Oppo Reno 7 series: ઓપ્પો 7 સિરીઝના ત્રણ દમદાર ફોન લૉંચ, જાણો કિંમત અને ફીચર વિશે
Oppo Reno 7 series: ઓપ્પો 7 સિરીઝના ત્રણ દમદાર ફોન લૉંચ, જાણો કિંમત અને ફીચર વિશે
ઓપ્પો 7 સિરીઝ લૉંચ.
Oppo 7 series launched: ગુરુવારે ચીનમાં લોંચ કરવામાં આવેલા ઓપ્પો 7 સિરીઝના ત્રણ સ્માર્ટપોનમાં Oppo Reno 7 5G, Oppo Reno 7 Pro 5G અને Reno 7 SE 5Gનો સમાવેશ થાય છે.
નવી દિલ્હી: ગુરુવારે ઓપ્પો રેનો 7 સિરીઝ લૉંચ કરવામાં આવી હતી. આ સિરીઝમાં કુલ ત્રણ સ્માર્ટફોન લૉંચ કરવામાં આવ્યા છે. જેમાં Oppo Reno 7 5G, Oppo Reno 7 Pro 5G અને Reno 7 SE 5Gનો સમાવેશ થાય છે. આ ત્રણેય ફોનમાં AMOLED ડિસ્પ્લે આવે છે. આ ત્રણેય સ્માર્ટફોન ફ્લેટ-એડ્જ ફ્રેમ સાથે આવે છે, જે તાજેતરમાં લૉંચ થયેલા આઈફોનમાં આવે છે. ઓપ્પોએ રજૂ કરેલા ત્રણેય ફોનની કિંમત અને ખાસિયત અંગે જાણીએ.
લૉંન્ચિંગ વખતે આપવામાં આવેલી માહિતી પ્રમાણે Oppo Reno 7 5G અને Oppo Reno 7 Pro 5G ફોન ચીનમાં ત્રીજી ડિસેમ્બરથી વેચાણ માટે ઉપલબ્ધ બનશે. જ્યારે Reno 7 SE 5G 17મી ડિસેમ્બરથી બજારમાં ઉપલબ્ધ બનશે. આ ત્રણેય ફોન મોર્નિંગ ગોલ્ડ, સ્ટાર રેઇન વિશ અને સ્ટેરી નાઇટ બ્લેક કલરમાં આવે છે.
- આ સ્માર્ટફોન એન્ડ્રોઈ 11 સાથે ColorOS 12 પર ચાલશે.
- 6.43 ઇંચ ફૂલ-HD+ AMOLED ડિસ્પ્લે, 90Hz રિફ્રેશ રેટ.
-પ્રોસેસર: MediaTek Dimensity 900 SoC
- રેમ: 8GB LPDDR4x RAM
-કેમેરા: પાછળની બાજુએ ત્રણ કેમેરા. જેમાં પ્રાઇમરી સેન્સર 48 મેગાપિક્સલનો છે. ફોનમાં બીજો એક મેગા પિક્સલનો એક વાઇડ એંગલ શૂટર અને 2 મેગા પિક્સલનો માઇક્રો શૂટર આપવામાં આવ્યા છે.
- સેલ્ફી માટે ફોનમાં 16 મેગા પિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે.
- બેટરી: 4,500mAh, ફોનમાં ટાઇપ-સી ચાર્જર સપોર્ટ કરશે. 33W ફાસ્ટ ચાર્જર સપોર્ટ.
- ફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગપ્રિન્ટ સેન્સર હશે.
આ સ્માર્ટફોન ચીન બહાર ક્યારે લોંચ કરવામાં આવશે તેની કોઈ જ માહિતી હાલ ઉપલબ્ધ નથી. ઉપર આપવામાં આવેલી કિંમત ચીનના ચલણ પરથી ભારતીય ચલણમાં કન્વર્ટ કરીને આપવામાં આવી છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર