Home /News /tech /

વનપ્લસે રજૂ કર્યો 5G સ્માર્ટફોન, જાણો આમાં શું હશે ખાસ

વનપ્લસે રજૂ કર્યો 5G સ્માર્ટફોન, જાણો આમાં શું હશે ખાસ

વનપ્લસે તેને પહેલો 5G સ્માર્ટફોન રજૂ કર્યો છે

મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસમાં ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની વનપ્લસે તેને પહેલો 5G સ્માર્ટફોન રજૂ કર્યો છે

    ન્યૂઝ18 ગુજરાતી: બાર્સિલોનામાં ચાલી રહેલી મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસમાં ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની વનપ્લસે તેને પહેલો 5G સ્માર્ટફોન રજૂ કર્યો છે. આ દરમિયાન ફોનની એક ઝલક તો જોવા મળી, પરંતુ આ ફોન એક મોટા કવરમાં ઢંકાયેલો હતો. આથી આ 5Gની ડિસ્પ્લે અને ડિઝાઇન અંગે કોઇ જાણકારી મળી નથી.એક રિપોર્ટ દ્વારા મળતી માહિતી પ્રમાણે, આ ફોન પ્રોટોટાઇપ સ્માર્ટફોન છે અને આમાં ક્વાલકોમ સ્પેનડ્રેગન 855 પ્રોસેસર અને 5જી કનેક્ટિવિટી માટે સ્નેપડ્રેગન એક્સ 50 5જી મોડલ છે.

    જોકે, કંપનીએ આ વાતની જાણકારી ગયા વર્ષે ડિસેમ્બરમાં આપી હતી અને કંપનીએ કહ્યું હતું કે, તેના જૂના વેરિએન્ટવાળા ફોનને 200થી 300 ડોલર મોંઘું કરશે. ત્યાં જ કંપનીએ આ મહિનાની શરૂઆતમાં માહિતી આપી હતી કે, તે ક્વાલકોમ સાથે મળીને 5G સ્માર્ટફોન પ્રોટોટાઇપને MWC 2019માં રજૂ કરશે. આવામાં કંપનીએ તેનો 5G સ્માર્ટફોન રજૂ કર્યો છે.

    ત્યાં જ કંપનીએ 5G ક્લાઉડ ગેમિંગની સેટિંગ્સ પણ શોકેસ કરતાં જણાવ્યું કે, યુઝર્સને ગેમ રમવા માટે સ્માર્ટફોન અને ગેમપેડની પણ જરૂર છે. જેમાં ક્વાલકોમના સ્પેનડ્રેગન ઇલાઇટ ગેમિંગ ફીચર્સ અને ઓપ્ટિમાઇઝેશનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. OnePlus પહેલી એવી કંપની છે, જેમાં સ્પેનડ્રેગન 855નો ઉપયોગ થયો છે.

     આ પણ વાંચો: આ સ્માર્ટફોનને ઘડિયાળની જેમ હાથ પર બાંધી શકાશે, જાણો કિંમત

    હાલમાં જ પીટ લાઉએ ટ્વિટ કર્યું હતું કે, દુનિયાના પહેલાં 5Gને એક પ્રોટોટાઇપ ડિવાઇસના નોન-સ્ટેન્ડઅલોન 5G નેટવર્ક સાથે કનેક્ટ કરવામાં આવ્યું છે. જેમાં TE b7 + 5G NR n78 એર ઇન્ટરફેસનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: First look, Mwc 2019

    આગામી સમાચાર