OnePlus 9RTના લીક થયા ફીચર્સ, 120Hz ડિસ્પ્લે, 50MP કેમેરા અને દમદાર બેટરથી સાથે સજ્જ

OnePlus 9RT: સ્નેપડ્રેગન 888 ચીપસેટ અને 50 મેગાપિક્સલ કેમેરા સાથે મચાવશે ધૂમ, જાણો લીક થયેલા ફીચર્સ

OnePlus 9RT: સ્નેપડ્રેગન 888 ચીપસેટ અને 50 મેગાપિક્સલ કેમેરા સાથે મચાવશે ધૂમ, જાણો લીક થયેલા ફીચર્સ

  • Share this:
Tech News: આ વર્ષે OnePlus પોતાનો OnePlus9T લોન્ચ નહીં કરે. જો કે મળતી માહિતી અનુસાર કંપની આ વર્ષે OnePlus 9RT લોંચ કરવા જઈ રહી છે, સાથે જ લોંચ પહેલા જ આ સ્માર્ટફોનના ફિચર્સ પણ લીક થઈ ચૂક્યા છે. OnePlus 9RT 65W ફાસ્ટ ચાર્જીંગ, 50 મેગાપિક્સલ પ્રાઈમરી કેમેરા અને 120Hz ડિસ્પ્લે જેવા ઘણા ફિચર્સથી સજ્જ હશે. ભારત અને ચીનમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 800 સિરીઝથી (Qualcomm Snapdragon 800-series) સજ્જ OnePlus 9RT આ મહિનાના અંત સુધીમાં લોન્ચ કરવામાં આવશે. OnePlus 9RTનું જોઈન્ટ એડિશન પર પણ હાલ કામગીરી ચાલી રહી હોવાની વિગતો સામે આવી રહી છે. ચાલો એક નજર કરીએ આ નવા લોન્ચ થનારા સ્માર્ટફોનના ફિચર્સ પર.

ચાઈનીઝ માઈક્રો બ્લોગિંગ સાઈટ વીબો પર ટીપસ્ટર દ્વારા મળતી માહિતી અનુસાર OnePlus 9RT Android 11થી ચાલશે, જેમાં ColorOS 12 સાથે 120Hz રિફ્રેશ રેટની full-HD+ ડિસ્પ્લે હશે. સ્માર્ટફોનના તોજેતરમાં રિલીઝ થયેલા ટીઝરને જોતા તે ક્વાલકોમ સ્નેપડ્રેગન 888 ચીપસેટથી સજ્જ હશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ પહેલા OnePlus 9RT ક્વાલકોમ સ્નેપડ્રેગન 870 સાથે લોન્ચ કરવાની જાણકારી આપવામાં આવી હતી. આ ફોનના કેમેરાની વાત કરવામાં આવે તો OnePlus 9 અને OnePlus 9 Proની જેમ આ ફોનનો પ્રાઈમરી કેમેરો પણ Sony IMX766 શૂટર છે, જે 50 મેગાપિક્સલનો છે. સાથે જ ફોનમાં 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ શૂટર અને 2 મેગાપિક્સલનો મેક્રો શૂટર કેમેરો પણ છે.

આ પણ વાંચો, Android અને Windows ડિવાઈસમાં FaceTime કોલ કેવી રીતે જોઈન કરવો?

ટીપસ્ટર અનુસાર OnePlus 9Rની જેમ જ OnePlus 9RTમાં પણ 4,500mAhની બેટરી છે જે 65W ફાસ્ટ ચાર્જીંગ સપોર્ટ કરે છે.

આ પહેલા OnePlus MT2110ની ગીકબેંચ લિસ્ટીંગને OnePlus 9RTની લિસ્ટીંગ કહેવામાં આવી રહી હતી. આ લિસ્ટીમગ અનુસાર સ્માર્ટફોનમાં એન્ડ્રોઈડ 11 અને 12GB RAM હોવાની વિગતો સામે આવી હતી. ગીકબેંચ લિસ્ટીંગ અનુસાર OnePlus સ્માર્ટફોનમાં “લહૈના" (Lahaina) નામનું મધરબોર્ડ હોવાનું સામે આવ્યું હતું. લહૈનાનું કોડનેમ ક્વાલકોમ સ્નેપડ્રેગન 888 છે.

આ પણ વાંચો, Facebook ઠપ થયા બાદ Mark Zuckerbergને મોટું નુકસાન, થોડાક કલાકોમાં ગુમાવ્યા 600 કરોડ ડૉલર

આ સિવાય OnePlus 9RTના જોઈન્ટ એડિશન તરીકે ક્વાલકોમ સ્નેપડ્રેગન 870 ચીપસેટનો સ્માર્ટફોન વેરિએન્ટ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેને ચીનમાં લોન્ચ કરવામાં આવી શકે છે. OnePlus 9RT 15 ઓક્ટોબર રિલીઝ કરવામાં આવી શકે છે.
Published by:Mrunal Bhojak
First published: