વનપ્લસના ઘણા કસ્ટમર કંપનીની શોપિંગ વેબસાઈટ ‘oneplus સ્ટોર (oneplus.net)’ પરથી પ્રોડક્ટ ખરીદ્યા બાદ તેમના ક્રેડિટ કાર્ડથી તેમની જાણ બહાર બીજી ખરીદીઓ થયાની ફરિયાદ સામે આવી રહી છે. કેટલાક લોકોએ કંપનીને આ વિષય પર ફરિયાદ કરી તો કેટલાકે Reddit પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.
એક કસ્ટમરે કંપનીના ફોરમ પર કહ્યું કે, ‘મેં બે અલગ-અલગ ક્રેડિટ કાર્ડથી બે ફોન ખરીદ્યા હતા. પહેલો ફોન 26 નવેમ્બરે અને બીજો 28મી નવેમ્બરે ખરીદ્યો અને કાલે મેં જોયું કે, ક્રેડિટ કાર્ડમાં કંઈક શંકાસ્પદ એક્ટિવિટી થઈ છે. મેં ક્રેડિટ કાર્ડની વેબસાઈટ પર જઈને જોયું તો ઘણા બીજા ટ્રાન્જેક્શન પણ થયા હતા, જે મેં નહોંતા કર્યા. મેં મારું અકાઉન્ટ બંધ કરાવી દીધું. આજે ફરીથી આ બધું બીજા ક્રેડિટ કાર્ડમાં પણ આવું થયું. હું એ ક્રેડિટ કાર્ડસનો ઘણો ઓછો ઉપયોગ કરું છું. છેલ્લી વાર મેં oneplusની વેબસાઈટ પર જ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કર્યો હતો.’
તે ઉપરાંત પણ વનપ્લસન પાસે ઘણા લોકોએ પોતાની આવી જ ફરિયાદો નોંધાવી છે. oneplus કસ્ટમર્સ માટે એક પોલ શેર કર્યો હતો, જે મુજબ 32.4% (143 સભ્યો)એ કહ્યું કે, તેમના ક્રેડિટ કાર્ડમાં ફ્રોડ એક્ટિવિટીઝ થઈ છે.
પોલમાંએ વાત પણ સામે આવી કે, આ બધા કસ્ટમર્સએ છેલ્લા 2 મહિનામાં કંપનીની વેબસાઈટ્સ પરથી oneplus ફોન ખરીદ્યો છે. વનપ્લસે આ બાબતે યૂઝર્સને જવાબ આપ્યો છે કે, તેમને આ બાબતે તપાસ હાથ ધરી લીધી છે, અને કહ્યું કે, અમારા તરફથી કોઈ સમસ્યા હશે તો અમે પૂરી કાર્યવાહી કરીશું.
Published by:Mujahid Tunvar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર