Home /News /tech /OnePlus Nord 2 Blast: ફોન પર વાત કરતી વખતે OnePlus Nord 2માં થયો બ્લાસ્ટ, વ્યક્તિને પહોંચી ઈજા

OnePlus Nord 2 Blast: ફોન પર વાત કરતી વખતે OnePlus Nord 2માં થયો બ્લાસ્ટ, વ્યક્તિને પહોંચી ઈજા

યુઝરે દાવો કર્યો કે OnePlus Nord 2માં ફોન કોલ દરમિયાન વિસ્ફોટ થયો છે. (Image- Twitter/@lakshayvrm)

OnePlus Nord 2 Blast: એક ટ્વિટર યુઝરે જણાવ્યું કે, OnePlus Nord 2માં બ્લાસ્ટને કારણે તેના ભાઈને હાથ અને ચહેરાના અમુક ભાગમાં ઈજા પહોંચી છે. તસવીરોમાં બ્લાસ્ટ થયેલો સ્માર્ટફોન સ્પષ્ટ જોઈ શકાય છે.

OnePlus Nord 2 Exploded: OnePlus Nord 2 સ્માર્ટફોનમાં બ્લાસ્ટ (Phone Blast)નો મામલો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર એક યુઝરે દાવો કર્યો કે OnePlus Nord 2માં ફોન કોલ દરમિયાન વિસ્ફોટ થયો છે. @lakshyayvrm નામના એક ટ્વિટર યુઝરે શેર કર્યું કે, OnePlus Nord 2માં બ્લાસ્ટને કારણે તેના ભાઈને હાથ અને ચહેરાના અમુક ભાગમાં ઈજા પહોંચી છે. યુઝરે જણાવ્યું છે કે અકસ્માત ત્યારે થયો જ્યારે તેનો ભાઈ ફોન પર વાત કરી રહ્યો હતો.

એ ટ્વિટર યુઝરે ફોનની કેટલીક તસવીરો પણ શેર કરી છે, જેમાં બ્લાસ્ટ થયેલો સ્માર્ટફોન સ્પષ્ટ જોઈ શકાય છે. તસવીરોમાં સ્માર્ટફોનને ઓળખવો મુશ્કેલ છે. યુઝરના મતે આ ફોન OnePlus Nord 2 છે. જો કે, ફોનમાં વિસ્ફોટ થવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. તો બીજી બાજું કંપનીનું કહેવું છે કે તેઓ આ મામલે તપાસ કરી રહ્યા છે. OnePlus Nord 2માં બ્લાસ્ટનો આ પહેલો કિસ્સો નથી. આ પહેલા પણ કેટલાક યુનિટમાં બ્લાસ્ટના મામલા સામે આવ્યા છે.

આ પણ વાંચો: ખોવાયેલો બેગ મેળવવા વ્યક્તિએ ઇન્ડિગોની વેબસાઇટ કરી હેક! શા માટે તેની જરૂર ન હતી, જાણો

ગયા વર્ષે સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ OnePlus Nord 2 બ્લાસ્ટના કેટલાક કેસ નોંધાયા હતા. કંપનીએ આ ફોન ગયા વર્ષે જુલાઈમાં લોન્ચ કર્યો હતો. બ્રાન્ડે આ ફોનને અફોર્ડેબલ કિંમતે લોન્ચ કર્યો છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ફોન બ્લાસ્ટનો મામલો સામે આવ્યો હતો.



વનપ્લસ નોર્ડ 2 બ્લાસ્ટની આ પ્રથમ ઘટના નથી

OnePlus Nord 2 યુનિટના બ્લાસ્ટ થવાની ઘણી ઘટનાઓ છે જે આ મોબાઈલ લોન્ચ થયાના થોડા દિવસોમાં જ સોશિયલ મીડિયા પર સામે આવી છે. અગાઉ સપ્ટેમ્બર 2021માં OnePlus Nord 2 યુનિટમાં વિસ્ફોટ થયો હતો અને યુઝર (જે વકીલ પણ છે)એ કંપની અને Amazon India સામે કેસ દાખલ કર્યો હતો. કથિત ઘટનાના દસ દિવસ પહેલા મોબાઇલ ખરીદવામાં આવ્યો હતો. યુઝરે દાવો કર્યો હતો કે ‘વિસ્ફોટ’ સમયે OnePlus Nord 2 5G સ્માર્ટફોન તેના કોટના ખિસ્સામાં હતો. યુઝરે કહ્યું કે તેને ઈજાઓ થઈ છે અને તેના કપડાને ખરાબ રીતે નુકસાન થયું છે. જોકે, OnePlus એ News18 ને સ્પષ્ટતા કરી હતી કે યુઝરે યોગ્ય નિદાન માટે સહકાર આપવાનો ઇનકાર કર્યો હતો.

આ પણ વાંચો: રશિયા-યુક્રેન યુદ્ધને કારણે Samsungએ Galaxy Z Fold, Z Flip Foldable નામમાંથી ‘Z’ અક્ષર કર્યો દૂર! વાંચો શું છે મામલો

આવી જ એક ઘટના સપ્ટેમ્બર 2021માં બેંગલુરુમાં બની હતી. જો કે, OnePlus એ સ્પષ્ટતા કરી હતી કે વિસ્ફોટ એક અલગ ઘટનાને કારણે થયો છે જેમાં બાહ્ય પરિબળો સામેલ છે અને નિર્માણ કે ઉત્પાદનની સમસ્યા નથી. MediaTek Dimensity 1200 SoC દ્વારા સંચાલિત OnePlus Nord 2 જુલાઈ 2021માં ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો હતો.
First published:

Tags: Gujarati tech news, Mobile and Technology, Mobile blast, Oneplus, OnePlus Nord 2 5G, Oneplus nord 2 exploded

विज्ञापन