Home /News /tech /

Dolby Atmos સાઉન્ડ સાથે આ દિવસે લોન્ચ થશે OnePlus TV Y1S Pro, મળશે 43-ઇંચ 4K સ્ક્રીન

Dolby Atmos સાઉન્ડ સાથે આ દિવસે લોન્ચ થશે OnePlus TV Y1S Pro, મળશે 43-ઇંચ 4K સ્ક્રીન

OnePlus હવે 4K અને Dolby Atmos સપોર્ટ સાથે એક નવું સ્માર્ટ ટીવી લૉન્ચ કરવા માટે તૈયાર છે.

OnePlus TV Y1S Pro: Amazon લિસ્ટિંગથી OnePlus TV Y1S Pro 43-ઇંચના કેટલાક ખાસ ફીચર્સ વિશે જાણવા મળ્યું છે અને આ ટીવીનું હાઇલાઇટ ફીચર HDR10 સપોર્ટ હશે, જે યુઝર્સને 4K રેઝોલ્યુશનમાં કન્ટેન્ટ કરવાની મંજૂરી આપશે.

    OnePlus TV Y1S Pro: ગયા અઠવાડિયે ભારત (India)માં OnePlus 10 Pro અને Bullets Wireless Z2 લૉન્ચ કર્યા બાદ ટેક જાયન્ટ OnePlus હવે 4K અને Dolby Atmos સપોર્ટ સાથે એક નવું સ્માર્ટ ટીવી લૉન્ચ કરવા માટે તૈયાર છે. અપકમિંગ OnePlus TV Y1S Pro 43-ઇંચને ઓફિશિયલ લોન્ચ પહેલા જ Amazon India વેબસાઇટ પર લિસ્ટ કરી દેવામાં આવ્યું છે. ઈ-કોમર્સ લિસ્ટિંગ દર્શાવે છે કે OnePlus TV Y1S Pro 43-ઇંચની કિંમત 7 એપ્રિલે જાહેર કરવામાં આવશે.

    OnePlus TV Y1S Pro 43-ઇંચને 'Notify Me' ઓપ્શન સાથે લિસ્ટ કરવામાં આવ્યું છે, જેના પર ક્લિક કરવાથી ડિવાઇસ ખરીદી માટે ઉપલબ્ધ થતાંની સાથે જ સ્ટોકની જાણકારી મળી જશે. પ્રાઈસ અને સેલ ડિટેલ્સ આ સપ્તાહના અંતમાં Amazon India વેબસાઇટ અને ઓફિશિયલ OnePlus વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.

    આ પણ વાંચો: Samsungના લેટેસ્ટ 5G ફોનની કિંમતનો થયો ખુલાસો, પહેલી વાર મળી રહી છે આવી ઓફર

    એમેઝોન લિસ્ટિંગથી OnePlus TV Y1S Pro 43-ઇંચના કેટલાક ખાસ ફીચર્સ વિશે જાણવા મળ્યું છે અને આ ટીવીનું હાઇલાઇટ ફીચર HDR10 સપોર્ટ હશે, જે યુઝર્સને 4K રેઝોલ્યુશનમાં કન્ટેન્ટ કરવાની મંજૂરી આપશે. કંપનીનો દાવો છે કે આગામી વનપ્લસ સ્માર્ટ ટીવી 'વધુ ક્લેરિટી', 'વધુ સારા કલર' અને 'ડાયનેમિક કોન્ટ્રાસ્ટ' ઓફર કરશે.

    બોર્ડર વગર આવશે OnePlus TV Y1S Pro 43 ઇંચ

    વનપ્લસ કહે છે કે આવનારા સ્માર્ટ ટીવીમાં એક વિઝિબલ ચિન સાથે એક બેઝલ-લેસ ડિઝાઇન હશે. જો કે કંપનીનો દાવો છે કે સ્માર્ટ ટીવી 'બોર્ડર વગર' આવશે. ટીઝરમાં કિનારીએ પાતળા બેઝલ્સ દેખાય છે. ટેક કંપનીનું લક્ષ્ય OnePlus TV Y1S Pro 43-ઇંચ સાથે વધુ સારો સાઉન્ડ એક્સપીરિયન્સ આપવાનો છે. સ્માર્ટ ટીવીમાં ડોલ્બી એટમોસના સપોર્ટ સાથે 24Wના સ્પીકર્સ હશે.

    આ પણ વાંચો: OnePlusના નવા ફોનથી લઈને 108MP કેમેરાવાળા Realme ફોન સુધી, એપ્રિલમાં આવી રહ્યા છે આ ધમાકેદાર ફોન

    આ ઉપરાંત, ટીઝરમાં જોવા મળે છે કે આગામી OnePlus TV Y1S Pro 43-ઇંચમાં ક્રોમકાસ્ટ બિલ્ટ-ઇન, Netflix, Google Play વગેરે જેવા ફીચર્સનો સપોર્ટ મળશે.

    અપકમિંગ OnePlus TV Y1S Pro 43-ઇંચ ટીવી કંપનીના હાલના 43-ઇંચના OnePlus Y સિરીઝ સ્માર્ટ ટીવીની જગ્યા લઈ શકે છે, જેની કિંમત 25,899 રૂપિયા છે. પરંતુ આ 2020 મોડલ ફુલ HD સપોર્ટ સાથે આવે છે. જો કે, નવા ટીવીની ફુલ ડિટેલ તો લોન્ચ થયા બાદ જ જાણવા મળશે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Gujarati tech news, Oneplus, Smart tv, Technology news, અમેઝોન

    આગામી સમાચાર