આ દેશમાં બાળકોને ઑનલાઇન ગેમિંગની લત છોડાવવા ઉઠાવ્યું આ પગલું

News18 Gujarati
Updated: November 8, 2019, 12:09 PM IST
આ દેશમાં બાળકોને ઑનલાઇન ગેમિંગની લત છોડાવવા ઉઠાવ્યું આ પગલું
નવા કાયદા મુજબ બાળકોએ તેમના નામથી ઑનલાઇન ગેમિંગ (Online Video Games) માટે નોંધણી કરાવવી પડશે.

નવા કાયદા મુજબ બાળકોએ તેમના નામથી ઑનલાઇન ગેમિંગ (Online Video Games) માટે નોંધણી કરાવવી પડશે.

  • Share this:
ઑનલાઇન ગેમિંગ (Online Video Games) અને ઇન્ટરનેટ રમતોના વધતા જતા વ્યસનથી પરેશાન આ દેશે એક નવો કાયદો લાગુ કર્યો છે. આ હેઠળ હવે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો 90 મિનિટ એટલે કે દોઢ કલાકથી વધુ ઑનલાઇન વીડિયો ગેમ્સ રમી શકતા નથી. બાળકો માટે આ 90 મિનિટનો ઉપયોગ કરવાનો સમય પણ સવારે 8 થી રાત્રે 10 વાગ્યા સુધી નક્કી કરાયો છે. રાત્રે 10 વાગ્યા પછી અને સવારે 8 વાગ્યા પહેલાં ઑનલાઇન વીડિયો ગેમ્સ રમવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આ નિયમ આ અઠવાડિયામાં લાગુ કરવામાં આવ્યો છે.

ચીન એ વિશ્વના સૌથી મોટા ઑનલાઇન ગેમિંગ બજારોમાંનું એક છે. ચીનના અધિકારીઓના જણાવ્યા અનુસાર ઑનલાઇન ગેમિંગ પરના બાળકોના ખર્ચ અંગે પણ રેશન આપવામાં આવ્યું છે. 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો ઑનલાઇન ગેમિંગ પર દર મહિને 29 ડોલર, એટલે કે 2030 રૂપિયા ખર્ચ કરી શકે છે. જ્યારે 16 થી 18 વર્ષની ઉંમરનાં કિશોર માટે આ રકમ દર મહિને 4060 રૂપિયા જેટલી નક્કી કરવામાં આવી છે.ચીનમાં નવા કાયદા મુજબ બાળકોએ તેમના વાસ્તવિક નામથી ઑનલાઇન ગેમિંગ માટે નોંધણી કરાવવી પડશે. બાળકોએ તેમના ઍકાઉન્ટ, ફોન નંબર અને ઓળખ કાર્ડની સંપૂર્ણ વિગતો સોશિયલ મીડિયા વીચેટ પર દાખલ કરવાની રહેશે.

અધિકારીઓ દાવો કરે છે કે ઑનલાઇન ગેમિંગ વ્યસન બાળકોના સ્વાસ્થ્યને અસર કરે છે. આને કારણે બાળકોની આંખો વધુને વધુ નબળી પડી રહી છે. યુવાઓ પર વીડિયો ગેમ્સની અસરને કારણે ચીન સતત વિરોધ કરે છે. ચીનની સરકારે 2018માં ગેમિંગ રેગ્યુલેટરની રચના કરી હતી.

ઑનલાઇન ગેમિંગ માર્કેટમાં ચીન વિશ્વનું બીજું સૌથી મોટું બજાર છે. સંશોધન એજન્સી ન્યૂઝના જણાવ્યા અનુસાર ઑનલાઇન ગેમિંગ ઉદ્યોગમાં અમેરિકાએ કમાણીના મામલે ચીનને પછાડી દીધુ છે.
First published: November 8, 2019, 11:23 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading