Home /News /tech /OnePlus Nord CE2 5G: 12GB રેમ સાથે OnePlus ફેબ્રુઆરીમાં લોન્ચ કરશે આ દમદાર સ્માર્ટફોન, જાણો કિંમત અને ફીચર્સ

OnePlus Nord CE2 5G: 12GB રેમ સાથે OnePlus ફેબ્રુઆરીમાં લોન્ચ કરશે આ દમદાર સ્માર્ટફોન, જાણો કિંમત અને ફીચર્સ

તસવીર સૌજન્ય: Twitter

Latest Smartphone: વનપ્લસ નોર્ડ CE 2 5G સ્માર્ટફોનમાં કંપની 6.4 ઇંચની ફુલ HD+ AMOLED ડિસ્પ્લે આપી શકે છે. ડિસ્પ્લે 90 હર્ટ્ઝના રિફ્રેશ રેટ અને ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર સાથે આવી શકે છે.

મુંબઈ: વનપ્લસ Nord CE2 5G (OnePlus Nord CE2 5G) આગામી મહિને લોન્ચ થઇ શકે છે. અહેવાલો છે કે કંપની ફેબ્રુઆરીમાં પોતાનો મિડ રેન્જ હેન્ડસેટ (Mid Range Handset) લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. સોશિયલ મીડિયા પર આ અપકમિંગ સ્માર્ટફોનની લોન્ચિંગની તારીખ (Launching Date)નો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કંપની 11 ફેબ્રુઆરીએ OnePlus Nord CE 2 5G લોન્ચ કરી શકે છે. જો કે કંપની તરફથી તેની લોન્ચિંગ ડેટ વિશે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. પરંતુ એક જાણીતા ટિપસ્ટરે ફોનની લોન્ચિંગ ડેટની સાથે સાથે તેના સ્પેસિફિકેશન્સ (Specifications) પણ જાહેર કર્યા છે. માનવામાં આવી રહ્યું છે કે, કંપની આ સ્માર્ટફોનને ભારતમાં પણ લોન્ચ કરશે. કારણ કે તે બીઆઈએસ (BIS) એટલે કે બ્યૂરો ઓફ ઈન્ડિયા સ્ટાન્ડર્ડ્સ પર પણ જોવા મળ્યો છે.

સ્માર્ટફોનના સંભવિત ફીચર્સ

વનપ્લસ નોર્ડ CE 2 5G સ્માર્ટફોનમાં કંપની 6.4 ઇંચની ફુલ HD+ AMOLED ડિસ્પ્લે આપી શકે છે. ડિસ્પ્લે 90 હર્ટ્ઝના રિફ્રેશ રેટ અને ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર સાથે આવી શકે છે. કંપની આ ફોનને 128GB અને 256GB ઇન્ટરનલ સ્ટોરેજ વેરિઅન્ટમાં 12GB સુધીની રેમ સાથે લોન્ચ કરી શકે છે. પ્રોસેસર તરીકે આ ફોનમાં મિડિયાટેક ડાયમેન્સિટી 900 ચિપસેટ મળી શકે છે.

ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ

ફોટોગ્રાફીના શોખીનો માટે આ સ્માર્ટફોન એક સારી ડીલ સાબિત થઇ શકે છે. કારણ કે સ્માર્ટફોનમાં એલઇડી ફ્લેશ સાથે ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ મળી શકે છે. જેમાં 64 મેગાપિક્સલનો પ્રાઇમરી સેન્સર, 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ એંગલ લેન્સ અને 2 મેગાપિક્સલનો મેક્રો લેન્સ મળી શકે છે. સેલ્ફી માટે 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા ઓફર કરી શકે છે.

આ પણ વાંચો: Mobile OS: ખતમ થશે Google અને Apple કંપનીનું વર્ચસ્વ, સ્માર્ટફોન માટે ભારત પોતાની ઓપરેટિંગ સિસ્ટમ બનાવશે

4500mAhની પાવરફુલ બેટરી

વનપ્લસ આ સ્માર્ટફોનમાં 4500mAhની પાવરફુલ બેટરી અને 65 વોટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપી શકે છે. ફોનને બે કલર ઓપ્શન બ્લેક અને ગ્રીનમાં લોન્ચ કરી શકે છે. જ્યારે ફોનની પ્રારંભિક કિંમત રૂ. 24,000 હોઇ શકે છે. ફોનમાં 6GB, 8GB અને 12GB રેમ સાથે 128/256 GB સ્ટોરેજના વેરીએન્ટ સાથે લોન્ચ કરી શકે છે.
First published:

Tags: Gadget, Oneplus, મોબાઇલ, સ્માર્ટફોન