Home /News /tech /

OnePlus જલ્દી લોન્ચ કરી શકે છે OnePlus Tab 5G, જાણો શું હશે કિંમત અને ફીચર્સ?

OnePlus જલ્દી લોન્ચ કરી શકે છે OnePlus Tab 5G, જાણો શું હશે કિંમત અને ફીચર્સ?

OnePlus ટૂંક સમયમાં પોતાનું પહેલું ટેબલેટ લોન્ચ કરશે.

OnePlus Tab 5G: OnePlus Pad 5Gમાં Qualcomm Snapdragon 865 પ્રોસેસર મળશે, અને તેમાં ચિપ તરીકે 128 GB સ્ટોરેજ અને 6 GB RAM આપી શકાય છે. તે ગેલેક્સી Tab S8 અને Xiaomi Pad 5ને ટક્કર આપશે.

    OnePlus Tab 5G: વનપ્લસ ટેબ (OnePlus Tab)ને લઈને ઘણી અફવાઓ આવી રહી છે, અને એવું કહેવામાં આવી રહ્યું છે કે કંપની ટૂંક સમયમાં પોતાનું પહેલું ટેબલેટ લોન્ચ કરવા માટે તૈયાર છે, જે ગેલેક્સી Tab S8 અને Xiaomi Pad 5ને ટક્કર આપશે. પ્રાપ્ત માહિતી અનુસાર, કંપની OnePlus Pad 5Gને 2022ના પ્રથમ છ મહિનામાં બજેટ ભાવે લોન્ચ કરે તેવી શક્યતા છે. OnePlusએ હજુ સુધી આ દાવાઓ પર કોઈ ટિપ્પણી કરી નથી, જોકે લોકપ્રિય ટિપસ્ટર મુકુલ શર્માના જણાવ્યા અનુસાર, OnePlus પેડ કેટલાક યુરોપિયન અને યુરેશિયન પ્રદેશોમાં સીરીયલ પ્રોડક્શન તબક્કામાં પ્રવેશી ચૂક્યું છે. હંમેશની જેમ, એવું માનવામાં આવે છે કે આ પેડને ભારતમાં લોન્ચ થવાના થોડા દિવસો પહેલા ચીનના બજારમાં રજૂ કરવામાં આવશે.

    આ સિવાય Shadow_Leak નામના ટિપસ્ટરે OnePlus Pad 5G ના હાર્ડવેર અને કિંમતની ડિટેલની સંપૂર્ણ યાદી શેર કરી છે. રિપોર્ટ અનુસાર, ડિવાઇસમાં 12.4-ઇંચની ફુલ HD + OLED સ્ક્રીન આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ જ સાઇઝનું Galaxy Tab S8+ પણ છે.

    આ પણ વાંચો: Jioએ લોન્ચ કર્યા બે જોરદાર પ્લાન, 365 દિવસ સુધી Disney+ Hotstar Mobile મેમ્બરશિપ ફ્રી!

    હાલ તેના રિફ્રેશ રેટ વિશે કોઈ માહિતી નથી, જો કે અગાઉના લીક થયેલા અહેવાલ પરથી જાણવા મળ્યું છે કે તે 120Hz પેનલ સાથે આવશે.

    6GB સુધીની રેમ મળશે

    OnePlus Pad 5G માં Qualcomm Snapdragon 865 પ્રોસેસર મળશે, અને તેમાં ચિપ તરીકે 128 GB સ્ટોરેજ અને 6 GB RAM આપી શકાય છે. લીક્સટરે તેના બીજા વેરિયન્ટ વિશે માહિતી આપી નથી, અને એવું માનવામાં આવે છે કે તેની માહિતી OnePlus પોતે આપશે.

    આ પણ વાંચો: NASA અવકાશયાત્રી રેકોર્ડ તોડ મિશન બાદ ધરતી પર કરશે લેન્ડ, આ રીતે જુઓ Live Coverage

    આ ડિવાઈસ એન્ડ્રોઈડ 12 આઉટ ઓફ ધ બોક્સ અને ડ્યુઅલ કોન્ફિગરેશન સાથે આવશે, જેમાં 13 મેગાપિક્સલ+ 5 મેગાપિક્સલ રિયર કેમેરા આપવામાં આવશે. ફોનના ફ્રન્ટમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 1090mAh બેટરી આપવામાં આવી શકે છે, જે 45W ચાર્જિંગ સાથે આવી શકે છે.

    કનેક્ટિવિટી માટે તેની સાઇડમાં ઓથેન્ટિકેશન માટે ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું છે, અને તેમાં 3.5mm હેડફોન જેક, બ્લૂટૂથ 5.1 ઉપલબ્ધ છે. એવું માનવામાં આવે છે કે આ ડિવાઇસની કિંમત 2,999 ચીની યુઆન એટલે કે લગભગ 35,940 રૂપિયા હશે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Gujarati tech news, Mobile and Technology, Oneplus, Tablets

    આગામી સમાચાર