Home /News /tech /

OnePlus 10R તરીકે ભારતમાં આવશે વનપ્લસ Ace, નીકળી જશે આ જરૂરી ફીચર!

OnePlus 10R તરીકે ભારતમાં આવશે વનપ્લસ Ace, નીકળી જશે આ જરૂરી ફીચર!

OnePlus Ace

રિપોર્ટમાં OnePlus Ace (કે પછી OnePlus 10R)ની સરખામણી Realme GT Neo3 સાથે કરવામાં આવી છે, કેમ કે તેમાં ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ સરખા છે. OnePlus Ace 128 GB UFS 3.1 સ્ટોરેજ અને 6GB રેમ સાથે આવે છે.

    OnePlus Ace in India: 21 એપ્રિલે ચીનના માર્કેટમાં આવનારા તમામ નવા વનપ્લસ એસ (OnePlus Ace) સ્માર્ટફોનને ભારતીય ગ્રાહકો માટે ‘વનપ્લસ 10R’ (OnePlus 10R) ના રૂપમાં રિબ્રાન્ડ કરવામાં આવે તેવી શક્યતા છે. Tech2 ની એક રિપોર્ટમાં માર્કેટ સુપરવાઇઝરની ભવિષ્યવાણીનો ઉલ્લેખ કરાયો છે. જેમાં શક્યતા વ્યક્ત કરાઈ છે કે, OnePlus ભારતમાં પોતાના મિડ-લેવલ ફ્લેગશિપ ડિવાઇસ માટે એક નવી લાઇન સાથે નહીં આવે, પરંતુ સ્માર્ટફોનને OnePlus 10R તરીકે રોલ આઉટ કરશે. જો કે, રિપોર્ટમાં ભારતીય માર્કેટમાં સ્માર્ટફોનના રોલઆઉટની તારીખનું કોઈ અનાઉન્સમેન્ટનું નથી થયું.

    આ ફોન સાથે થશે સ્પર્ધા

    આ દરમિયાન રિપોર્ટમાં OnePlus Ace (કે OnePlus 10R)ની સરખામણી Realme GT Neo3 સાથે કરવામાં આવી છે, કેમ કે તેમાં ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ સરખા છે. OnePlus Ace 128 GB UFS 3.1 સ્ટોરેજ અને 6GB રેમ સાથે આવે છે. ફોનમાં 6.7 ઈંચ 120Hz ફુલએચડી + AMOLED સ્ક્રીન છે. એવું માનવામાં આવે છે કે તેમાં એક IR સેન્સર છે. આ ફોન 12 GBની LPDDR5 રેમ અને 512 GB સુધીની ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આવી શકે છે. પ્રોસેસર તરીકે તેમાં ડાયમેન્સિટી 8100 ચિપસેટ મળવાની શક્યતા છે.

    આ પણ વાંચો: ઇંતેજાર ખતમ! ભારતમાં આ દિવસે લોન્ચ થશે ‘દેશનો સ્માર્ટફોન’ Redmi 10A

    આ મીડિયાટેક ડાઇયમેન્શન 8100 પર કામ કરે છે અને તે 4500mAhની બેટરી સાથે આવશે જેમાં 150W ચાર્જરનો સપોર્ટ મળશે. જોકે, OnePlus 10Rનો બેઝ વેરિએન્ટ 80W SUPERVOOC ચાર્જિંગ સાથે આવશે.

    મળશે ટ્રિપલ કેમેરા (OnePlus Ace Camera)

    કેમેરાની વાત કરીએ તો OnePlus Aceમાં ટ્રિપલ શૂટર રિયર-કેમેરા સેટઅપ છે, જેમાં 8 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ સ્નેપર, 2 મેગાપિક્સલનો મેક્રો કેમેરા સાથે OIS (ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન) સાથે 50-મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા સામેલ છે. સેલ્ફી પ્રેમીઓ માટે ડિવાઇસમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ-ફેસિંગ કેમેરા છે.

    આ પણ વાંચો: Apple iPhone 13 હવે મેડ ઈન ઈન્ડિયા, ભારતમાં ચેન્નાઈ પ્લાન્ટમાં ઉત્પાદન શરૂ

    પોપ્યુલર ફીચર નીકળી જશે!

    આશ્ચર્યની વાત છે કે OnePlus Ace માં એલર્ટ સ્લાઇડર (Alert Slider) ગાયબ છે. તે એક ત્રણ-સ્ટેપની સ્વિચ છે, જે યુઝર્સને આપેલા ડિવાઇસને ઝડપ અને સરળતાથી મ્યૂટ કરવાની મંજૂરી આપે છે. આ સ્લાઇડર છેલ્લા કેટલાક વર્ષોમાં OnePlus યુઝર્સ વચ્ચે લોકપ્રિય બન્યું છે.

    રિપોર્ટ અનુસાર, ભારતમાં આવનાર OnePlus 10R એક મિડ-રેન્જ સ્માર્ટફોન માટે ઉપયોગી સાબિત થશે, પરંતુ તેની કિંમત હજુ જાહેર કરવામાં આવી નથી.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Gujarati tech news, Mobile and Technology, Oneplus, Realme GT

    આગામી સમાચાર