સથી તમને નિરાશા નહીં થાય
આના સલીમ ચેસિસમાં લાગેલી 5,000mAh ની બેટરી સાથે, આ પાક્કું થઈ જાય છે કે તમારી બેટરી જલ્દી ડિસ્ચાર્જ નહીં થાય. પરંતુ જો તમારી બેટરી ડિસ્ચાર્જ થાય છે, તો પણ સુપર પાવર સેવિંગ મોડ અને સુપર નાઇટટાઇમ સ્ટેન્ડબાય જેવા ફીચર્સથી તમારી પાસે હજી પણ તમારા ગંતવ્ય સુધી પહોંચવા માટે અથવા તે જટિલ અલાર્મ મિસ થવાના ડર વગર સૂવા માટે પર્યાપ્ત બેકઅપ આપે છે. એક માધ્યમથી ભારે ઉપયોગ દરમિયાન, પણ આ ડિવાઇસ 2 દિવસ સુધી આરામથી ચાલ્યું અને બેટરીની ચિંતા વગર મારા મોટાભાગના કાર્યો પૂરા કરવામાં મને મદદ મળી.
જ્યારે તમને તમારા ફોનને ચાર્જ કરવાની આવશ્યકતા હોય, ત્યારે આ ડિવાઇસ18 W ફાસ્ટ-ચાર્જિંગને સપોર્ટ કરે છે અને તે તમને માત્ર 30 મિનિટમાં તમારી બેટરી લાઇફનો ત્રીજો હિસ્સો ચાર્જ કરી દેશે. એક ઓપ્ટિમાઇઝ્ડ નાઇટ ચાર્જિંગ મોડ અને ટેમ્પરેચર સેન્સરની બનાવટ એ ખાતરી કરે છે કે તમારી ચાર્જિંગની ટેવથી બેટરી જીવન પર કોઈ અસર ન થાય.
એકંદરે, એક મહાન ટેકનોલોજીનો અનુભવ
બેટરી-લાઇફ ઓપ્ટિમાઇઝેશન, શક્તિશાળી પ્રોસેસરથી લઈને આખા દિવસની આંખની સંભાળ અને સિસ્ટમ લેગ (ધીમું ચાલવું) અને બહેતર ફ્રેમ રેટ ઘટાડવા માટે ઘણાં ફીચર્સ વાળો આ ફોન ColorOS 11.1 નો ખૂબ આભાર કે ફોન દિવસભર સરળ અને પ્રતિક્રિયાશીલ કામ કરવાની સુવિધા આપે છે. FlexiDrop અને Google ટ્રાન્સલેટ માટે ત્રણ આંગળીના જેશ્ચર્સ જેવી સુવિધાઓ વપરાશકર્તાના બહેતર અનુભવમાં મદદ કરે છે, જેમ કે ગેમ ફોકસ મોડ્સ અને ગેમર્સ માટે સુવ્યવસ્થિત નોટિફિકેશન પણ આપે છે. OS મારા માટે ખૂબ જ સરળ અને આનંદદાયક અનુભવ આપે છે. વધારાની પ્રાઇવસી અને સુરક્ષા સુવિધાઓ તમારા સંવેદનશીલ ડોક્યુમેન્ટ્સ અને ઇમેજીસને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે, જેનાથી કોઈ વાતની ચિંતા રહેતી નથી અને મનની શાંતિ મળે છે.
ચુકાદો: એક તેજસ્વી કિંમતમાં એક તેજસ્વી ફોન
બજારમાં અન્ય કોઈ ફોન આવા પોકેટ-ફ્રેન્ડલી (ખિસ્સામાં મૂકવા માટે અનુકૂળ) આ કિંમતમાં આવા આકર્ષક સંયોજનો ઑફર કરતા નથી. 50MP AI ટ્રીપલ કૅમેરા અને 16 MP સેલ્ફી કૅમેરા એકલા પર્યાપ્ત હતા, પરંતુ અનન્ય ડિઝાઇન, AI સુવિધાઓ, વિશાળ બેટરી, ભવ્ય ડિસ્પ્લે, અને ઢગલાબંધ શાનદાર ફીચર્સને જોતાં, તેમાં કોઈ શંકા નથી કે OPPOA55 શાનદાર કિંમતમાં એક શાનદાર ફોન છે.
OPPO A55 બે વેરિએન્ટમાં ઉપલબ્ધ છે: 4+64GB વેરિએન્ટ હવે 15,490 રૂપિયામાં ઉપલબ્ધ થશે, જ્યારે 6+128GB મૉડલ 11 ઓક્ટોબરથી Amazon પર અને પ્રમુખ રિટેલ આઉટલેટ્સ પર 17,490 રૂપિયામાં ઉપલબ્ધ થશે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર