બબાલ! આ ફોનમાં હતો એક્સરે કેમેરા, કપડાની આર-પાર જોઈ લેતો હતો બધુ જ

News18 Gujarati
Updated: July 11, 2020, 11:32 PM IST
બબાલ! આ ફોનમાં હતો એક્સરે કેમેરા, કપડાની આર-પાર જોઈ લેતો હતો બધુ જ
આ કેમેરાને લઈ અનેક યૂઝર્સની પ્રાઈવેસીને લઈ ચિંતા જાહેર કરી છે.

ચાઈનીઝ સ્માર્ટફોન કંપની વનપ્લસના લેટેસ્ટ ફ્લેગશિપ ફોનમાં એક ખાસ ફિચર હતું. હવે તેને પૂરી રીતે બેન (પ્રતિબંધ) કરી દેવામાં આવ્યું છે.

  • Share this:
નવી દિલ્હી : ચાઈનીઝ સ્માર્ટફોન કંપની વનપ્લસના લેટેસ્ટ ફ્લેગશિપ ફોનમાં એક ખાસ ફિચર હતું. આ ફિચર આ ફોનના કેમેરામાં હતું, જેની મદદથી કેટલીક પ્લાસ્ટીકની વસ્તુઓ અને કપડાની આરપાર જોઈ શકાતુ હતું.

કંપની તરફથી એક્સ-રે વિઝન કેમેરા સેન્સર કેમ આપવામાં આવ્યું તેના વિશે કોઈ જાણકારી નથી. પરંતુ હવે તેને પૂરી રીતે બેન (પ્રતિબંધ) કરી દેવામાં આવ્યું છે. વનપ્લસે પોતાના નવા ફોન 8 પ્રોમાં ઈન્ફ્રારેડ ફોટોક્રોમ લેન્સ આપ્યો હતો અને આ કેટલાક ખાસ પ્રકારના પ્લાસ્ટિક અને કપડાના આરપાર જોઈ શકતો હતો.

ધ સનના એક સમાચાર અનુસાર, કંપનીએ આ પહેલા પણ આ સેન્સરને ડિસેબલ કર્યું હતું પરંતુ આ કેમેરા સેન્સર પરમેનન્ટ ડિસેબલ થઈ ગયું છે. આ ફિલ્ટર ઈન્ફ્રારેડની મદદથી ફોટોને યૂનિક કલર આપે છે પરંતુ ફોનના રિવ્યુ યુનિટ્સમાં તેનું ખાસ ફન્કશન સામે આવ્યું. અનેક ઈલેક્ટ્રોનિક્સ અને કપડાની આરપાર દેખી શકતો આ કેમેરાને લઈ અનેક યૂઝર્સની પ્રાઈવેસીને લઈ ચિંતા જાહેર કરી છે. ત્યારબાદ વનપ્લસ તરફથી અપડેટ આપી તેને ડિસેબલ કરી દેવામાં આવ્યું.

આ પણ વાંચોઅમદાવાદ : TikTok ડાન્સરે મિત્રતા કરી મિત્રના ઘરે 'ડાકા ડાલા', ગજબ - ચાલુ રાજધાની ટ્રેનમાંથી ઝડપાયો

શાનદાર પરફોર્મેન્સ અને બેટરી લાઈફ

વનપ્લસના સ્પોક્સપર્સને જણાવ્યું કે, નવા અપડેટ બાદ પણ યૂઝર્સ ફોટોક્રોમ લેન્સની મદદથી ફોટો ક્લિક કરી શકશે. જોકે, સોફ્ટવેરમાં કરવામાં આવેલા ફેરફારના ચાલતા હવે ઓબ્જેક્ટ્સ અથવા કપડાની આર-પાર ફોન કેમેરાની મદદથી નહીં દેખી શકાય.

વનપ્લસનું નવું અપડેટ બુધવારે ઓફિશિયલ બ્લોગ પોસ્ટમાં એનાઉન્સ કરવામાં આવ્યું છે. કંપનીએ જણાવ્યું કે, આ એક ફોર્સ્ડ એપડેટ છે અને યૂઝર્સે તેને ડાઉનલોડ કરવું જ પડશે. કેમેરા ચેલેન્જ સિવાય નવું અપડેટ શાનદાર પરફોમન્સ અને બેટરી લાઈફની પણ ઓફર કરે છે.
Published by: kiran mehta
First published: July 11, 2020, 11:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading