Home /News /tech /

OnePlus 10R: આતુરતાનો અંત! વનપ્લસનો ધાંસુ 5G ફોન થયો લોન્ચ; જાણો Price, Features

OnePlus 10R: આતુરતાનો અંત! વનપ્લસનો ધાંસુ 5G ફોન થયો લોન્ચ; જાણો Price, Features

વનપ્લસ 10R

OnePlus 10R Launched in India: વનપ્લસ 10આર ભારતમાં 29 માર્ચે લોન્ચ થયેલા પોતાના ફ્લેગશિપ સ્માર્ટફોન OnePlus 10 Pro જેવો જ દેખાય છે, જ્યારે Nord CE 2 Lite આ વર્ષે ફેબ્રુઆરીમાં લોન્ચ થયેલા Nord CE 2નું જ વિસ્તૃત વર્ઝન છે.

    OnePlus 10R Launched in India: ચીનની દિગ્ગજ સ્માર્ટફોન કંપની વનપ્લસ (OnePlus)એ ભારતમાં ગુરુવારે પોતાનો દમદાર 5G સ્માર્ટફોન વનપ્લસ 10આર (OnePlus 10R) લોન્ચ કરી નાખ્યો છે. આ ઉપરાંત, કંપનીએ 5G ફોન Nord CE 2 Lite અને એક નવી નોર્ડ સિરીઝના ઈયરબડ્સ પણ રજૂ કર્યા છે. આ બંને ફોન અને ઇયરબડ્સ એમેઝોન (Amazon), કંપનીની વેબસાઇટ અને તેના ઓફલાઈન રિટેલ સ્ટોર્સ પર ઉપલબ્ધ થશે.

    OnePlus 10R 5G બે એડિશનમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોન રિબ્રાન્ડેડ OnePlus Ace છે, જે આ મહિનાની શરૂઆતમાં ચીનમાં લૉન્ચ કરવામાં આવ્યો હતો. ભારતમાં હેન્ડસેટ બે મોડલ સાથે આવે છે, પ્રથમ 150W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટવાળો Endurance Edition, અને બીજો 80W SuperVOOC ચાર્જિંગ વાળો એડિશન. તેમાં કસ્ટમ-ડિઝાઇન કરેલ મીડિયાટેક ડાયમેન્સિટી 8100-Max SoC મળે છે, જેમાં કૂલિંગ સિસ્ટમ અને હાઇપરબૂસ્ટ ગેમિંગ એન્જિન છે. આ સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલનો ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ અને 120Hz ડિસ્પ્લે છે. તેમાં ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સ અને ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ મળે છે.

    આ પણ વાંચો: પહેલી વાર આટલી ઓછી કિંમતના ફોનમાં મળે છે Fingerprint Lock, ભારત આવ્યો આ જોરદાર સ્માર્ટફોન

    જણાવી દઇએ કે, વનપ્લસ 10આર ભારતમાં 29 માર્ચે લોન્ચ થયેલા પોતાના ફ્લેગશિપ સ્માર્ટફોન OnePlus 10 Pro જેવો જ દેખાય છે, જ્યારે Nord CE 2 Lite આ વર્ષે ફેબ્રુઆરીમાં લોન્ચ થયેલા Nord CE 2નું જ વિસ્તૃત વર્ઝન છે.

    વનપ્લસ 10આરની કિંમત

    વનપ્લસ 10Rના 8GB + 128GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 38,999 રૂપિયા છે. તો આ ફોનના 12GB + 256GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 42,999 રૂપિયા છે, જ્યારે 12GB RAM + 256GB સ્ટોરેજ વાળા Sierra Black કલર વેરિયન્ટની કિંમત 43,999 રૂપિયા છે.

    આ પણ વાંચો: આખરે શા માટે Twitterને ખરીદવા માટે Elon Muskએ લગાવી દીધી પૂરી તાકાત? પોતે જણાવ્યું કારણ

    વનપ્લસ 10Rના ફીચર્સ

    આ ફોન MediaTek Dimensity 8100 MAX પ્રોસેસર સાથે આવે છે. OnePlus એ તેના લેટેસ્ટ ફોનમાં 12GB સુધીની RAM અને 256GB સુધી સ્ટોરેજ ઓપ્શન આપ્યું છે. ડ્યુઅલ સિમ સપોર્ટ સાથેનો આ ફોન એન્ડ્રોઇડ 12 પર બેસ્ડ Oxygen OS પર કામ કરે છે. તેમાં 6.7 ઇંચની ફુલ HD + રિઝોલ્યુશન વાળી AMOLED સ્ક્રીન મળે છે. ડિસ્પ્લે પ્રોટેક્શન માટે તેમાં ગોરિલ્લા ગ્લાસ 5 આપવામાં આવ્યો છે.

    OnePlus 10Rમાં ઓક્ટાકોર MediaTek Dimensity 8100 MAX પ્રોસેસર મળે છે. ડિવાઇસમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. ફોનના ફ્રન્ટમાં, OnePlus એ 16 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આપ્યો છે. આ ફોનમાં 5G, 4G LTE, WiFi, Bluetooth, GPS અને USB Type-C પોર્ટ મળે છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Gujarati tech news, Mobile and Technology

    આગામી સમાચાર