અચાનક ફાટી ગયો બેગમાં રાખેલો OnePlusનો નવો સ્માર્ટફોન, તસવીર જોઈને ઉડી જશે હોશ

Photo Credit: LetGo Digital.

tech news- OnePlus Nord 2 ભારતમાં 29 જુલાઇએ વેચાણમાં ઉપલબ્ધ થયો હતો. જેની શરૂઆત કિંમત 29,999 રૂપિયા છે

  • Share this:
    સ્માર્ટફોનની બેટરી ફાટવાના સમાચાર તો ઘણી વખત સામે આવી ચૂક્યા છે. આ વખતે આવું વનપ્લસ નોર્ડ 2 (OnePlus Nord 2) સ્માર્ટફોનની બેટરી સાથે થયું છે. થોડાક દિવસો પહેલા oneplus નોર્ડ 2 ને ખરીદનારી એક મહિલાએ દાવો કર્યો કે બાઇક ચલાવતા સમયે તેનો ફોન સ્લિંગ બેગની અંદર ફાટી ગયો હતો. વનપ્લસે આ મુદ્દાને સ્વીકાર કરી લીધો છે અને એ શોધી રહ્યા છે કે ફોનની બેટરીમાં વિસ્ફોટ કેવી રીતે થયો. આ આરોપ બેંગલુરુના અંકુર શર્મા દ્વારા એક ટ્વિટ (હવે હટાવી દેવામાં આવ્યું છે) દ્વારા કર્યો હતો. અંકુરના મતે જ્યારે તેની પત્ની બાઇકથી જઈ રહી હતી તો 5 દિવસ જૂના વનપ્લસ નોર્ડમાં અચાનક વિસ્ફોટ થયો હતો.

    વિસ્ફોટ થતા જ વનપ્લસ નોર્ડ 2 માંથી ધુમાડો નીકળવો લાગ્યો હતો. તે સમયે ફોન મહિલાના સ્લિંગ બેગમાં રાખેલો હતો. સ્માર્ટફોનમાં વિસ્ફોટ થવો કોઇ નવી વાત નથી. ઘણા લોકોને સેમસંગની આવી અસફળતા યાદ હશે. જ્યાં વિભિન્ન ગેલેક્સી નોટ 7 યૂઝર્સે સ્માર્ટફોન સાથે જોડાયેલ ઘણી વિસ્ફોટની ઘટનાઓને જોઈ હતી.

    શેર કરી સળગેલા ફોનની તસવીર

    જોકે નોર્ડ 2 યૂઝર દ્વાર રિપોર્ટ કરવામાં આવેલો નવો મામલો હોઇ શકે છે. જેને લઇને કંપની પહેલા જ તપાસ કરી રહી છે. મીડિયા દ્વારા આ વિસ્ફોટ થયેલા OnePlus Nord 2 ની તસવીર શેર કરવામાં આવી છે. જેમાં ફોન પૂરી રીતે સળગેલો જોવા મળે છે. ફોનની ડિસ્પ્લે, ફ્રેમની સાથે સાથે બેક પેનલને પૂરી રીતે ડેમેજ જોવા મળે છે. તસવીરોમાં સળગેલા સ્માર્ટફોનની પરત જોવા મળે છે.

    આ પણ વાંચો - WhatsApp પર આજે આ સેટિંગ્સ બદલી દો, નકામા Groupમાં કોઈ નહીં કરી શકે એડ

    તસવીરોથી સ્પષ્ટ થાય છે કે ડિવાઇસ અંદરથી ફાટી ગઇ છે. પોતાના ટ્વિટમાં અંકુંરે દાવો કર્યો કે વિસ્ફોટના કારણે તેની પત્નીનો અકસ્માત થયો હતો અને તે હજુ આઘાતમાં છે. વનપ્લસ નોર્ડ 2 સાથે જોડાયેલી આ પ્રકારની પ્રથમ ઘટના છે.

    ટ્વિટર પર વનપ્લસ સપોર્ટ એકાઉન્ટ દ્વારા સાર્વજનિક ટ્વિટમાં કંપનીએ લખ્યું કે અમે તમારા અનુભવ વિશે સાંભળીને દુખી છીએ. અમે તમારી સાથે સીધા સંદેશ પર અમારી સાથે જોડવાનો અનુરોધ કરીએ છીએ જેથી અને સંશોધન કરી શકીએ અને તેને તમારા માટે બદલી શકીએ. વનપ્લસની તપાસ પછી જ અમને વિસ્ફોટના અસલી કારણની ખબર પડશે.

    OnePlus Nord 2 ભારતમાં 29 જુલાઇએ વેચાણમાં ઉપલબ્ધ થયો હતો. જેની શરૂઆત કિંમત 29,999 રૂપિયા છે. 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોર વાળા મોડલની કિંમત 34,999 રૂપિયા રાખવામાં આવી છે.
    Published by:Ashish Goyal
    First published: