બંધ હતો OnePlus સ્માર્ટફોન, અચાનક લાગી આગ

News18 Gujarati
Updated: July 5, 2019, 12:46 PM IST
બંધ હતો OnePlus સ્માર્ટફોન, અચાનક લાગી આગ
યૂઝર્સે વનપ્લસ કેરને એક ઇમેઇલમાં કહ્યું કે આગ 3 જુલાઈ સવારના 3:15 વાગ્યે લાગી. આ સાથે તેણે કહ્યું કે જે રુમમાં ફોન હતો ત્યાં એસી ચાલી રહ્યું હતુ.

યૂઝર્સે વનપ્લસ કેરને એક ઇમેઇલમાં કહ્યું કે આગ 3 જુલાઈ સવારના 3:15 વાગ્યે લાગી. આ સાથે તેણે કહ્યું કે જે રુમમાં ફોન હતો ત્યાં એસી ચાલી રહ્યું હતુ.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી:  ચાર્જિંગ દરમિયાન ફોનના વિસ્ફોટના અનેક સામાચાર સામે આવી ચુક્યા છે. પરંતુ હવે આવી ઘટના ફરી ચર્ચામાં આવી છે, જેમાં સ્વીચ ઓફ ફોનમાં આગ લાગી ગઇ. OnePlusનો પહેલો ફોન OnePlus વનને લઇને એક યૂઝરે ફરિયાદ કરી. યૂઝરે કહ્યું કે અચાનક રાત્રે તેના ફોનમાં આગ લાગી. કંપનીને મોકલવામાં આવેલા ઇમેઇલમાં યૂઝર્સે એવો દાવો કર્યો હતો કે ફોન પાવર એડેપ્ટરથી ડિસ્કનેક્ટ સાથે સાથે સ્વીચ ઓફ પણ હતો. આમ છતાં ફોનમાં આગ લાગવાથી કોઇપણ પ્રકારનું નુકસાન થયું નથી કારણ કે ફોન વિસ્ફોટ થયાં પહેલા જ યૂઝરને આગ બુઝાવવામાં સફળતા મળી હતી.

યૂઝર્સે વનપ્લસ કેરને એક ઇમેઇલમાં કહ્યું કે આગ 3 જુલાઈ સવારના 3:15 વાગ્યે લાગી. આ સાથે, તેણે કહ્યું કે જે રુમમાં ફોન હતો ત્યા એસી ચાલી રહ્યું હતુ અને તે રુમનું તાપમાન 19 ડિગ્રી હતુ, ફોનના ધુમાડાથી યૂઝર્સની આંખ ખુલી ગઇ અને ફરી તેને જોયું તો પૂરા રુમમાં ધુમાડો ફેલાઇ ગયો હતો,

આ જોઈને યૂઝર્સે પાણીથી આગને બુઝાવી નાખી. યૂઝર્સે એ પણ કહ્યું કે જ્યારે ફોન સળગતો હતો, ત્યારે તે તેનાથી માત્ર એક ફૂટ દૂર હતો અને જો સમયસર તેની આંખ ખુલ્લી ન હોત તો મોટી દુર્ઘટના થઇ શકે.તેમણે કહ્યું કે ફોન 5 વર્ષ જુનો છે, પરંતુ તે કોઈના જીવનને જોખમમાં તો ન મૂકી શકે. યૂઝર્સે OnePlus અને Amazon બંનેને આ બાબતે તપાસવાની ભલામણ કરી છે.

આ કિસ્સામાં વનપ્લસે જવાબ આપ્યો હતો કે જ્યારે ઇન્ડિયા ટુડેની એન્કરે બળેલા ફોનના ફોટા સાથે ટ્વીટ કરી અને જવાબ માટે પૂછ્યું ત્યારે કંપનીએ જવાબ આપતા કહ્યું કે તેણે યુઝર સાથે વાત કરી અને તેની ટીમે તપાસ શરૂ કરી દીધી છે.આ પહેલા વનપ્લસને લઇને આવા અનેક સમાચાર આવ્યાં નથી. આ એક અનોખી ઘટના છે જ્યાં ફોન બંધ હોવા છતા પણ ફોનમાં આગ લાગી ગઇ.
First published: July 5, 2019, 12:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading