લોન્ચ થયા પહેલા જ OnePlus Nord CE 5Gના ખાસ ફીચર્સ થયા લીક, આ તારીખે આવશે ભારતમાં

લોન્ચ થયા પહેલા જ OnePlus Nord CE 5Gના ખાસ ફીચર્સ થયા લીક, આ તારીખે આવશે ભારતમાં

  • Share this:
નવી દિલ્લી:  સ્માર્ટફોન કંપની વનપ્લસ 10 જૂને OnePlus Nord CE 5G સ્માર્ટફોન અને U1S LED TVને લોન્ચ કરવા જઇ રહી છે. લોન્ચ પહેલા જ OnePlus Nord CE 5Gના અમુક ફીચર્સ સામે આવ્યા છે. એન્ડ્રોઇડ સેન્ટ્રલની એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ફોનમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 750G પ્રોસેસર, 64 મેગાપિક્સલ ટ્રિપલ-રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યા છે. રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, આવનાર OnePlus Nord CE 5Gમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 750G પ્રોસેસર હશે, જે 8nm ફેબ્રિકેશન પ્રોસેસ પર આધારિત હશે.

આ ઉપરાંત રિપોર્ટ અનુસાર સ્માર્ટફોનમાં 6.43 ઇંચ AMOLED પેનલ આપવામાં આવશે. જેનો રિફ્રેશ રેટ 90 હર્ટ્ઝનો છે. ફોનમાં ફુલ એચડી+ રીઝોલ્યૂશન વાળી સ્ક્રીન હશે. આ સિવાય થોડા સમય પહેલા ફોનની એક તસવીર પણ લીક થઇ હતી. જેમાં તેની ડિઝાઇનનો ખુલાસો થયો હતો.



OnePlus Nord CE 5G સ્માર્ટફોનમાં ફુલ સ્ક્રિન ડીસ્પ્લે અને ડાબી બાજુ પર એક પંચ હોલ નોચ પણ હશે. OnePlus Nord CE 5Gમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ અને ફિંગરપ્રિન્ટ સ્કેનર પણ મળશે. રિપોર્ટમાં સામે આવ્યું છે કે, આ ફોનમાં 64 મેગાપિક્સલનો પ્રાઇમરી સેન્સર હશે. પરંતુ બાકી બે સેન્સર વિશે હજુ કોઇ જાણકારી મળી નથી. ફોનમાં આગળ 16 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા હોઇ શકે છે.

OnePlus Nord CE 5Gમાં વનપ્લસ 9 અને વનપ્લસ 9 પ્રો જેવી ડિઝાઇન આપવામાં આવશે. વનપ્લસ દ્વારા ઓફિશિયલ ખુલાસો કરવામાં આવ્યો છે કે, OnePlus Nord CE 5Gનું વેચાણ 10 જૂનથી શરૂ થશે.

3 મોડેલમાં આવી શકે છે ટીવી

આ સિવાય જો ટીવીની વાત કરીએ તો કંપનીના સ્માર્ટ ટીવીના નવા મોડલ 3 સાઇઝમાં -50 ઇંચ, 55 ઇંચ અને 65 ઇંચમાં હશે. આ તમામમાં Ultra-HD રિઝોલ્યૂશન હશે. તેના બીજા ફીચર્સમાં HDR10+, HLG અને MEMC સપોર્ટની સાથે 60Hz રિફ્રેશ રેટ સ્ક્રિન હોઇ શકે છે. તમામ મોડેલમાં ડોલ્બી ઓડિયોની સાથે 30W સ્પીકર્સ પણ હોઇ શકે છે.
Published by:kuldipsinh barot
First published:May 29, 2021, 22:47 IST

ટૉપ ન્યૂઝ