Home /News /tech /Oppo A5 નું 64GB સ્ટોરેજ વેરિએન્ટ ભારતમાં લોન્ચ

Oppo A5 નું 64GB સ્ટોરેજ વેરિએન્ટ ભારતમાં લોન્ચ

Oppo A5 32 GB સ્ટોરેજ પહેલેથી જ ઉપલબ્ધ છે અને હાલ તેની કિંમત ઘટાડો થયો છે.

Oppo A5 32 GB સ્ટોરેજ પહેલેથી જ ઉપલબ્ધ છે અને હાલ તેની કિંમત ઘટાડો થયો છે.

ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની Oppoએ ભારતમાં તેનો જૂનો સ્માર્ટફોન Oppo A5ના 64GB વેરિએન્ટને ભારતમાં ઉતાર્યુ છે.ઓપ્પો એ 5નું આ નવું વર્ઝન ઑફલાઇન સ્ટોરમાંથી ખરીદી શકાય છે. આ ઉપરાંત આ ફોનનું વેચાણ આગામી અઠવાડિયે ઓનલાઇન સ્ટોરથી શરૂ થશે. Oppo A5 32 GB સ્ટોરેજ પહેલેથી જ ઉપલબ્ધ છે અને હાલ તેની કિંમત ઘટાડો થયો છે. ઓપ્પો એ5ને ગયા વર્ષે ઓગસ્ટમાં ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો હતો.

Oppo એ 5ની કિંમત

ઓપ્પો એ 5 ની 64 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ભારતમાં રૂ.12,990 છે. આ ફોનના 32 જીબી સ્ટોરેજ વેરિઅન્ટને 11,990 રૂપિયામાં ખરીદી શકાય છે.

ઓપ્પો એ 5 ની વિશિષ્ટતાઓ

આ ફોનમાં ડ્યુઅલ સિમ સપોર્ટ છે, એન્ડ્રોઇડ ઓરીયો 8.1 અને 6.2 ઇંચ એચડી પ્લસ ડિસ્પ્લે છે, જે 720x1520 પિક્સેલ્સ છે અને તેનો ગુણોત્તર રેશિયો 19: 9 છે. ડિસ્પ્લે પર 2.5 ડી ક્વાડ ગ્લાસ પ્રોટેકશન પણ છે. આ ઉપરાંત ફોનમાં 1.8 ગીગાહર્ટ્ઝ ક્વાલકોમ સ્નેપડ્રેગન 450 પ્રોસેસર છે. ગ્રાફિક્સ માટે એડ્રેનો 506 જી.પી.યુ, 4 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજ છે જે વધારીને 256 જીબી કરી શકાય છે.



Oppo એ 5નો કેમેરો

આ ફોનમાં ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ છે જેમાં 13 મેગાપિક્સલનો કેમેરો છે અને તેની એપરચર એફ / 2.2 છે. અન્ય બીજોલેન્સ 2 મેગાપિક્સલનો એફ / 2.4 અર્પચર છે. ફ્રન્ટ કૅમેરો 8 મેગાપિક્સલનો છે, જેમા બ્યૂટી મોડ અને ફેસ અનલૉક છે. બંને કેમેરા સાથે ફ્લેશ લાઇટ મળશે.

કનેક્ટિવિટી વિશે વાત કરીએ તો તેની પાસે 4230 એમએચ બેટરી છે જે ઝડપી ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ઉપરાંત, ફોનમાં 4 જી વૉલ્ટ, વાઇ-ફાઇ, બ્લૂટૂથ વી 4.2, જીપીએસ / એ-જીપીએસ, માઇક્રો યુએસબી અને 3.5 એમએમ હેડફોન જેક છે.
First published:

Tags: Smarphone, ટેક ન્યૂઝ, મોબાઇલ