લૉન્ચ પહેલા OnePlus Nord 2ની ડિઝાઇન થઈ લીક, 8GB રેમ અને પાવરફુલ પ્રોસેસરથી હશે સજ્જ

OnePlus Nord 2માં હોઈ શકે છે 50MP પ્રાઇમરી સેન્સરનો ટ્રિપલ કેમેરા સેટઅપ, જાણો સંભવિત ફીચર્સ

OnePlus Nord 2માં હોઈ શકે છે 50MP પ્રાઇમરી સેન્સરનો ટ્રિપલ કેમેરા સેટઅપ, જાણો સંભવિત ફીચર્સ

  • Share this:
    મુંબઈ. સ્માર્ટફોન બ્રાન્ડ OnePlusએ ગયા વર્ષે પોતાના બજેટ હેન્ડસેટ OnePlus Nordને ભારતીય બજારમાં રજૂ કર્યો હતો. હવે કંપની આ ડિવાઇસના અપગ્રેડેડ વર્ઝન OnePlus Nord 2ને ભારતમાં લૉન્ચ કરવાની યોજના બનાવી રહી છે. આ દરમિયાન ટેક ટિપ્સ્ટર મુકુલ શર્માએ આગામી ડિવાઇસે AI બેન્ચમાર્ક વેબસાઇટ પર સ્પોટ કર્યું છે, જ્યાંથી કેટલાક સ્પેસિફિકેશનની જાણકારી મળી છે.

    અપકમિંગ OnePlus Nord 2 સ્માર્ટફોન AI બેન્ચમાર્ક પર લિસ્ટ છે. લિસ્ટિંગ અનુસાર, આગામી હેન્ડસેટમાં 5G કનેક્ટિવિટી આપવામાં આવશે. તેની સાથે જ યૂઝર્સને ફોનમાં 8GB રેમ અને MediaTek Dimensity 1200 પ્રોસેસરનો સપોર્ટ મળશે. એવા ધારણા કરવામાં આવી રહી છે કે વનપ્લસ નોર્ડ 2ને આગામી મહિને ભારત સહિત અનેક દેશોમાં લૉન્ચ કરવામાં આવી શકે છે. જોકે, કંપની તરફથી હજુ સુધી ડિવાઇસની લૉન્ચિંગ માટેની તારીખ, કિંમત અને સ્પેસિફિકેશનને લઈને કોઈ જાણકારી નથી આપવામાં આવી.

    આ પણ જુઓ, VIRAL VIDEO - બોયફ્રેન્ડે બ્રેકઅપ કર્યું તો યુવતીએ 23 લાખની સુપરબાઇક ફૂંકી મારી

    OnePlus Nord 2ના સંભવિત ફીચર્સ

    લીક થયેલા રિપોર્ટ મુજબ, OnePlus Nord 2 સ્માર્ટફોનમાં 6.43 ઇંચની એફએચડી પ્લેસ એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવશે, જેનો રિફ્રેશ રેટ 90Hz હશે. સાથોસાથ તેમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર પણ આપવામાં આવ્યું હશે. આ ઉપરાંત ફોન 50MPના પ્રાઇમરી સેન્સર, 8MPના સેકન્ડરી સેન્સર અને 2MPના લેન્સ મળશે. જ્યારે ફોનના ફ્રન્ટમાં 32MPનો સેલ્ફી કેમેરા આપવામાં આવી શકે છે. પાવર બેકઅપ માટે હેન્ડસેટમાં 4,500mAhની બેટરી મળવાની અપેક્ષા છે, જે ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજીને સપોર્ટ કરશે.

    આ પણ વાંચો, WhatsApp પર આવી રહ્યું છે ખાસ ફીચર! બદલાશે વોઇસ મેસેજ મોકલવાનો અંદાજ

    OnePlus Nord 2ની સંભવિત કિંમત

    લીક્સ મુજબ, OnePlus Nord 2 સ્માર્ટફોનની ભારતમાં કિંમત 22,500 રૂપિયાની આસપાસ રાખવામાં આવી શકે છે. સાથોસાથ તેને અનેક કલર ઓપ્શનની સાથે ભારતીય બજારમાં ઉતારવામાં આવી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published: