Home /News /tech /દુનિયામાં સૌથી વધારે ગેમર્સ બેઝમાં ભારત બીજા નંબરે, 40 કરોડ ગેમિંગના શોખીન
દુનિયામાં સૌથી વધારે ગેમર્સ બેઝમાં ભારત બીજા નંબરે, 40 કરોડ ગેમિંગના શોખીન
Gaming In India: દુનિયામાં બીજા ક્રમનો સૌથી મોટો ગેમર્સ બેઝ ભારતમાં. ભારતનું ગેમિંગ ક્ષેત્ર અગાઉના $2.6 બિલિયનથી 2027માં લગભગ ચાર ગણું વધીને $8.6 બિલિયન થઈ જશે.
Gaming In India: દુનિયામાં બીજા ક્રમનો સૌથી મોટો ગેમર્સ બેઝ ભારતમાં. ભારતનું ગેમિંગ ક્ષેત્ર અગાઉના $2.6 બિલિયનથી 2027માં લગભગ ચાર ગણું વધીને $8.6 બિલિયન થઈ જશે.
Gaming In India: એક નવા રિપોર્ટ અનુસાર, ભારત 396.4 મિલિયન ગેમર્સ (Gamers) સાથે હવે વિશ્વમાં બીજા નંબરનો સૌથી મોટો ગેમર બેઝ (Gamer Base) ધરાવે છે. આ ડેટા માર્કેટ રિસર્ચ ફર્મ નિકો પાર્ટનર્સ દ્વારા પૂરા પાડવામાં આવ્યો છે. આ ડેટા અનુસાર, ટોચના 10 એશિયન દેશોની યાદીમાં ભારત (India) હવે તમામ ગેમર્સમાં 50.2 ટકા છે.
'ધ એશિયા-10 ગેમ્સ માર્કેટ' શીર્ષકવાળા રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, "ભારત તેની આવકમાં 21 ટકાના 5-વર્ષના વૃદ્ધિ દર સાથે સૌથી ઝડપથી વિકસતું બજાર પણ છે."
નિકો પાર્ટનર્સ અનુસાર, એશિયા-10 PC અને મોબાઇલ ગેમ માર્કેટ 2022માં 35.9 બિલિયન ડોલર જનરેટ કરશે, જે 2026માં 41.4 બિલિયન ડોલર સુધી પહોંચશે.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, "ગેમર્સ આવક કરતાં વધુ ઝડપી દરે વધી રહ્યા છે. નિકો પાર્ટનર્સ અનુસાર, એશિયા-10 PC અને મોબાઇલ ગેમર્સ 2022માં કુલ 788.7 મિલિયન હશે, જે 2026માં 1.06 બિલિયન સુધી પહોંચશે".
ઉલ્લેખનીય છે કે, ભારત, થાઈલેન્ડ અને ફિલિપાઈન્સ એ ગેમ્સની આવક અને ગેમર્સની સંખ્યા માટે સૌથી ઝડપથી વિકસતા બજારો છે.
અહેવાલ અનુસાર, જાપાન અને કોરિયા એશિયા-10 ક્ષેત્રમાં સૌથી વધુ પરિપક્વ બજારો છે, જે આવકના 77 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે.
સ્ટાફિંગ ફર્મ ટીમલીઝ ડિજિટલના અહેવાલ મુજબ, ભારતમાં ગેમિંગ ઈન્ડસ્ટ્રીમાં 20-30 ટકા વૃદ્ધિ થવાની ધારણા છે અને આગામી નાણાંકીય વર્ષ સુધીમાં 1 લાખથી વધુ ડાયરેક્ટ અને ઈન્ડાયરેક્ટ નવી નોકરીઓ ઉમેરાશે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે ગેમિંગ સેક્ટરમાં પ્રત્યક્ષ રીતે કાર્યરત 50,000 લોકોમાંથી 30 ટકામાં માત્ર પ્રોગ્રામર્સ અને ડેવલપર્સનો સમાવેશ થાય છે. પરંતુ આગામી થોડા મહિનામાં તેમાં ફેરફાર થઈ શકે છે અને સેક્ટર ટેસ્ટિંગ, એનિમેશન, આર્ટિસ્ટ અને અન્ય ભૂમિકાઓ જેવી નવી નોકરીઓનો ઉમેરો થશે.
ભારતનું ગેમિંગ સેક્ટર 8.6 બિલિયન ડોલર રહેશે
ગેમિંગ-ફોકસ્ડ વેન્ચર કેપિટલ Lumikai દ્વારા આ મહિનાની શરૂઆતમાં બહાર પાડવામાં આવેલા અહેવાલમાં જણાવ્યું છે કે ભારતનું ગેમિંગ ક્ષેત્ર અગાઉના $2.6 બિલિયનથી 2027માં લગભગ ચાર ગણું વધીને $8.6 બિલિયન થઈ જશે.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર