સસ્તા થયા Oppoના આ બે સ્માર્ટફોન, આટલી છે કિંમત

કંપનીએ 2 જીબી રેમ ધરાવતા oppoA1k અને Oppo A5s ની કિંમતમાં ઘટાડો કર્યો છે. આ સ્માર્ટફોનની બેટરી અને કેમેરા ફિચર્સ શ્રેષ્ઠ છે.

News18 Gujarati
Updated: June 13, 2019, 9:22 AM IST
સસ્તા થયા Oppoના આ બે સ્માર્ટફોન, આટલી છે કિંમત
oppoA1k અને Oppo A5s ની કિંમતમાં ઘટાડો કર્યો.
News18 Gujarati
Updated: June 13, 2019, 9:22 AM IST
જ્યાં એક તરફ રોજ રોજ નવા નવા ફોન લોન્ચ કરી રહી છે ત્યાં સ્માર્ટફોન બનાવતી ચીની કંપની ઓપ્પોએ ભારતમાં તેમના એ સીરીઝના બે ફોનની કિંમતમાં ઘટાડો કર્યો છે. કંપનીએ 2 જીબી રેમ ધરાવતા oppoA1k ની કિંમતમાં 500 રૂપિયા તો 2 જીબી અને 3 જીબી રેમ ધરાવતા Oppo A5s ની કિંમતમાં એક હજાર રૂપિયા ઘટાડ્યા છે. આ સ્માર્ટફોનની નવી પ્રાઈઝ પહેલેથી જ એમેઝોન ઇન્ડિયા પર લિસ્ટ થયેલ છે.

હવે શું છે કિંમત

કિંમતમાં ઘટાડા બાદ Oppo A1K ને 7990 રૂપિયામાં ખરીદી શકાય છે. પહેલા તેની કિંમત 8490 રૂપિયા હતી. ત્યાં 2 જીબી રેમ ધરાવતા Oppo A5s ની કિંમત 8990 રૂપિયા છે તે પહેલા તેની કિંમત 9990 રૂપિયા હતી. તેવી જ રીતે Oppo A5s ના 3 જીબી રેમ વેરિયન્ટને હવે 9990 રૂપિયામાં ખરીદી કરી શકો છો. પહેલા તેની કિંમત 10,990 રૂપિયા હતી.



Oppo A1Kની સુવિધા

આ ફોનને એપ્રિલમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ સ્માર્ટફોનમાં વૉટરડ્રોપ નોચ સાથે 6.1 ઇંચની એલસીડી ડિસ્પ્લે આપવામાં આવી છે. કેમેરોની વાત કરીએ તો તેમાં 8 મેગાપિક્સેલનો રિયર કેમેરો અને સેલ્ફી માટે સ્માર્ટફોનના ફ્રન્ટમાં 5 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે. સ્માર્ટફોનમાં મીડિયા ટેક હેલ્લો પી 22 પ્રોસેસર અને 2 જીબી ની RAM છે. ફોનમાં 32GB સ્ટોરેજ છે, જે માઇક્રો એસડી કાર્ડથી વધારી શકાય છે. Oppo A1K ની બેટરી ગુણવત્તા ખૂબ સારી છે. તેમાં 4,000 એમએચની બેટરી આપવામાં આવી છે. આ સ્માર્ટફોન ColorOS 6.0 સાથે એન્ડ્રોઇડ 9 પાઇ ચાલે છે.
Loading...



Oppo A5sની વિશેષતાઓ

આ ફોનને ભારતમાં એપ્રિલમાં લોન્ચ કરવામાં આ્યો હતો, આ સ્માર્ટફોનના રિયરમાં ડ્યૂએલ કેમેરા સેટઅપ છે. ફોનની બેકમાં 13 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો આપવામાં આવ્યો છે, જ્યારે બીજો કેમેરો 2 મેગાપિક્સલનો છે. તેનું રેઝોલ્યુશન 720x1520 પિક્સેલ છે. આ સ્માર્ટફોનમાં 6.2 ઇંચની એચડી + ઇન-સેલ ડિસ્પ્લે છે. સ્માર્ટફોનમાં મીડિયાટેક હેલેયો પી 35 પ્રોસેસર અને 4 જીબી સુધી રેમ આપવામાં આવી છે. સેલ્ફી માટે ફ્રન્ટમાં 8 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે.
First published: June 13, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...