Home /News /tech /

OnePlus Nord 2T ભારતમાં ટૂંક સમયમાં થશે લોન્ચ, જાણી લો તેની કિંમત અને સ્પેશિયલ ફીચર્સ

OnePlus Nord 2T ભારતમાં ટૂંક સમયમાં થશે લોન્ચ, જાણી લો તેની કિંમત અને સ્પેશિયલ ફીચર્સ

Image: OnePlus Nord 2

OnePlus Nord 2T: રિપોર્ટ મુજબ આ નવો ફોન કંપનીના પાછલા OnePlus Nord 2નો સક્સેસર હશે, જેમાં મીડિયાTek 1200 ચિપસેટ મળે છે. જણાવી દઈએ કે આવતા મહિને ભારતમાં વનપ્લસ તેનો OnePlus Nord CE2 5G લોન્ચ કરવાની પ્લાનિંગ કરી રહ્યું છે.

    OnePlus Nord 2T: વનપ્લસ (OnePlus) આ વર્ષે મેમાં પોતાનો નવો ફોન વનપ્લસ નોર્ડ 2T (OnePlus Nord 2T) લોન્ચ કરી શકે છે. 91Mobilesની રિપોર્ટ મુજબ આ નવો ફોન કંપનીના પાછલા OnePlus Nord 2નો સક્સેસર હશે, જેમાં મીડિયાTek 1200 ચિપસેટ મળે છે. જણાવી દઈએ કે આવતા મહિને ભારતમાં વનપ્લસ તેનો OnePlus Nord CE2 5G લોન્ચ કરવાની પ્લાનિંગ કરી રહ્યું છે. કહેવામાં આવે છે કે આ ફોન વનપ્લસ નોર્ડ 2 CE હોઈ શકે છે. બીજી તરફ OnePlus 10 Pro માર્ચમાં લોન્ચ થવાની શક્યતા છે. આ ફોન ચીનના ગ્રાહકો માટે ઉપલબ્ધ છે.

    અન્ય એક અહેવાલ મુજબ, વનપ્લસ વધુ એક નવા Nord ફોન પર કામ કરી રહ્યું છે, જેની કિંમત 20,000 રૂપિયાથી ઓછી છે. હાલમાં ચીની સ્માર્ટફોન કંપની વનપ્લસે આ રિપોર્ટની પુષ્ટિ કરી નથી.

    OnePlus Nord 2T ની સંભવિત કિંમત

    રિપોર્ટ મુજબ, વનપ્લસ Nord 2T ફોનની કિંમત 30,000 રૂપિયાથી ઓછી રાખવામાં આવશે. તેના કેટલાક હાઇ-એન્ડ વેરિઅન્ટ (12GB + 256GB) 30,000 રૂપિયા અને 40,000 રૂપિયા વચ્ચે ઓફર થઈ શકે છે. હાલમાં વનપ્લસ Nord 2ની શરૂઆતી કિંમત રૂ. 27,999 છે, જે તેના 6GB RAM + 128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે છે.

    આ પણ વાંચો: iPhone Face ID: માસ્ક પહેરીને પણ અનલોક થઈ શકશે આઈફોન, આ રીતે કામ કરશે ફીચર

    તો 128GB સ્ટોરેજ સાથે 8GB RAM વેરિઅન્ટની કિંમત 29,999 રૂપિયા છે. તેના ટોપ-એન્ડ વેરિઅન્ટ 12GB RAM અને 256GB સ્ટોરેજ ઓપ્શનની કિંમત 34,999 રૂપિયા છે. તેના સ્પેશિયલ પેક મેન એડિશન પણ છે, જેની કિંમત 37,999 રૂપિયા છે, જે તેના 12GB RAM ઓપ્શન માટે છે.

    OnePlus Nord 2T ના સંભવિત સ્પેસીફિકેશન

    ફીચર્સ તરીકે એવી અપેક્ષા છે કે OnePlus Nord 2T અપગ્રેડેડ હાર્ડવેર સાથે આવશે. સામાન્ય રીતે કંપની તેની 'T'-સિરીઝ સાથે વધુ સારા ફીચર્સ આપે છે. આ ઉપરાંત આપણે 'T પ્રો' માં OnePlus 7T Pro અને OnePlus 7T પ્રો McLaren એડિશન પણ જોયું છે.

    આ પણ વાંચો: Amazon Offer! Boat, Sonyના બ્રાન્ડેડ સ્પીકર્સ અને હેડફોન પર મેળવો 60% સુધીની છૂટ

    વનપ્લસ Nord 2Tમાં 6.43-ઇંચની ફુલ HD + AMOLED ડિસ્પ્લે આપવામાં આવી શકે છે, જેની સાથે 90Hz રિફ્રેશ રેટ હશે. તેમાં MediaTek ડાયમેન્સિટી 1300 ચિપસેટ મળી શકે છે. આ ઉપરાંત પાવર માટે તેમાં 4,500mAh બેટરી આપવામાં આવી શકે છે, જે 80W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવશે. કેમેરાની વાત કરીએ તો તેમાં ટ્રિપલ રિયર કેમેરા આપવામાં આવી શકે છે, જેમાં 50-મેગાપિક્સલ + 8-મેગાપિક્સલ + 2-મેગાપિક્સલ સામેલ હોઈ શકે છે, અને સેલ્ફી માટે ફોનમાં 32-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો હોઈ શકે છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Gujarati tech news, Mobile and Technology, Oneplus, Oneplus nord 2 phone, મોબાઇલ

    આગામી સમાચાર