Home /News /tech /લૉન્ચિંગ પહેલા OnePlus Nord 2T ની કિંમત થઈ લીક, જોરદાર ફીચર્સ પણ આવ્યા સામે

લૉન્ચિંગ પહેલા OnePlus Nord 2T ની કિંમત થઈ લીક, જોરદાર ફીચર્સ પણ આવ્યા સામે

ફાઇલ ફોટો: OnePlus Nord CE 2 5G

OnePlus Nord 2T Price Leak: વનપ્લસ નોર્ડ 2T કેમેરા મોડ્યુલ ઓનલાઈન લીક થયું છે. જાણવા મળ્યું છે કે તેની રિયર પેનલ સેન્ડસ્ટોન ફિનિશ સાથે આવશે. સેલ્ફી માટે આ ફોનમાં 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવશે.

OnePlus Nord 2T Price: વનપ્લસ નોર્ડ 2T (OnePlus Nord 2T)ની ડિઝાઇન રેન્ડર અને સ્પેસિફિકેશન્સ લીક થઈ ગયા છે. આ અપકમિંગ ફોન વિશે કહેવામાં આવી રહ્યું છે કે તે ટૂંક સમયમાં વનપ્લસ નોર્ડ 2 (OnePlus Nord 2)ના સક્સેસર તરીકે આવશે. હાલમાં OnePlusએ ભારતમાં OnePlus Nord 2Tની લૉન્ચ ડેટ વિશે કોઈ માહિતી આપી નથી. આ સિવાય એક અલગથી લીક થયેલી જાણકારી પરથી ફોનની કિંમતનો પણ ખુલાસો થયો છે. વનપ્લસ નોર્ડ 2T કેમેરા મોડ્યુલ ઓનલાઈન લીક થયું છે. જાણવા મળ્યું છે કે તેની રિયર પેનલ સેન્ડસ્ટોન ફિનિશ સાથે આવશે.

તેનો કેમેરા મોડ્યુલ સાઇઝમાં થોડો મોટો હશે, અને તેમાં બે સર્ક્યુલર કટઆઉટ હશે. તેના ટોપ કટઆઉટમાં સિંગલ સેન્સર હશે, જ્યારે તેનો બીજો મોટો કટઆઉટ બે નાના સેન્સર સાથે આવશે. કેમેરા કટઆઉટની બાજુમાં LED ફ્લેશ હશે, જે એ જ કેમેરા મોડ્યુલમાં આપવામાં આવશે.

આ પણ વાંચો: Redmi Note 11 Pro સિરીઝ ભારતમાં લોન્ચ, 108MP કેમેરા સાથે મળશે આ ખાસ ફીચર્સ

91 મોબાઈલ રિપોર્ટમાં તેના ફ્રન્ટ કેમેરા વિશે કોઈ ડિટેલ શેર કરવામાં આવી નથી. આ ઉપરાંત એક અલગ રિપોર્ટમાં વનપ્લસ નોર્ડ 2T ની ભારતીય કિંમતનો ખુલાસો પણ કરવામાં આવ્યો છે. ટિપ્સટરનો દાવો છે કે આ અપકમિંગ ફોનની કિંમત વનપ્લસ નોર્ડ 2 કરતાં થોડી વધારે હશે.

ટિપ્સટર કહે છે કે OnePlus Nord 2T ભારતમાં 35,000 રૂપિયાથી ઓછી કિંમતે રજૂ થઈ શકે છે. જણાવી દઈએ કે OnePlus Nord 2ને 27,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો.

ટિપસ્ટરે ફોનના સ્પેસિફિકેશન્સ પણ લિસ્ટ કર્યા છે, જે દર્શાવે છે કે તેમાં 6.43 ઇંચની ફુલ HD + AMOLED ડિસ્પ્લે હશે, અને તેનો રિફ્રેશ રેટ 90Hz હશે. આ ફોન MediaTek Dimensity 1300 SoC સાથે આવશે. તેમાં 8GB અને 12GB LPDDR4X રેમ મળવાની અપેક્ષા છે, અને તેમાં 128GB અને 256GB સ્ટોરેજ મળી શકે છે.

આ પણ વાંચો: યુક્રેનના લોકોને મોબાઈલ પર હવાઈ હુમલા અંગે એલર્ટ મોકલશે Google

કહેવાય છે કે સેલ્ફી માટે આ ફોનમાં 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવશે અને આ ફોન એન્ડ્રોઇડ 12 આઉટ ઓફ ધ બોક્સ પર કામ કરશે.

વનપ્લસ નોર્ડ 2Tમાં કેમેરા તરીકે 50-મેગાપિક્સલનો મેઈન કેમેરા, 8 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ કેમેરા અને 2 મેગાપિક્સલનો મેક્રો કેમેરા મળી શકે છે. પાવર માટે આ ફોનમાં 4500mAh બેટરી આપવામાં આવી શકે છે, જે 80Wના ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવશે.
First published:

Tags: Gujarati tech news, Mobile and Technology, Oneplus, Oneplus nord 2