Home /News /tech /

સસ્તો થઇ ગયો Oppoનો આ શાનદાર સ્માર્ટફોન, જાણો નવી કિંમત

સસ્તો થઇ ગયો Oppoનો આ શાનદાર સ્માર્ટફોન, જાણો નવી કિંમત

Oppo ના સ્માર્ટફોનમાં નંબરને બ્લોક કરવા માટે સેટિંગ એપ ખોલો. અહીં કોલ્સ ઓપ્શન આવશે તેને સિલેક્ટ કરો. પછી અહીં બ્લોક લિસ્ટ ઓપશનને સિલેક્ટ કરો. અહીં પ્લનનું નિશાન દેખાશે તેની પર ક્લિક કરો. અહીં તમે નંબર મેન્યુઅલી પણ ભરી શકો છો અને ફોનમાં પહેલાથી હાજર નંબરને સિલેક્ટ કરીને પણ તેને બ્લોક કરી શકો છો.

જાણો કેટલી ઓછી કિંમતમાં Oppo A3s થઇ શકે છે તમારો.

    ઓપોએ તેમનો સ્માર્ટફોન Oppo A3s ની કિંમતમાં 1,000 રૂપિયાનો ઘટાડો કરી દીધો છે. ગ્રાહકો હવે આ ફોનને 8,990 રૂપિયામાં ખરીદી શકે છે. મુંબઈમાં મહેશ ટેલિકોમે ટ્વીટ કરી જાણકારી આપી છે કે 2 જીબી / 16 જીબીની કિંમતમાં ઘટાડો થયો છે. હકીકતમાં, કંપનીએ તેમના આ ફોનને જુલાઈમાં 10,990 રુપિયામાં લોન્ચ કર્યો હતો.

    લોન્ચના ત્રણ મહિના પછી, ઓક્ટોબરમાં કંપનીએ 2 જીબી અને 16 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ્સની કિંમતમાં 1000 રુપિયાનો ઘટાડો કર્યો હતો, ત્યારબાદ આ ફોન 9,990 રૂપિયામાં વેચવા માટે ઉપલબ્ધ થયો હતો. પરંતુ હવે તમે તેને રૂ. 8,990 મા ખરીદી શકો છો.

    Oppo A3sની વિશિષ્ટતાઓ

    તેમાં 6.2-ઇંચની એચડી + ડિસ્પ્લે છે. આ ફોન ડ્યુઅલ સિમ સપોર્ટ સાથે આવશે. ફોન એન્ડ્રોઇડ 8.1 ઓરિઓના પર આધારિત કલર ઓએસ 5.1 પર કામ કરશે. આ ઉપરાંત, તેમાં 1.8 ગીગાહાર્ટ્ઝ ક્લોક સ્પીડની ઓક્ટા-કોર ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 450 પ્રોસેસર છે. આ ફોન 2 જીબી અને 3 જીબી રેમ વેરિયન્ટ્સમાં ઉપલબ્ધ છે.



    કેમેરા વિશે વાત કરીએ તો, તેમા ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ છે. પ્રાઇમરી કેમેરા 13 મેગાપિક્સલનો છે અને સેકન્ડરી કેમેરો 2 મેગાપિક્સલનો છે, જે LED ફ્લેશ લાઇટ સાથે આવશે. સેલ્ફી માટે, તેમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કૅમેરો છે. કનેક્ટિવિટી માટે, 4 જી વોએલટીઇ, વાઇફાઇ, બ્લૂટૂથ, જીપીએસ / એ-જીપીએસ, માઇક્રો-યુએસબી અને 3.5 એમએમ હેડફોન જેવા ફિચર્સ છે, જેમાં ફોન પાવર આપવા માટે 4230 એમએએચની બેટરી છે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Mobile india, Oppo a3s, Smart phone, ટેક ન્યૂઝ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन