OnePlusનો નવો ફોન ઓક્ટોબરમાં થશે લોન્ચ, આટલી હોઈ શકે છે કિંમત

News18 Gujarati
Updated: August 18, 2018, 3:30 PM IST
OnePlusનો નવો ફોન ઓક્ટોબરમાં થશે લોન્ચ, આટલી હોઈ શકે છે કિંમત
વન પ્લસ 6ટી સ્માર્ટફોન(પ્રતિકાત્મક તવીર)

કંપની હવે OnePlus 3T અને OnePlus 5Tની જેમ OnePlus 6T લાવવાની તૈયારીમાં છે.

  • Share this:
ચીનની કંપની OnePlusએ આ વર્ષે મે મહિનામાં પોતાનો નવો ફોન OnePlus લોન્ચ કર્યો હતો. OnePlusએ OnePlus ના દમ પર પ્રીમિયમ સ્માર્ટફોન માર્કેટમાં પોતાનો દબદબો બનાવ્યો છે અને ટોપ પર પહોંચી ગઈ છે. કંપની હવે OnePlus 3T અને OnePlus 5Tની જેમ OnePlus 6T લાવવાની તૈયારીમાં છે. રિપોર્ટ્સ અનુસાર કંપની OnePlus 6Tને આ વર્ષના ઓક્ટોબરમાં લોન્ચ કરશે. આ લોન્ચિંગ OnePlus 6ની જાહેરાતના લગભગ 6 મહિના બાદ થશે.

આટલી હોઈ શકે છે OnePlus 6Tની કિંમત
CNETના રિપોર્ટ્સ અનુસાર, કંપની આ વર્ષે ઓક્ટોબરમાં OnePlus 6Tનું લોન્ચિંગ કરશે. અમેરિકામાં T-Mobile કંપની OnePlus 6Tની એક્સક્લૂસિવ પાર્ટનર હશે. આ રિપોર્ટમાં OnePlus 6Tની કિંમતોનો પણ ખુલાસો કરવામાં આવ્યો છે. રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, OnePlus 6Tના બેસ વોરિએન્ટની કિંમત 550 ડોલર (લગભગ 39000 રૂપિયા) હશે. OnePlus 6Tની કિંમત OnePlus 6થી થોડી વધારે હશે. હાલમાં ભારતમાં OnePlus 6ની કિંમત 34999 રૂપિયા છે. જ્યારે ભારતમાં OnePlus 6ના ટોપ વોરિએન્ટની કિંમત 39999 રૂપિયા છે.

OnePlus 6Tનું સુપર પ્રીમિયમ વોરિએન્ટ પણ થશે લોન્ચ
જોકે, પ્રાઈસ વિશે કંપની તરફથી કોઈ ખુલાસો નથી કરવામાં આવ્યો. પરંતુ ભારતમાં OnePlus 6Tના બેસ વોરિએન્ટની કિંમત 40000 રૂપિયાથી ઓછી હોઈ શકે છે. જ્યારે OnePlus 6Tના સુપર પ્રીમિયમ વોરિએન્ટની કિંમત 1000 ડોલર (લગભગ 70000 રૂપિયા) હોઈ શકે છે. કંપનીએ ભારતમાં માર્વેલ એવેંજર્સ લિમિટેડ એડિશન લોન્ચ કર્યો હતો, જેની કિંમત 44999 રૂપિયા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, OnePlus 6T, સેમસંગ ગેલેક્સી નોટ 9 અને Iphone Xનો વિકલ્પ હશે.

ભારતમાં OnePlus 6Tનું લોન્ચિંગOnePlus 6Tને પહેલા અમેરિકામાં લોન્ચ કર્યા બાદ આજ વર્ષે કંપની તેને ભારતમાં પણ લોન્ચ કરશે. વનપ્લસ માટે ભારત ખુબ મહત્વનું માર્કેટ છે. વનપ્લસઆ વર્ષના બીજા ત્રીમાસિકમાં પ્રીમિયમ સ્માર્ટફોન માર્કેટમાં ટોપ પર રહ્યો છે.
First published: August 18, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading